________________
શારદા સિદ્ધ
૨૭૫ પ્રાપ્ત વસ્તુને પોતાની કરીને સાચવી રાખવી તેનું નામ લોભ છે. જ્યારે જીવને કઈ પણ જાતની ઈચ્છા કે આકાંક્ષા ન રહે ત્યારે લોભને નાશ થાય છે. આ ગાથાને નિચોડ એ છે કે મેહમાંથી દુઃખ જન્મે છે. તૃષ્ણાના તારથી મેહ ટકે છે. લોભના લોહચુંબકથી તૃષ્ણને તાર લંબાય છે, અને અંતરમાં છૂપાયેલી ઈચ્છાઓથી લોભને ઉદય થાય છે માટે સર્વ ઈચ્છાઓના નાશથી લોભનો નાશ, લોભના નાશથી તૃષ્ણાને નાશ, તૃષ્ણાના ક્ષયથી મેહને ક્ષય અને મોહના ક્ષયથી દુઃખને વિનાશ થાય છે, એટલે જેને મેહ, તૃષ્ણ અને લોભ ક્ષય થાય તેનું દુ:ખ અવશ્ય નાશ પામે છે. મેહમુક્તિ એ જ દુઃખમુક્તિ છે.
બંધુઓ ! આટલા માટે અમે ભગવાનના વચનાનુસાર તમને કહીએ છીએ કે હે જીવાત્માઓ! તમે આ સંસારને મેહ છેડે, પરિગ્રહની મમતા છે. જગતના જીવે પર માનું એટલું બધું વર્ચસ્વ છે કે ભલભલાને પણ મોહ દુર્જય છે. જેના ઉપર તમે મેહ રાખે છે, એવું આ શરીર અને પરિગ્રહ બધુ જીવને બંધનકર્તા છે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી શરીર રહેવાનું છે. કર્મને આધીન બનીને જીવને સંસારની જેલમાં રહેવું પડે છે. જેલમાં રહેવું તમને ગમે ખરું? માને કે સરકારના ગુનામાં પકડાઈ ગયા ને જેલમાં પૂરાવું પડયું તો એમ થાય છે ને કે જેલમાંથી છૂટું ! ઝેર પીને મરી જવું સારું પણ જેલમાં પૂરાઈ રહેવું ખોટું એટલે માણસ ગમે તેમ કરીને પિતાની સ્થિતિ હોય કે ન હોય છતાં પૈસાના પાણી કરીને પણ જામીન પર છૂટી જાય છે, પણ જેલમાં રહેતા નથી. તો પછી જીવ અનંતકાળથી શરીરની જેલમાં પૂરાઈ રહ્યો છે. એને મુક્ત કરવાની ભાવના કેમ થતી નથી? આ જેલમાંથી કયારે છૂટું એને જીવને તલસાટ થવો જોઈએ.
જે કાયાની માયામાં જીવ અટવાઈ ગયું છે, જે કાયાને મેહ રાખીને મુક્તિના મહાન સુખ માણવાને બદલે એના બંધનમાં બંધાઈ રહ્યો છે એ શરીર કેવું છે? ચામડાં, હાડક, લોહી, અને માંસનું બનેલું છે. આવું શરીર વહાલું લાગે છે પણ અનંત ગુણોથી ભરેલો સત ચિત અને આનંદમય એ આત્મા વહાલે લાગતું નથી. શરીરમાં કઈ સાર નથી. એના પર રાગ ન કરે. રાગ કરી કરીને શરીરને શુદ્ધ કરવાને પ્રયત્ન કરે છે પરંતુ શરીર શુદ્ધ થવાનું નથી. આજે તમે શરીરને શુદ્ધ કર્યું તે કાલે અશુદ્ધ બની જશે. આજે જેને માલ મલીદા ખવડાવીને પુષ્ટ બનાવ્યું તે કાલે સ્વયં નિર્બળ બની જવાનું છે. કોલસાને ધોવા માટે તમે સાબુ લગાડીને ગમે તેટલી મહેનત કરે પણ એ કાળે ને કાળે જ રહેવાને, તેમ શરીરને સ્વભાવ પણ એ છે, માટે શરીરની ચામડીને ન જુઓ પણ શરીરમાં જે આત્મા છે તેને જુઓ. રૂપ એ તે પુગલની માયા છે. આત્મા અરૂપી છે માટે આ શરીરના સ્વભાવને વિચાર કરીને એને રાગ છેડે.