________________
શારદા સિદ્ધિ
૨૮૫
રાજ્યને વારાફરતી કારભાર ચલાવતા નરબંકાઓમાં ધન પ્રધાન એક રાજભક્ત પુરુષ હતા. વફાદારીમાં તે એમને ભેટે ન મળે. આ ધનપ્રધાને બ્રહ્મદત્તકુમારના પિતાજી બ્રહ્મ મહારાજાની આજીવન ખૂબ સેવા કરી હતી. રાજ્યને વિકાસ કરવામાં એમને ઘણે મેટ ફાળો હતો. દીર્ઘરાજાના કાવાદાવા અને પ્રપંચી સ્વભાવથી તેઓ પૂરા માહિતગાર હતા, તેથી તેઓ બ્રહ્મદત્તકુમારનું રક્ષણ કરવા માટે ખૂબ સાવધાન બની ગયા હતા. પોતાના પુત્ર વરધનુને બ્રહ્મદત્તકુમારના પડછાયાની જેમ ગોઠવી દીધું હતું.
પ્રધાનપુત્ર વરધનુ બાદત્ત કુમારને મિત્ર હતું એટલે તે બ્રહ્મદત્તકુમારનું દયાન રાખતું હતું. સાથે દીર્ઘરાજા અને ચુલની રાણી શું કરી રહ્યા છે તેનું પણ ગુપ્ત રીતે નિરીક્ષણ કરતા હતા તેથી ગુપ્ત ખંડમાં દીર્ઘરાજાએ ચુલની રાણીને બ્રહ્મદત્તકુમારને કેવી રીતે મારી નાંખે તે વાત કરી તે જાણી શકે, અને ઘેર આવીને એના પિતાજીને બધી વાત કરી, એટલે ચતુર મંત્રીએ બીજે જ દિવસે રાજસભાનું કાર્ય પૂરું થયા પછી રાજમાતા ચુલની અને દીર્ઘરાજા સમક્ષ એવી વિનંતી કરી કે હવે હું વૃદ્ધ થઈ ગયે છું. રાજયનું કાર્ય મારાથી સંભાળી શકાતું નથી, તેથી મારી ભાવના એવી છે કે મારા ઉપર ભાર મારા પુત્ર વરધનુને સેંપીને ઘડપણના દિવસે માં મારા પરલોકના હિત માટે દાન, તપ આદિ ધાર્મિક અનુષ્ઠાન કરું.
ધનુમંત્રીની વાત સાંભળીને દીર્ઘરાજાએ વિચાર કર્યો કે આ પ્રધાન તે મોટા ભાગે રાજકાર્યમાં મારી સાથે રહે છે ને મારા દુષ્કર્તવ્યને પણ એ જાણે છે, માટે અહીંથી નિવૃત્ત થઈને બીજા ગામમાં જશે તે ત્યાં એ મારા અવગુણોને જાહેર કરશે ને મારી વાત બધા જાણી જશે માટે એ ભલે પ્રધાનની નોકરીમાંથી છૂટે થાય પણ એને મારે આ નગર છોડીને બીજે જવા દેવું જોઈએ નહિ. જેથી એ મારા દુગુણેની જાહેરાત બીજે કરે નહિ. આ પ્રમાણે વિચાર કરીને દીર્ઘરાજાએ મંત્રીને કહ્યું: મંત્રીજી! તમારો પુત્ર ભલે તમારું મંત્રી પદ સંભાળે એમાં મને કોઈ હરકત નથી, પણ તમે આ નગર છોડીને બીજે ક્યાંય જશે નહિ. અહીં રહીને જ ધર્મધ્યાન કરે. હું તમને આ નગર છોડીને બીજે ક્યાંય નહિ જવા દઉં, એટલે ધનુમંત્રીએ રાજાની વાતને સ્વીકાર કર્યો, દીર્ઘરાજાના દિલમાં બ્રહ્મદત્ત કુમારનું જલ્દી કાસળ કાઢવાની તાલાવેલી છે. ત્યારે ધનુમંત્રીને એ જ બહ્મદત્તકુમારને એના કાવતરામાંથી બચાવી લેવાની તાલાવેલી છે. માણસ તે બંને છે ને? છતાં બંનેના ગુણમાં કેટલે ફરક છે. આ તે બંને અલગ ઘરના છે. ઘણી વાર એક જ માતાની કૂખે જન્મેલા બે સગા ભાઈઓ હોવા છતાં એમની દષ્ટિમાં ને સ્વભાવમાં કેટલું અંતર હોય છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક ગરીબ મા બાપના બે દીકરા હતા. તેમાં મોટાનું નામ શાંતિ અને નાનાનું નામ સુરેશ હતું. માટે દીકરે શાંતિ પાંચ ચોપડી ભણી રહ્યો એટલે એના મા-બાપે કહ્યું: બેટા! હવે તું ભણવાનું છોડીને કયાંક ને કરીએ લાગી જા તે ઘરખર્ચમાં રાહત