________________
શારદા સિદ્ધિ
૨૮૧ * રામનામના જપને પ્રભાવ” :- નગરવાસીઓને આ વાતની જાણ થઈ, કે આપણું નગર બહાર સાક્ષાત્ ભગવાન જેવા સંત પધાર્યા છે, એટલે બધા લોકે ભંગી સંતના દર્શન કરવા આવવા લાગ્યા. કેઈ ભગવાન માનીને ફૂલ ચઢાવવા લાગ્યા તે કેઈસ મૂકવા લાગ્યા, પણ ભંગી તે રામનામમાં એ લીન બની ગયો છે કે પિતાની પાસે થતા કોલાહલની એને બિલકુલ ખબર નથી. જેમ વાત પ્રસરતી ગઈ તેમ લોકોનાં ટોળેટોળાં ઊભરાવાં લાગ્યાં. છઠે દિવસે તે ત્યાં એક મોટું તીર્થધામ હેય એવું વાતાવરણ બની ગયું પણ ભંગી તે રામનામનું રટણ કરતાં કરતાં અંદરની દુનિયામાં લીન બનતે ગયે. નગરશેઠના કાને આ વાત આવી એટલે એ પણ સંતના દર્શન કરવા આવ્યા. સંતની એકાગ્રતા અને પ્રશાંત મુખમુદ્રા જોતાં શેઠને એવી શાંતિને અનુભવ થયો કે જે શાંતિ બંગલામાં કદી મળી ન હતી. શેઠને તે ત્યાંથી ઊઠવાનું મન થતું ન હતું પણ ન છૂટકે ઘેર આવ્યા ને રૂપવતીને બધી વાત કરી. પિતાની વાત સાંભળીને રૂપવતીના મનમાં થયું કે પેલો ભંગી તે નહિ હોય ને ? લાવ, હું પણ દર્શન કરી આવું. રૂપવતી પિતાની દાસીને લઈને સંતના દર્શન કરવા ગઈ. દૂરથી જોયું તે પિતાના રૂપમાં મુગ્ધ બનેલો ભંગી છે. મારા રૂપમાં દિવાને બનેલો ભંગી આજે ભગવાનના નામમાં દિવાને બન્યું છે. મેં સાતમા દિવસે એને પરણવાને કેલ આપે છે. એ તો કામ કાઢી ગયે. હવે મારે મારું વચન પાળવાનું છે.
રાત પડી એટલે ભંગીની પાસે માણસે આવતા બંધ થઈ ગયા ત્યારે રૂપવતી એની પાસે જઈને કહે છે, હે સંત ! આંખડી ખેલો ને મારા સામું જુઓ. ભંગી તે ધ્યાનમાં મસ્ત છે. વારંવાર કહેવાથી કાને અવાજ જતાં પૂછ્યું કે, તું કોણ છે? રૂપવતીએ કહ્યું કે, જેના રૂપમાં મુગ્ધ બનીને જેને માટે સાત સાત દિવસ એકાગ્ર ચિત્તે રામનામનું રટણ કર્યું છે એ હું પોતે રૂપવતી છું. આપના ચરણ કમળની દાસી આપના ચરણમાં જીવન અર્પણ કરી મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે આવી છું. આપ મારે સ્વીકાર કરો, ત્યારે સંતે આખડી ખેલ્યા વિના જ કહી દીધું કે, હે રૂપવતી ! જે રૂપના માટે મેં રામનામનું રટણ કર્યું એ રામનામે તે મારા જીવનમાં કમાલ કરી છે. એ રામનામે તે આજે મને અરૂપી એવા આત્માને દર્શન કરાવી દીધા છે. જેનું રૂપ રૂપાતીત છે. જેના રૂપનાં તેજ આગળ જગતના તમામ રૂપે પાણી ભરે છે ને તમામ સૌંદર્ય ફિક્કા લાગે છે એવા અરૂપી આત્માના અલૌકિક સૌંદર્યને મને સાક્ષાત્કાર થયો છે. તેની આગળ રૂપવતીના રૂપ સૌંદર્ય અને ફિક્કા લાગે છે. મારે તે રૂપસુંદરીને મહ તેડી મુક્તિસુંદરી સાથે સંબંધ જોડે છે, માટે હવે તું મારી માતા અને બહેન સમાન છે. ભંગીને આત્મસાક્ષાત્કાર થયો છે એ જાણી રૂપવતીની આંખમાં આંસુ આવી ગયાં. અહો ! એક વખત ચામડાના રૂપમાં મુગ્ધ બનેલો આજે આત્મામાં મુગ્ધ બની ગયો ! એ તે પામી ગયે ને હું રહી ગઈ! રૂપવતી પણ આખું જીવન જ્ઞાન ધ્યાનમાં વીતાવીને આત્મિક સુખ પામી ગઈ. ભંગી જે ભંગી સુધરી ગયે પણ દીર્ઘરાજા ન સુધર્યા. શા, ૩૬