________________
શોર સિદ્ધિ પ્રત્યે વાત્સલ્ય છે એટલે સાચી વાત સમજી શકતા નથી. બાકી હવે એ આપણું સુખમાં કાંટે બની ગયું છે. હું તે માનું છું કે એ કંટકને ઉખેડીને ફેંકી દેવે જોઈએ. નહિતર આપણું ઉપર ચઢી બેસે, માટે જે હું તને વહાલે હોઉં, જીવનભર મારી સાથે રહેવા ઈચ્છતી હોય તો હું સ્પષ્ટ શબ્દોમાં તને કહું છું કે તારા પુત્ર બ્રાદતને તારે પરલેક ભેગો કરી દેવો પડશે. તે સિવાય હવે મારાથી અહીં રહેવાશે નહિ, કારણ કે આપણી મદમસ્તી ભરી દુનિયામાં એ પથરો થઈને પડ્યો છે. હવે કાં હું તારે નહિ કે કાં એ તારે નહિ ! બોલ, હવે તારે કોણ જોઈએ? પુત્ર કે પ્રિયતમ! એ બાબતને નિર્ણય કરી લેવાની પળે આવી ચૂકી છે. દીર્ઘરાજાના વચને સાંભળીને ચલણી રાણી કહે છે. એ મારા પ્રાણધાર ! એમાં પૂછે છે શું? તમારા માટે તે હું મારા પ્રાણ પાથરી દેવા તૈયાર છું. આપણા સુખમાં ડખલગીરી કરનાર કાળોતરા નાગ જેવા એ બ્રહ્મદત્તને પરલોક પહોંચાડે એમાં તે શી મોટી વાત છે? કારણ કે હજુ એ કંઈ રાજા બની ગયે નથી. રાજ્યની તમામ સત્તાને ઘેર આપણું હાથમાં છે. આપણે સત્તાથી આપણે જે કરવું હોય તે કરી શકીએ તેમ છીએ.
બંધુઓ ! જુઓ, આ સંસાર કે સ્વાર્થમય છે! એક તે વિષયવાસનાનું હલાહલ ઝેર અને બીજું સત્તાનું અભિમાન માણસને કયાં લઈ જાય છે? સત્તાના મદમાં માણસ પોતાને વિવેક અને શાન પણ ગુમાવી દે છે. માતા જેવી માતા બનીને પિતાની મલિન વાસનાનું પિષણ કરવા ખાતર પુત્રને પરલોક પહોંચાડવા ઊઠી છે, કારણ કે એને સત્તાનું અભિમાન છે કે હું રાજ્યની સ્વામિની છું. મારી ઈચ્છા પ્રમાણે કરી શકું તેમ છું. એ છોકરો મારા સુખમાં આડે આવનાર કોણ? મોહ અને અભિમાનમાં એને ખબર નથી પડતી કે હું આવું દુષ્કૃત્ય કરવા બેઠી છું તે મારું શું થશે? આ પાપકર્મનું પરિણામ કેવું વિષમ આવશે? આ સત્તાની ખુમારી એક દિન મારી કેવી ખુવારી કરી નાંખશે? એ તે પોતાના સુખમાં મસ્ત રહે છે, પછી એને કેઈની સારી વાત પણ ગમતી નથી. જ્યારે પોતાના પાપકર્મનું ફળ ભોગવવાને વખત આવે ત્યારે એની સાન ઠેકાણે આવે છે. એક દષ્ટાંત આપીને સમજાવું
એક મોટા શહેરમાં એક શ્રીમંત શેઠ શેઠાણી મોટા આલેશાન ભવન જેવા બંગલામાં રહેતા હતા ને સંસારના સુખ ભોગવતા હતા. એમને ધનનું ખૂબ અભિમાન હતું. અભિમાન તે કેવું ? એમના આંગણે કોઈ ગરીબ દુઃખી માણસ માંગવા આવે તે એનું મુખ જોવામાં પણ આ શેઠ શેઠાણી નાનપ સમજતા. અભિમાન માનવીને ઊંચેથી નીચે પછાડનાર છે. એક અભિમાનની પાછળ ઘણું દુર્ગણે ખેંચાઈને આવે છે. જુઓ, અભિમાનની પાછળ ક્રોધ ખેંચાઈને આવે છે ને તૃષ્ણાની પાછળ માયા ખેંચાઈને આવે છે. આમ ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોના મૂળ ઉપર સંસાર વૃક્ષ લીલું છમને ફાલ્યું ફૂલું રહે છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે,