________________
૨૭૦
શારદા સિદ્ધિ कोह। य माणा य अणिग्गहीया, माया य लाभो य पवट्ठमाणा। સત્તાર U #સિન વસાવા, સિંન્તિ મારું પુળમવસ અ૮ ગાથા ૪૦
વશ નહિ કરેલા કોધ, માન, માયા અને લોભ વૃદ્ધિ પામતા રહેતા આ ચારે સંપૂર્ણ અને કિલટ કપાયે પુનર્જન્મ રૂપી વૃક્ષના મૂળને અથવા આઠ કર્મરૂપી મૂળને અથવા મિથ્યાત્વ આદિને અશુભ ભાવરૂપી પાણીથી સિંચે છે એટલે જન્મ મરણની વૃદ્ધિ કરાવે છે, પણ અભિમાનમાં અંધ બનેલાને આ બાબતને ખ્યાલ કયાંથી આવે ?
એક દિવસ આ શ્રીમંત શેઠને ઘેર એક સંન્યાસી સંત પધાર્યા. સંન્યાસીને પિતાને ઘેર આવતા જોઈને શેઠના મનમાં થયું કે આ બાવો ભીખ માંગવા નીકળી પડે છે. એને કંઈ કામધંધે છે? જાણે એમના માટે જ ન કમાતા હોઈએ! જેથી આપણા ઘેર ભીખ માંગવા આવ્યો છે. શેઠે પિતાના બંગલાને સાચવનાર ગુરખાને બેલાવીને કહ્યું કે, જા, આ બદમાશ, હરામીને ફિટકારીને બહાર કાઢે. સાધુ શેઠના મુખના ભાવ જોઈને સમજી ગયા કે હું આવ્યો તે શેઠને ગમ્યું નથી. ત્યાં તે ગુર આવીને રૂઆબથી કહે છે, બાવાજી! ખડે રહો. અંદર જાનેકી મનાઈ હ, સાધુએ કહ્યું: ભાઈ! તારા શેઠને જઈને કહે કે એ મારા પર ગુસ્સો ન કરે. હું તમારી પાસે માંગવા નથી આવ્યો પણ તમને કંઈક આપવા માટે આવ્યો છું, એટલે ગુરખાએ જઈને શેઠને વાત કરી કે, શેઠજી ! મહારાજ તો એમ કહે છે કે હું તમારી પાસે કંઈ માંગવા નથી આ પણ તમને કંઈક દેવા આવ્યો છું, એટલે શ્રીમંત શેઠે પિતાના મુનિમને બેલાવીને કહ્યું કે, આ બાવે શું કહે છે? એ શું દેવા આવ્યો છે? એની વાત સાંભળીને એને ઝટ રવાના કરે.
બંધુઓઅભિમાન કેટલું ભયંકર છે! સાધુ બિચારા એની દયા ખાઈને એને કંઈક દેવા માંગે છે છતાં એમના સામું જોવું પણ ગમતું નથી તે પછી એમની વાત સાંભળવાની તે વાત જ કયાં ! શેઠના હુકમથી મુનિમજ સાધુ પાસે આવ્યો ને પૂછ્યું મહારાજ ! તમારે મારા શેઠને શું આપવું છે? ત્યારે સાધુએ કહ્યું મુનિમજી ! તમારા શેઠજી જે ચેપડામાં જમા-ઉધારને હિસાબ લખે છે તે ચોપડો મારી પાસે લાવે. સંતના કહેવાથી મુનિમજીએ ચેપડો એમના હાથમાં આપ્યું. સાધુએ ચેપ ખેલીને પહેલાં જ પાને એક લીટીમાં કંઈક લખ્યું ને પછી ચોપડે બંધ કરીને ચાલ્યા ગયા. મુનિમે જૂને ચોપડો આપ્યો હતો. એણે કબાટમાં ચોપડે મૂકી દીધો. શેઠને તે અભિમાનમાં એ જાણવાની પણ ક્યાં પડી હતી કે સાધુ ચોપડામાં શું લખી ગયા? મુનિમજીએ કે શેઠે કેઈએ કંઈ વાંચ્યું નહિ.
કર્મરાજાના કાયદા અને નિયમ બહુ વિચિત્ર છે. કમરાજા ભલભલાને અભિમાન એક રાતમાં તેડાવીને રાયને રંક બનાવી દે છે ને રંકને રાય બનાવી દે છે. ચમરબંધીને