________________
શારદા સિદ્ધિ
૨૭૩ રૂપિયાનો પગાર આપવાનું કહ્યું તે સ્વીકારી લીધું. સુશીલાએ કહ્યું: નાથ! તમે નક્કી તે કરી આવ્યા પણ આપણે રહેવાનું કયાં? એ શેઠના ઘરમાં હું નહિ રહે. એક તે મારું રૂપ છે ને બીજું યુવાની છે. માણસને પિતાનું રૂપ પણ કયારેક દુઃખદાયી બને છે. મુશ્કેલીમાં મૂકી દે છે. આજે આપણે પાપકર્મને ઉદય છે. તેમાં વળી જે શેઠની દષ્ટિ બગડે તે માથે દુઃખના ડુંગરે તૂટી પડવામાં બાકી નહિ રહે ત્યારે ભીમસેને કહ્યું: સુશીલા ! એ શેઠે મને કહ્યું છે કે, મારા ચાર ભાઈ ગુજરી ગયા છે. એમના ઘર ખાલી પડયા છે. તેમાંથી આપણને એક ઘર રહેવા માટે આપશે એટલે આપણે ત્યાં રહેવાનું કામ કરવા માટે મારે દુકાને જવાનું ને તારે એમના ઘેર જવાનું.
સુખશાતાસે સમય કેટેગા, કરસ્થા ઉનકા કામ,
આયે ચાલ દુકાન શેઠજી, ચારે કે નિજઘર લાયા. આપણુ દુઃખના દિવસે ત્યાં પસાર થશે માટે તમે બધા જલદી ચાલો. આપણે શેઠને ત્યાં જઈએ. ભીમસેનના કહેવાથી સુશીલારાણી, દેવસેન અને કેતુસેન ચારે જણાં ધીમા પગલે ચાલતાં ચાલતાં લક્ષ્મીપતિ શેઠની દુકાને આવ્યા. શેઠ એ ચારેને લઈને પિતાને ઘેર આવ્યા. આ શેઠ તે ભલા ભોળા ને દયાળુ હતા. એમને સંતાન પણ ન હતું. પરિવારમાં શેઠ શેઠાણી બે જણા હતા. શેઠાણીનું નામ ભદ્રા હતું પણ નામ પ્રમાણે એનામાં ગુણ ન હતા.
નામ ભદ્રા કામ કુભદ્રા” –એનું નામ તો મઝાનું ભદ્રા હતું પણ સ્વભાવથી એ કુભદ્રા હતી. પોતાનું કામ કેઈની સાથે લડી ઝઘડીને કરાવી લેવામાં હોશિયાર હતી. તેના શરીરને રંગ કાળ, મુખ ભયંકર બિહામણું, તેમ જ આંખે બિલાડી જેવી હતી. જેને જોતાં ભય લાગે એ એના શરીરને દેખાવ હતો. એને ક્રોધ આવે ત્યારે રાક્ષસણ જેવી બની જતી કે જાણે હમણાં બધું બાળી મૂકશે એમ લાગતું. એની જીભ તે ઘણી લાંબી ને કડવી હતી. જાણે જીભમાં ઝેર ભર્યું ન હોય! પરનિંદા કરતાં તે એની જીભ સહેજ પણ થાકતી ન હતી. જ્યારે કેઈની સાથે ઝઘડો થાય ત્યારે તો એની જીભ તીખી મરચા જેવી બની જતી. કૂડ કપટ અને કુકર્મો કરવામાં તે એ પૂરી પાવરધી હતી. લાજ શરમ તો નેવે મૂકી દીધેલી હતી. એના હદયમાં દયાને છોટે તે હતો નહિ. ધર્મ-પુણ્યની કે દાનની વાતે એને ગમતી નહિ. આવી ભદ્રા શેઠાણી હતી.
શેઠની શેઠાણુને ભલામણુ”:-શેઠ આ ચારેને લઈને પિતાને ઘેર આવ્યા ને પિતાની પત્નીને કહ્યું : હે સુંદરી ! ભદ્રા દેખાવમાં સુંદર ન હતી પણ ગમે તેવી તેય પિતાની પત્ની છે ને! એટલે શેઠે એને કહ્યું, હે સુંદરી ! આ ચારે ય આત્માઓ પવિત્ર ને ભાગ્યશાળી છે, પણ એમના કેઈ પૂર્વ ભવના પાપકર્મના ઉદયથી એમની આવી દુઃખદાયક દશા થઈ છે. આપણાં ભાગ્યેાદયે તેઓ આપણે ત્યાં આવ્યા છે. કામ કરવામાં આ બંને પતિ પત્ની કુશળ છે તેથી મેં તેમને આપણે ત્યાં કામ કરવા શા. ૩૫