________________
૨૭૮
શારદા સિદ્ધિ એની રાણી ઝબકીને જાગી ગઈ ને પૂછવા લાગી કે, સ્વામીનાથ ! તમને શું થાય છે? કેમ ઊંઘ નથી આવતી? તમને ઠીક નથી કે કોઈ ચિંતાનું કારણ છે? જે હોય તે મને કહે, ત્યારે દીર્ઘરાજા કહે છે તને કહેવાય તેમ નથી. રાણી કહે છે, હું તે તમારી અગન કહેવાઉં. મને તમારા સુખ દુઃખની વાત નહિ કરે તે કેને કરશે? કહો તે ખરા. કેમ ઊંઘ નથી આવતી? ખૂબ પૂછયું પણ આ વાત કંઈ રાણીને કહેવાય તેમ હતી? રાજાએ કંઈ ન કહ્યું એટલે રાણીએ એમ માન્યું કે કોઈ રાજ્ય કાર્યની ચિંતા હશે તેથી મને કહેવાય તેમ નહિ હોય. એમ માનીને રાણી ઊંઘી ગઈ પણ રાજાને ઊંઘ આવતી નથી કારણ કે એને બ્રહ્મદત્તનું કેમ કાટલું કાઢવું તેને ઉપાય શોધ છે તેથી ચિત્ત બીજે કયાંય ચુંટતું નથી. જેના મનમાં જે વિચારો ચાલતા હોય તે કાર્ય ન થાય ત્યાં સુધી તેને ચેન પડતું નથી. એક દૃષ્ટાંત આપીને સમજાવું?
વિક્રમપુરના નગરશેઠને રૂપવતી નામની એકની એક લાડકવાયી પુત્રી હતી. તેનું રૂપ કઈ અલૌકિક હતું. રૂપની સાથે તેનામાં બુદ્ધિ, વિનય, નમ્રતા આદિ અનેક ગુણે હતા. રૂપવતી યુવાન થતા તેના માતા પિતા મુરતિયાની શોધ કરવા લાગ્યા, પણ દીકરીને ગ્ય વર કયાંય જડતું નથી. કોઈ જગ્યાએ રૂપ હોય તે ગુણ ન હોય, કોઈ જગ્યાએ ગુણ હોય તે રૂપનું મીંડું દેખાતું, આથી રૂપવતીના પિતાને ખૂબ ચિંતા થવા લાગી કે શું મારી દીકરીને ચગ્ય વર નહિ મળે? મારી દીકરી આવી ગુણિયલ ને હું તેને ગમે ત્યાં પરણાવી દઉં? “ના”, એવું મારે નથી કરવું. મારે તે દીકરીને
ગ્ય વર મળે ત્યારે જ પરણાવવી છે. આમ કરતાં ત્રણ વર્ષ વીતી ગયાં છતાં દીકરીને યોગ્ય વર ન મળે એટલે એક દિવસ શેઠ લમણે હાથ દઈને ઉદાસ થઈને બેઠા છે. આ વખતે રૂપવતી અચાનક ત્યાં આવી ચઢી. પિતાજીને ચિંતાતુર જોઈને ચતુર દીકરી ચિંતાનું કારણ સમજી ગઈ. તે પિતાજીને કહે છે, બાપુજી! તમે મારી આટલી બધી ચિંતા શા માટે કરે છે? મારે યોગ્ય જીવનસાથી સામેથી આવીને ઊભું રહેશે અગર હું મારી જાતે શોધી લઈશ તે દિવસે હું આપને કહીશ કે આ મને યોગ્ય છે. ત્યાં સુધી હું સાધનામય જીવન ગાળું એવી મારી ભાવના છે. આપ મારા ઉપર વિશ્વાસ રાખજે. હું આપણા કુળને કલંક નહિ લગાડું. પુત્રીના મીઠાં મધુરાં વચને સાંભળીને પિતાની ચિંતા દૂર થઈ શેઠ ઘણા સુખી હતા. એમના બંગલાની આસપાસ ફરતે બગીચે તે બંગલાની બાજુમાં એક નાનકડે બંગલે હતે. રૂપવતીએ કહ્યું: પિતાજી! હું મારી સાધના કરવા માટે આ બાજુના બંગલામાં એક દાસીને સાથે લઈને રહું? પિતાજીને દીકરી ઉપર પૂરે વિશ્વાસ હતો એટલે રહેવાની રજા આપી. રૂપવતી એની દાસીને લઈને મહેલમાં ગઈ. રૂપવતીએ વિચાર કર્યો કે હું અનંતકાળથી સંસારમાં ભણું છું. મેં ઘણી વાર લગ્ન કર્યા. હવે મારે એવા લગ્ન કરવા નથી. મારે તે અંદર બેઠેલા ચૈતન્યદેવના દર્શન કરવા છે. જેની સાથે લગ્ન કર્યા પછી રંડાપો ન આવે એ ધણી મારે શોધ છે.