________________
શારદા સિદ્ધિ
૨૭૯ ધ્યાનમાં મસ્ત બનેલી રૂપવતી:- બંગલામાં રૂપવતી અને એની દાસી સિવાય કઈ આવતું ન હતું, એટલે એકાંતમાં એને ધ્યાન ધરવા માટે અનુકૂળ વાતાવરણ હતું. મહેલમાં પણ એને ધ્યાન કરવા માટે અલગ રૂમ હતો. રૂપવતી એ રૂમમાં બેસીને દિવસભર પ્રભુના ધ્યાનમાં લીન બની જતી હતી. ઘણી વખત તે એવી લીન બની જતી કે દાસી એને ઢાળીને જગાડે. દિવસમાં એક ટંક ખાધું ન ખાધું એ તે ધ્યાનમાં બેસી જતી. ધ્યાનમાં પ્રભુના ગુણનું ચિંતન કરતી. પિતે વેત કપડા પહેરતી ને સાદું ભોજન જમતી, છતાં એના મુખ ઉપર અલૌકિક તેજ ઝગારા મારતું હતું. જાણે કઈ સાક્ષાત્ દેવી જ ન હોય !
રૂપવતીના રૂપમાં મુગ્ધ બનેલ ભંગી” :- કોઈ વખત ઊગતા પ્રભાતમાં મહેલની બારી એ ઊભી રહીને કુદરતી સૌંદર્યનાં દર્શન કરતી હતી. એક દિવસ તે સમયે મહેલના ચોગાનમાં ઝાડુ વાળના ભંગી એને સાવરણે લઈને આવ્યો. એણે બારીમાં ઊભેલી સોંદર્ય સુંદરી રૂપવતીને જોઈ એને મનમાં થયું કે, અહો ! આ કોણ? દેવલોકની અપસરા તે નહિ હોય ને ? ભંગી તે રૂપવતીના રૂપમાં એ મગ્ન બની ગયો કે એના હાથમાંથી સાવરણે નીચે પડી ગયે ને એ તે ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયો. રૂપવતી તે અંદર જઈને પ્રભુના ધ્યાનમાં લીન બની ત્યારે ભંગી એના રૂપમાં તલ્લીન બન્યું. રૂપવતી તો કયારનીય ચાલી ગઈ છે પણ ભંગી તે બારીની સામે આંખે તાકીને રૂપવતી એની સામે ન ઊભી હોય ને પોતે જે તે હોય એમ ઝાડના કંઠાની જેમ ત્યાં ને ત્યાં સ્થિર ઊભે રહ્યો. પાંચ-છ કલાક થયા છતાં ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. ભૂખ-તરસ પણ ભૂલાઈ ગયા. ઘણો સમય થવા છતાં ભંગી ઘેર ન ગયો એટલે એની પત્ની ઝકલી અનેક જાતની ચિંતાઓ કરતી શોધવા આવી તે પતિને રૂપવતીના મહેલની બારીમાં તાકીને ઊભેલો જોયો. ઝકલી પાસે જઈને ઢાળીને કહે છે કેટલા વાગ્યા છે ? કંઈ ખબર છે? જલદી ઘેર ચાલો. એમ કહીને ઝકલી તે હાથ પકડીને એના પતિને ઘેર લઈ ગઈ પત્નીની સાથે બોલ્યા ચાલ્યા વગર ને જમ્યા વિના એ તો ખાટલો ઢાળીને સૂઈ ગયો. ઝકલીના મનમાં થયું કે કંઈ ભૂત, પલીત તે નહિ વળગ્યું હોય ને ! એ માટે ઘણું ઉપચારો કર્યા છતાં કંઈ સુધારો ન થે. બીજે દિવસે જમવાનું કહ્યું તે પણ ન જમ્યા. આથી પત્ની મૂંઝાઈ ગઈ કે આમને શું થઈ ગયું ?
“ઝકલીએ પતિને આપેલું આશ્વાસન” :- બીજે દિવસે રાત્રે ઝકલીએ એના પતિને કહ્યું–તમને શું થયું છે? મને કહે તે ખરા. તમારા માટે તમે જે કહો તે કરવા હું તૈયાર છું. પતિ મૂંઝાય છે કે આ વાત કેવી રીતે કહું? છતાં કહેવત છે ને કે “કામ ભૂલાવે ભાન.” ભંગીએ તે શરમ છોડીને પિતાના મનની વાત કહી દીધી ને કહ્યું, જે તું મારું આટલું કામ કરીશ તે જ હું જીવી શકીશ,