________________
વ્યાખ્યાન ન. ૩૦ શ્રાવણ વદ ૬ ને સોમવાર
તા. ૧૩-૮-૭૯ અનંતજ્ઞાની, ત્રિલોકીનાથ, સર્વજ્ઞ ભગવતે ફરમાવે છે કે, હે ભવ્ય છે ! આ સંસાર સર્વાગે દુઃખમય છે. સર્વાગે સુખ તે તારા પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં છે, આત્મસ્વરૂપની રમણતામાં છે. તે સિવાય જડ પદાર્થોના સંયોગોમાં તે સુખાભાસ છે, સુખના પડછાયા છે. તે પણ પાછળ મહાન દુઃખની ફેજને લાવનારા છે. ત્યાં સુખની આશા કયાંથી હોય? જે જડમાંથી સુખ મેળવવાની આશા ઠગારી છે તે પછી જડ પદાર્થો મેળવવા પાછળ આટલી બધી વ્યાકુળતા શા માટે કરવી? સંસાર સર્વાગે દુઃખમય છે. એમાં એક અંશ જેટલું પણ સુખ નથી છતાં સંસાર રસિક જીવ દીન બનીને સુખ મેળવવા રાત દિવસ અવિરતપણે પ્રયત્નશીલ રહે છે, અને પુણ્ય પ્રમાણે નાશવંત સુખ મેળવે છે. સંસાર સુખમાં મૂઢ બનેલો જીવ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાંત સુખ જડ પુદ્ગલના સ્વરૂપમાં શેધે છે, પણ એને ભાન નથી કે પુદ્ગલ તે નાશવંત છે, પરાધીન છે અને પુદ્ગલના પ્યાસીને દુઃખ દેવાના સ્વભાવવાળા છે. ત્યાં સુખ કયાંથી જડે? અમૃતની શોધ સપના મુખમાં કરાય? “ના” ત્યાં તો ઝેર જ છે. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે, હે જીવાત્મા! જો તારે સાચા સુખી થવું હોય તે સંસારને આ વિશ્વાસી ન બન. સંસાર એટલે જ એ છપ. ત્યાં કદી પૂર્ણતા ન હોય, તેથી થેડામાં સંતોષ માનીને વિચાર કર કે મારામાં શેની ખામી છે? મારી પાસે શું નથી? બધું જ છે. એમ મનને મનાવીને સંતોષ માને, આ સંતેષ જીવને કયાંથી આવે? આ વીતરાગ વાણીના શ્રવણથી. વીતરાગ વાણીનું જે આત્મા શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે છે. એને અહં ઓગળી જાય છે, મદ મરી જાય છે ને વાસનાઓ વિરમી જાય છે. જેને મદ મરી જાય, અહં ઓગળી જાય ને વાસનાઓ વિરમી જાય અને પછી સંસારને મેહ લોભ કે તૃષ્ણા રહે ખરી? ‘ના’. તે તમે પણ રેજ વીતરાગ વાણી સાંભળો છે ને? તે તમારા જીવનમાંથી લેભ અને ક્રોધાદિ કષાયે ઓછા થયા હશે ને? તમારી સામે બે અધિકાર વંચાય છે. નાના સતીજીએ ઉત્તરાધ્યયન સૂત્રનું નવમું અધ્યયન વાંચે છે.
નવમા અધ્યયનમાં નમિ રાજર્ષિને અધિકાર આવે છે. એ પહેલેથી કંઈ સાધુ બની ગયા નથી. પહેલા તે રાજા હતા છતાં એમને નમિરાજર્ષિ કહીને સૌ બોલાવતા હતા. એનું કારણ શું હતું? રાજ્યમાં વસવા છતાં અનાસક્ત ભાવથી રહેતા હતા.
દેહ છતાં જેની દશા વતે દેહાતીત, તે જ્ઞાનીને ચરણમાં છે વંદન અગણિત: રાજ્યના વૈભવથી તે અનાસક્ત હતા પણ પિતાના દેહથી પણ અનાસક્ત ભાવે રહેતા હતા. દેહમાં વસવા છતાં એ સમજતા હતા કે આ દેહ અને અંદર વસવાવાળો ચૈતન્ય સ્વરૂપ મારે આત્મા બંને ભિન્ન છે. પોપટને પિંજરમાં પૂરવામાં '