________________
શારદા સિદ્ધિ
આલોચના કરવાથી જીવ મોક્ષ માર્ગ વિઘાતક અનંત સંસાર વર્ધક એવા માયા, નિદાન અને મિથ્યા દર્શન શલ્યને દૂર કરે છે, અને જુનાવને પ્રાપ્ત કરે છે. ગજુભાવથી માયારહિત બને છે. માયારહિત બનીને સ્ત્રીવેદ અને નપુસંકદને બંધ કરતે નથી. પૂર્વે બાંધેલાં કર્મોની નિર્જરા કરે છે. આલોચના કરવામાં આવા મહાન લાભ રહેલો છે, પણ સંભૂતિમુનિએ ભારે કમપણાને કારણે ચિત્તમુનિએ સમજાવવા છતાં આલોચના કરી નહિ. ત્યાં મુનિ પણાનું આયુષ્ય પૂર્ણ કરીને બંને મુનિરાજે પહેલાં સૌધર્મ દેવલોકમાં ગયા.
બંધુઓ ! માનવ માત્ર ભૂલને પાત્ર છે. છદ્મસ્થપણામાં માણસથી ભૂલ થઈ જાય પણ ભૂલ થયા પછી પોતાની ભૂલનું ભાન થાય અને ભૂલને પશ્ચાત્તાપ થાય તે માણસનું જીવન સુધરી જાય છે. માણસના મહાન પુણયનો ઉદય હોય તે પોતાની ભૂલ બતાવનાર મળે છે, ભૂલનું ભાન કરાવે છે, અને થઈ ગયેલી ભૂલનું પ્રાયશ્ચિત કરાવે છે. સંભૂતિ મુનિને ચિત્તમુનિએ ઘણું સમજાવ્યા, આલોચના કરવાનું કહ્યું છતાં સમજે નહિ તેનું પરિણામ કેવું આવશે તે આગળ આવશે. બાકી ભૂલ કરનાર જે ભૂલ સુધારે તે માનવમાંથી મહામાનવ, પાપીમાંથી પુનિત, ખૂનીમાંથી મુનિ અને ભાલાધારી ભક્ત બની જાય છે. એક દષ્ટાંત દ્વારા સમજાવું
ખાનદાન કુટુંબના માતા-પિતાને એક દીકરો હતે. પિતા પુત્રને નાને મૂકીને ચાલ્યા ગયા હતા. આ છોકરે મટે થતાં કુમિત્રેની સંગે ચઢી ગયો. બાલપણું વીતાવી યુવાન બન્યા. એનું નામ નામદેવ હતું. ડાકુ જેવા મિત્રોના સંગથી ખાનદાન કુળમાં જમેલો નામદેવ માટે ડાકૂ બની ગયે. લોકેના ધનમાલ લૂંટી લઈને તેમને જાનથી મારી નાંખતે હતે. નામદેવ નામથી દેવ હતો પણ એના કામ તે દાનવથી પણ વધારે કર હતા. ખાનદાન કુળમાં એ અંગારા પાક હતો. પુત્રના આવા દુર્તવ્યથી કુળવાન માતાનું અંતર વલોવાઈ જતું હતું. કુળની કીતિ પર કુકર્મને કાળો કુચડે ફેરવીને કુલાંગાર બનેલા પુત્રની પાપી પ્રવૃત્તિથી તે કંટાળી ગઈ હતી. ઘણી વાર એની માતા કહેતી, બેટા! તું કંઈક તે વિચાર કર. આપણું કુળ કેણ? અને તું આ પાકયો? આના કરતાં પથરો પાક્યો હોત તે લોકે કપડાં ધોવત. આમ ઘણી વાર કહે પણ નામદેવ માતાની વાત સાંભળતું નથી, એટલે માતાના દિલમાં ખૂબ દુઃખ થતું. સમાજમાં મુખ બતાવતાં પણ એને શરમ આવતી.
એક દિવસ નામદેવની માતા કહે છે, બેટા ! હું તને કહી કહીને થાકી. હવે એક મારી છેલ્લી શિખામણ તારા ગળે ઊતરે તે સારી વાત છે. નહિતર હું માનીશ કે હે છતે દીકરે વાંઝણી છું. તારા જેવા પાપી પુત્રની માતા કહેવડાવવા કરતાં વાંઝિયાપણું મને વધારે વહાલું છે. તારા જે દીકરે હોય તે શું ને ન હોય તે શું? સાંભળ.