________________
२७२
શારદા સિદ્ધિ કેવા પરોપકારી હોય છે. મેં તે એમના સામું નથી જોયું તે પણ એમણે મારા ઉપર કે મહાન ઉપકાર કર્યો! સંતનું એક વચન હૃદયમાં ઊતરી ગયું પછી આપઘાત કરવાનો વિચાર માંડી વાળ્યે ને બંને જણ ધર્મમય જીવન ગાળવા લાગ્યા. ફરીને પુણ્યદય થતાં હતી તે સ્થિતિ આવી ગઈ, પણ અભિમાન ચાલ્યું ગયું એટલે જીવનમાં સદાચાર, નમ્રતા, દયા આદિ અનેક સદ્ગુણ ખીલી ઊઠયા, તેથી આખું જીવન પરોપકારમય જીવન જીવ્યા ને આત્માનું કલ્યાણ કર્યું.
આપણે તે અભિમાન ઉપર વાત ચાલતી હતી. સત્તાને મદ, ધનને ગર્વ, કેવી બૂરી ચીજ છે! આ શેઠ શેઠાણીને ધનને કેટલો ગર્વ હતો ! પણ સંતના એક વાગ્યે એમને ગર્વ ગળી ગયા ને ઠેકાણે આવી ગયા. એમને તો ધનને ગર્વ હતો તેથી ઠેકાણે આવ્યા પણ ચુલની રાણુને તો એની રાજસત્તાનું અભિમાન છે. બીજું એની દષ્ટિ વિકારમય બનેલી છે. જેની દષ્ટિમાં વિકાર ભર્યો હોય ને બીજુ અભિમાન હોય પછી શું બાકી રહે? ચલણ રાણું દીર્ઘરાજાના મેહમાં પાગલ બની ને ભાનભૂલી ગઈ છે. એના વિવેકચક્ષુ બંધ થઈ ગયા છે તેથી દીર્ઘરાજાને પ્રેમભર્યા શબ્દો કહે છે. મોહાંધ રાણ પિતાના એકના એક પુત્રને મારી નાંખવાનું કહેતા બેલતી અચકાતી નથી. હજુ આગળ ચલણી રાણી દીર્ઘરાજાને શું કહેશે તેના ભાવ અવસરે. છે. ચરિત્ર: ભીમસેન અને સુશીલાએ બાળકોને ખવરાવ્યા પછી ખાધું. ભીમસેન પિતાની તલવાર અને ઢાલ શેઠની દુકાને મૂકીને આવ્યો હતો. ખાધા પછી સુશીલાએ પૂછયુંઃ સ્વામીનાથ! તમે આ બધું ખાવાનું લઈને તો આવ્યા પણ આપની કેડે ઢાલ ને તલવાર કેમ દેખાતી નથી? હે નાથ ! તલવાર અને ઢાલ વેચીને તે ખાવાનું નથી લાવ્યા ને? કારણ કે તલવાર અને ઢાલ એ તે ક્ષત્રિયપણાનું ચિહ્ન કહેવાય. ભલે, એક વખત ભૂખ્યા મરી જઈ એ પણ એ વેચાય નહિ, એટલે ભીમસેને કહ્યું, સુશીલા ! હું તલવાર અને ઢાલ કદી વેચીશ નહિ. અત્યારે પણ કંઈ વેચીને નથી આ પણ મને લક્ષ્મીપતિ શેઠની સહાય મળી છે. ત્યાં ગયા પછી શું બન્યું ને કેવી રીતે ખાવાનું લાગે તે બધી વાત વિસ્તારપૂર્વક કહી સંભળાવી અને કહ્યું, શેઠ બહુ સારા છે. આપણને બંનેને એમને ત્યાં નોકરીએ રાખી લીધા છે. હું એમની દુકાનનું કામ કરીશ ને તારે એમના ઘરનું કામ કરવાનું, ખાવા પીવાનું કપડાં તથા રહેવાનું આપશે. તે ઉપરાંત મહિને બે રૂપિયા પગાર આપશે, માટે આપણે જલદી ત્યાં જવાનું છે. તે આપ બધા હવે ચાલો.
અહાહા! કર્મની કળા વિચિત્ર છે. એક વખતના સત્તાધીશ રાજા અને રાજાના રંગભવનમાં સંસારનું મહાસુખ ભોગવનારી રાણી આજે એક વણિકને ઘેર નોકર બનીને રહેશે. કેવી કરુણાજનક પરિસ્થિતિ ! અત્યારે એમના ગાઢ કર્મનો ઉદય છે એટલે ભીમસેન રાજાએ આટલી બધી મજૂરી કરવાની છતાં માત્ર મહિને બે જ