________________
૨૮૮
શારદા સિદ્ધિ લોઢાની જેમ ધીખી રહ્યું છે. કુમળી કુલ જેવી બેબી તાવમાં કરમાઈ ગઈ એટલે શાંતિને થયું કે બીજા ડકેટરને ક્યાં શોધવા જાઉં! હું મારા ભાઈને જ બોલાવી આવું. મારા માટે તે ભલે ન આવે પણ આ કુમળી ફૂલની કળી જેવી ભત્રીજીએ એનું શું બગાડ્યું છે? એને માટે તો મારે ભાઈ જરૂર આવશે. એ તે હાંફતો હાંફતે નાના ભાઈને ઘેર આવ્યું. ડોકટર સાહેબ સૂઈ ગયા હતા. ડકટરની પત્નીને ધ્રુજતા ધ્રુજતા કહ્યું: મારે ભાઈ કયાં છે? એને જલદી ઘેર મેકલો ને. મંજુને સખ્ત તાવ ચઢે છે. બેભાન જેવી થઈ ગઈ છે.
સુરેશે મોટાભાઈનું કરેલું અપમાન”:-રમાએ તરત પોતાના પતિને જગાડીને કહ્યું: જલદી ઊઠી. આપણે મોટાભાઈની બેબી સિરિયસ થઈ ગઈ છે. શાંતિલાલ ત્યાં ઊભો હિતે. એને જોઈને સુરેશને ખૂબ ગુસ્સો આવ્યો. પલંગમાંથી ઊઠીને શાંતિને જોરથી ધક્કો મારતા કહે છે તું શા માટે મારે ઘેર આવ્યું છે? તને શરમ નથી આવતી? મારી સાથે તમારે શું લેવા દેવા? આ ગામમાં મારા સિવાય બીજા કેઈ ડોકટર નથી કે મારે ત્યાં હાલ્યા આવે છે ? જાવ અહીંથી. આવા શબ્દો કહ્યા તે પણ શાંતિલાલે કહ્યું ભાઈ! હું બીજા ડેકટરને બોલાવવા જાઉં ત્યાં તે મંજુનું શું થઈ જાય એ કંઈ કહેવાય નહિ, માટે તું જલદી ચાલ. સુરેશે કહ્યું, ભલે ને મરી જાય એમાં મારે શું? ત્યારે રમાએ કહ્યું. નાથ ! કંઈક તે વિચાર કરે. શું કાલના દિવસે તમે ભૂલી ગયા?
આવા મોટા ડોકટર બનાવનાર કોણ છે ? આવા મોટાભાઈને તે પગ ધોઈને પીવા હું જોઈએ તેના બદલે તમે આવા શબ્દો કહો છો ? તમને શરમ નથી આવતી? એમને સારા પ્રસંગે ન બેલા તે કાંઈ નહિ પણ એમની એકની એક બેબી મરવા પડી છે એના સામું તે જુઓ. આવા પ્રસંગે તમે કામ નહિ લાગે તે કયારે લાગશે? મોટાભાઈ ઉપર કરેલો ક્રોધ જોઈને ડોકટરની પત્ની રમા ખૂબ ઊકળી ગઈ. હજુ એ આગળ કંઈક બોલવા જાય ત્યાં તે ચાર લાફા મારીને કહે છે, આવા ભિખારીને તે ઘરમાં પેસવા જ કેમ દીધે? ઘરમાં પેસાડીને પાછી એમાં ભળી જાય છે? એવા જોરથી લાફા માર્યા કે રમા તે ભેંય પડી ગઈ
નાનાભાઈને કાળી નાગણ જે ક્રોધ જોઈને શાંતિ તે પિતાને ઘેર પાછો આવ્યો ત્યારે બેબી સૂઈ ગઈ હતી. થોડી વાર થઈ પણ બેબી બોલતી ચાલતી નથી એટલે બીજા ડોકટરને બોલાવ્યા. ડોકટરે આવીને જોયું તે બેબીનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ડોકટર હાથ ખંખેરીને ઊભા થઈ ગયા ને કહ્યું: શાંતિભાઈ! હવે આ બેબી તમારી નથી. એ તમને છોડીને ચાલી ગઈ. દીકર ગણ કે દીકરી ગણે એક જ હતી એટલે ખૂબ વહાલી હતી. તે એક જ દિવસના તાવમાં ચાલી ગઈ. મા બાપ કાળાપાણીએ રડે છે. સુરેશને ખબર પડી કે બેબી ગુજરી ગઈ આથી રમાને ખૂબ આઘાત લાગે ને પતિને કહે છે ચાલો, ત્યાં જઈએ. સુરેશે કહી દીધું કે, મારે કે તારે કેઈને જવાનું નથી. રમાએ ઘણું સમજાવ્યો પણ તે માન્ય નહિ. એકની એક બેબી ચાલી ગઈ છતાં ભાઈ આવ્યું નહિ એટલે શાંતિને