________________
શારદા સિદ્ધિ
૨૮૭ લાગતા હતા. એક દિવસ એના ભાઈને કહે છે, તમે બધા હવે આ ઘર છેડીને ચાલ્યા જાઓ. બાપની મિલક્ત કહો કે જે કંઈ કહો તે એક ઘર અને એક નાની હાટડી હતી. બીજું કંઈ જ ન હતું એટલે શાંતિએ કહ્યું: ભાઈ! અમે કયાં જઈએ? ત્યારે કહે છે, આ હાટડીની પાછળ એક એરડી છે તેમાં રહેજો. તમે મારા ભેગા નહીં, ત્યારે શાંતિ કહે છે. ભાઈ! તું કંઈક તે વિચાર કર. તને મેં દુઃખ વેઠીને કેવી રીતે ભણાવ્યું છે એને બદલો તું આમ વાળે છે? ત્યારે સુરેશે કહ્યું એમાં શું નવાઈ કરી? તમારી ફરજ હતી ને ? હવે હું મોટો ડોકટર કહેવાઉં. મને મળવા મારા મિત્ર અને ડોકટરે આવે, ત્યારે તમે તે મારા ઘરના નેકર જેવા દેખાઓ છે. મને તમારી ગામડિયા જેવી વર્તણુક બિલકુલ પસંદ નથી માટે ત્યાં જલદી ચાલ્યા જાઓ.
મકાનમાંથી ધક્કો મારતે સુરેશ” : શાંતિ ગળગળો થઈને કહે છે, ભાઈ! આ મકાન તે બાપાનું છે. એમાં મારો ભાગ છે, ત્યારે સુરેશે કડકાઈથી કહી દીધું, તમારે એમાં બિલકુલ હકક નથી, ત્યારે શાંતિલાલની પત્ની આશા કહે છે, સ્વામીનાથ! તમે ને મેં તે એમના માટે જાત ઘસી નાંખી છે. એને આપણે શું નથી આપ્યું ?બધું જ આપ્યું છે તો હવે આ ઘરના ઓરડામાં શું છે? આપી દે. આપણે આપણી હાટડીની પાછળની ઓરડીમાં ખુશીથી રહીશું ભલે, એ સુખી થાય. એમ કહીને બંને માણસે થડા વાસણ ને પિતાના કપડાં લઈને ઘરમાંથી નીકળી ગયા ને હાટડીના રૂમમાં રહેવા લાગ્યા. આગળ નાનકડી હાટડી ને પાછળ પિતે રહે છે. જેના ઉપર આશાના મિનારા બાંધ્યા હતા તે તૂટી ગયા, એટલે મોટાભાઈનું હૃદય પણ તૂટી ગયું. અરેરે..જે ભાઈને માટે મેં બાળપણમાંથી જ કષ્ટ વેઠયું, પેટે પાટા બાંધીને ભણજો. એણે આ દશા કરી? મેં પૂર્વભવમાં કેવા પાપકર્મો કર્યા હશે કે મેં મા-બાપના લાડ તે જોયા જ નહિ. દુઃખ વેઠીને મોટો થયે ને ભાઈને પણ દુઃખ વેઠીને મોટો કર્યો. એ સુખી થયો ને હું તે ગરીબને ગરીબ રહ્યો. ભગવાન ! તું મારી સામું તે જે. એમ કહીને ખૂબ રડે છે ત્યારે એની પત્ની કહે છેઃ નાથ ! હોય, એમાં રડવાનું શું? એના પુણ્યને ઉદય છે એટલે એ સુખ ભોગવે છે ને આપણા પાપકર્મને ઉદય છે એટલે દુઃખ જોગવીએ છીએ, પણ આપણા કર્મો ખપે છે માટે શાંતિ રાખો. - “હેકટરના આંગણે શાંતિનું આગમન :-શાંતિલાલને એક બેબી હતી. જુદા થયા બે વર્ષ થયા પણ સુરેશ કદી મોટાભાઈના સામું જેતે નથી. છતાં ભાઈને જોઈને એનું હૈયું હરખાઈ જતું કે મારા ભાઈને મળી આવું પણ નાના ભાઈને તે એના સામું જોવાની પણ પડી નથી, કે મારો ભાઈ શું કરે છે? એટલે શાંતિ મળવા કેવી રીતે જાય? હયાને હ હૈયામાં જ શમાવીને બેસી રહેતું. એક દિવસ એ પ્રસંગ બન્યું કે મોટાભાઈની પાંચ વર્ષની એકની એક વહાલી બેબી મંજુને એકદમ પાંચ તાવ ચઢી ગયે. ઠંડા પાણીના પિતા મૂકયા પણ તાવ ઓછો થતું નથી. શરીર