________________
૨૯૮ .
શારદા સિદ્ધિ દુકાળ જેવા સમયમાં સુખી માણસને પરિગ્રહની મમતા છેડાવીને ધન-ધાન્યની નદીઓ વહેવડાવે છે. એમાંનું અમે કંઈ જ કરી શકતા નથી. તેઓ તે જગતને ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંતેષ, સંપ અને સહાનુભૂતિ વિગેરે શીખવાડે છે. નમિરાજાના વિચાર આવા ઊંચા હતા. તે વંદન કરીને નમ્ર શબ્દોથી પૂછે છે.
મયણરેહાને પડકાર :-અહે સતીજી ! આપશ્રીને યુદ્ધભૂમિમાં કયા કારણે પધારવાનું બન્યું ? સાધ્વીજીએ ટૂંકમાં જવાબ વાળતા કહ્યું હે રાજન ! “યુદ્ધ વિરામ”. આ સાંભળતાં નમિરાજની આંખો પહોળી થઈ ગઈ. યુદ્ધ વિરામ? હાં.રાજન ! યુદ્ધ વિરામ. યુદ્ધ એટલે શું એ તમે સમજે છે? “માનવતાનું મોત. કરુણાનું કમકમાટી ભર્યું ખૂન અને દયાનું કરુણ રુદન.” હા, સતીજી ! હું બધું સમજું છું પણ યુદ્ધ વિના વિરામ શક્ય જ નથી. શત્રુની શત્રુતા શસ્ત્ર વિના મટે ખરી? સાધ્વીજીએ પ્રશ્ન કર્યો કે તમારો શત્રુ કોણ? ચંદ્રયશ. હે રાજન ! જે તમે સમજો તે આ દુનિયામાં કેઈ કેઈને શત્રુ નથી, કારણ કે અનંત કાળથી અનંત ભવના ફેરા ફરતા ફરતા પ્રત્યેક જેની સાથે પ્રત્યેક જીવે અનંતીવાર સ્નેહના સંબંધ બાંધ્યા છે. તે દષ્ટિએ વિચાર કરશે તે આ સંસારમાં કઈ કેઈન શત્રુ નથી પણ બધા સ્વજને છે. હે નરેન્દ્ર! આ રાજ્યલક્ષ્મી તે શરદૂઝતુના મેઘની જેમ ચંચળ છે. એવી ચંચળ લક્ષ્મી ખાતર તમે તમારા મોટાભાઈની સામે લડવા તૈયાર થયા છે? મહાનુભાવ! જીવન જળબિંદુના સમાન ક્ષણિક છે. એમાં મહાસુકૃત કરવાનું છોડીને આ તમારા મોટાભાઈની સાથે ઝઘડવાનું મહા અકાર્ય કરવા તૈયાર થયા છે ? આ શરીરને શું ભરે છે? અનેક રોગોનું ઘર છે. રેગ અને વૃદ્ધાવસ્થાથી જર્જરિત થઈ જાય તે પહેલા એમાંથી ધર્મારાધના કરી કસ ખેંચી લેવાને કે મોટાભાઈ સાથે યુદ્ધ કરીને પાપ બાંધવાના? યુદ્ધમાં થતી હિંસાથી જીવને નરકમાં જવું પડે છે. માટે કંઈક સમજ.
પૂર્વ પરિચય આપતા સાઠવી મયણરેહા” –નમિરાજે ક્રોધ કરીને કહ્યું સાધવજી! તમે એને મારા મોટાભાઈ કેવી રીતે કહે છે? એ તે મારે પાકે દુશ્મન છે દુશ્મન. અરે, તારે દુશ્મન કેવી રીતે છે તે સમજાવીશ? એણે મારે Aત હાથી લઈ લીધું છે. તે સિવાય અમારી બંનેની વચ્ચે વર્ષોથી વૈરની વણઝાર ચાલી આવે છે. એ મારાથી કેમ સહન થાય? આ સાંભળીને સાધવજી સમજ્યા કે, આની સામે સર્વ વાત ખુલ્લી કર્યા વિના છૂટકો નથી. એમ સમજીને મયણરેહા સાધવીજીએ કહ્યું હે રાજન ! તું ભલે પમરથ અને પુષ્પમાલાના પુત્ર તરીકે તને મને પણ એ વાત તદ્દન બેટી છે. તારા માતા-પિતા કોણ એની કયાં તને ખબર છે? સાધ્વીજીના વચન સાંભળીને નમિરાજ ચમક. શું-હું મારા સાચા માતાપિતાનું નામ નથી જાણતે? આ સાધ્વીજી શું કહી રહ્યા છે? એ જાણવા નમિરાજા આતુર બન્યા એટલે સાધ્વીજીએ પૂર્વને સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યો. તેથી માનેલી માતા પુષ્પમાળાને પૂછયું છે