________________
શારદા સિ.
૨૬૮ પડે, કારણ કે એ બાબતમાં તમે ચતુર નથી. વેપારમાં દશ લાખ મળ્યા પણ ફટકે લાગતાં એ દશ લાખના ઘટતા ઘટતા પાંચ લાખ થઈ જાય તે શું થાય? શ્રોતામાંથી જવાબ :- અફસોસને પાર ન રહે. જ્યારે પહેલા પાંચ લાખ મળ્યા ત્યારે અત્યંત આનંદ થયે. મૂડી વધીને દશ લાખ થયા ત્યારે એથી અધિક આનંદ થયે. એમાં ઘટાડો થઈને દશ લાખમાંથી પાંચ લાખ થયા ત્યારે તે માણસ ખેદ કરવા લાગ્યો. અસ્વસ્થ થઈ ગયો. તેનું કારણ શું ? પહેલાં એને એમ હતું કે મારી મૂડી વધી રહી છે એટલે એને આનંદ હતો, પછી એને એમ થયું કે મારી મૂડી ઘટી ગઈ એટલે ખેદ થશે. જે ધનમાં સુખ હોત તે પહેલા પાંચ લાખ મળ્યા ત્યારે જે આનંદ હતો તે ઘડીને પાંચ લાખ થયા ત્યારે પણ રહેવો જોઈએ, કારણ કે ભલે મૂડી ઘટી ગઈ પણ પાંચ લાખ તે છે ને? ખરેખર જે આ સાચું સુખ હોત તે દુઃખ ન થાત. એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે કે આ સંસારનું સુખ કાલ્પનિક છે.
ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં પણ એવી જ વાત આવી છે કે ચૂલણ રાણી અને દીર્ઘરાજાના દુષ્કૃત્યને સુધારવા માટે બ્રહ્મદરો ટકોર કરી તે તેને બ્રહ્મદત્ત કંટક રૂપ લાગે, તેથી એ કંટકને પિતાના સુખના માર્ગમાં આડે આવતો હોવાથી એનું નિકંદન કાઢવા ઈચ્છે છે. દીર્ઘરાજા રાણીને કહે છે કે, તારે પુત્ર આપણુ બધી વાત જાણે ગયા છે માટે હવે હું તારી પાસે આવીશ નહિ. દીર્ઘરાજાની વાત સાંભળીને વિષયાંધ બનેલી ચલણી રાણી કહે છે કે, નાથ! તમે આ શું બોલ્યા? તમારા વિના તે હું એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી. તમે મારા પુત્રની બીકથી ડરે નહિ. એ તે હજુ નાનું છે. એને આવી કંઈ ખબર પડતી નથી માટે એ આપણા સુખની આડે નહિ આવે. આ તે એણે કોઈ રમત ઊભી કરા લાગે છે તેથી આ કાગડે અને હંસલી લઈ આવીને આવું બોલે છે. જુઓ, ચલણી રાણી કેટલી મેહાંધ બની છે! એને તે એમ લાગે છે કે મારે પુત્ર હજુ નાનું છે. એને સંસાર બાબતની કંઈ ખબર પડતી નથી, પણ એ વાત ભૂલી ગઈ છે કે હું કેની માતા છું? મારે પુત્ર ભવિષ્યમાં કેણ બનનાર છે ! હવે તે પુત્ર માટે થયે છે. શું એ સમજી શકે તેમ નથી ? પણ કામાંધ માણસની સ્થિતિ જ એવી હોય છે. કામાંધ માનવ પોતે જે કંઈ કરે છે તે કઈ જોતું નથી તેમ માને છે, આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે કામાંધ જે બીજે કઈ આંધળો નથી. “માતાળ 7 માં જ ૪ કામાતુર પુરુષને કેઈને ભય પણ નથી લાગતું કે કોઈની લજા પણ નથી આવતી. લાજ શરમ તે નેવે જ મૂકી દે છે.
ભોગમાં અંધ બનેલી ચલણીએ આપેલો જવાબ” – લાજ શરમ છેડીને ચુલણી રાણીએ કહ્યું કે, નાથ ! તમારે વિયેગ હું સહન કરી શકીશ નહિ. મારા પુત્ર વિષે તમે કદી એવી શંકા કરશે નહિ. રાજા કહે છે રાણી! તમને પુત્ર