________________
૨૮૨
શારદા સિદ્ધિ - બ્રહ્મદનકુમારને નાશ કેવી રીતે કરે તેના વિચાર કરતાં તેમને કંઈક રસ્તે જડે. તે હર્ષભેર ચલણ રાણી પાસે આવ્યા ને ગુપ્તખંડમાં જઈને ચલણી સાથે એકાંતમાં બેસીને કહ્યું: દેવી ! આપણા માર્ગમાં કંટક બનીને પથરાતા એવા તારા પુત્ર બ્રહ્મદત્તને વિનાશ કરવાનો શ્રેષ્ઠ માર્ગ આપણને આજે મળી ગયા છે. અને હવે જલદી વિનાશ કરવામાં આપણું શ્રેય છે. તું એમ ન માનીશ કે મારા પુત્રને મારી નાંખે. જ્યારે હું એનાથી નિર્ભય બની જઈશ ત્યારે મારાથી તને એવા પુત્રોની પ્રાપ્તિ થશે, માટે તું ચિંતા ન કરીશ. હું કહું છું તેમ કુમારને મારવાથી લોકોને શંકા નહિ થાય. સાંભળ, હવે વહેલી તકે તમે બ્રહ્મદત્ત માટે કઈ કન્યા શેધી કાઢો ને ધામધૂમથી એના લગ્ન કરે. હું એક ન લાખને મહેલ બનાવવાની તૈયારી કરું છું. એના લગ્ન થાય તે પહેલા તાબડતોબ દેખાવમાં સુંદર લક્ષગૃહ તૈયાર કરાવી દઉં. પરણ્યાની પ્રથમ રાત્રે નૂતન વરવધૂને સૂવા માટે ત્યાં મોક્લી દેવા. આટલું બોલીને દીર્ઘરાજાએ રાણીની નજીક જઈને ધીમેથી કહ્યું કે, પછી મધરાત્રે હું આખું લક્ષગૃહ સળગાવી મૂકીશ. આટલું બોલીને મોહાંધ બનેલા પાપી દીઘરાજા અને ચલણી રાણી બંને ખડખડાટ હસ્યા. એ જ વખતે ગુપ્ત ખંડમાં સહેજ ઉંકાર સંભળાય તેથી દીર્ઘરાજાના મનમાં થયું કે નક્કી કઈ ગુપ્તચર અમારી વાત જાણી ગયો લાગે છે. તરત જ ઊભા થઈને ખૂણે ખાંચે તપાસ કરી પણ કોઈ દેખાયું નહિ એટલે માની લીધું કે આ તે ખોટો ભ્રમ છે.
વાત એમ બની હતી કે દીર્ઘરાજા અને ચલણ રાણીના આવા વર્તનથી પ્રધાન અને પ્રધાનને પુત્ર બંને સજાગ બની ગયા હતા. જૂના પ્રધાનને બ્રહ્મદત્તકુમાર પ્રત્યે ખૂબ લાગણી હતી, એટલે એણે નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને બ્રહ્મદત્તકુમારને બચાવી લે. એના પુત્ર વરધનને પણ કહી દીધું હતું કે, બેટા ! બ્રહ્મદત્તકુમારને બચાવતાં કદાચ આપણું બંનેનું મૃત્યુ થઈ જશે તે વાંધે નથી પણ બ્રહ્મદત્તને આપણે બચાવી લે. એ જીવતે હશે તે આપણા રાજાનું નામ રાખશે. બ્રહ્મદત્તકુમારના પુણ્યને સિતારે ચમકતું હતું એટલે એને આવા રાજભક્ત પ્રધાન અને તેના પુત્રને પૂરો સાથે હતે. બ્રહ્મદત્તનું રક્ષણ કરવા માટે પ્રધાનના પુત્ર વરધન દીર્ઘરાજાની પાછળ પડયા હતા એટલે જ્યારે આ વાત દીર્ઘરાજાએ રાણીને કરી ત્યારે ખાનગી રીતે ગુપ્ત ખંડના પડદા પાછળ આવીને ઊભો રહ્યો હતો ને ગુપ્ત વાત સાંભળી તમામ બાતમી મેળવીને ત્યાંથી સાપની જેમ ઝડપભેર સરકી ગયે. ઘેર આવીને વરધનએ પિતાના પિતા ધનુપ્રધાનને બધી વાત કરી ત્યારે પ્રધાનના દિલમાં પારાવાર દુઃખ થયું, અહો! આ સંસાર કે ભયંકર સ્વાર્થમય છે કે માતા જેવી માતા પિતાના એકના એક પુત્રને સળગાવી દેવા તૈયાર થઈ છે. ધિક્કાર છે એને! આમ કહી ધનુપ્રધાન ચિંતામગ્ન બન્યા, હવે બ્રહ્મદત્તકુમાર માટે શું વિચારશે તેના ભાવ અવસરે.