________________
K
શારદા સિદ્ધિ
ને તારા માથે બધી જવાબદારી આવી પડી ત્યારે તારે આવું કરવુ પડયુ ને ? તારી જગ્યાએ હુ' હાત તે હું' પણ એવો બની જાત, માટે તું સકોચ ન રાખ. શાંત થા. માટાભાઈ એ એને ખૂબ સમજાવ્યેા એટલે એનું હૈયુ' હળવુ પડયુ ને મોટાભાઈના
ચરણમાં પડીને માફી માંગી.
અને ભાઈ એને પરસ્પર વાર્તા કરતા જોઈને શાન્તાના આન'ના પાર ન રહ્યો. એ પ્રભુને પ્રાના કરતી હતી કે, ભગવાન! તેં આટલાં વર્ષે અમારા સામું જોયું છે તે મારા માતા સમાન ભાભીને આઘાતમાંથી બચાવી લેજે. બીજે દિવસે ગંગા ભાનમાં આવી ત્યારે પતિના ડાહ્યા થયાના સમાચાર જાણતાં તેને ખૂબ આનંદ થયા. સાથે દિયર દેરાણી અનેને આવેલા જોયા ને બંને ભાઈઓને પ્રેમથી વાતેા કરતા જોઈને એના આનંદના પાર ન રહ્યો. ગગાને સારુ' થયુ' એટલે પ્રેમથી પહેલાંની જેમ રહેવા લાગ્યા, પછી તે એમના પુણ્યાય જાગતા કોઈ સજ્જનના સહકાર મળતાં વેપાર કર્યાં ને માટા શ્રીમત બની ગયા. શ્રીમંત બનવા છતાં પોતાનું પૂર્વજીવન ભૂલ્યા ન હતા. પુણ્યાયથી મળેલા ધનના ગરીબેની સહાયમાં સદુપયોગ કરતા હતા. 'એ ! આ કહાની સાંભળીને તમને સમજાઈ ગયુ' ને કર્માંરાજાની કળા કેવી વિચિત્ર છે! કમરાજા જીવને કયાંથી કયાં પટકી દે છે. માણસની પાસે ગમે તેટલી લક્ષ્મી હોય ને એ માને કે હુ' તેા મહાન સુખી છું પણ કર્માંરાજા એને સુખમાંથી દુઃખમાં કયારે મૂકી દેશે તેની ખખર નથી. ચુલની રાણી ચૌદ સ્વપ્નાનું ફળ સાંભળીને આનંદથી નાચી ઉઠી કે હું તો ચક્રવર્તિની માતા બનીશ. અહાહા.... હું કેટલી ભાગ્યશાળી કે આવા પુત્રની માતા બનવાનુ` સૌભાગ્ય મને મળ્યું. હજી શુ' બનશે તે અવસરે. ચરિત્ર :- મહેલમાં ભીમસેનની શેાધ કરતા હરિસેન” :- ભીમસેન સુશીલા અને મને બાલુડાં તો વગડામાં મહાન કષ્ટ ભેગવી રહ્યાં છે. આ બાજુ સવાર પડતાં રિસેન ભીમસેનને જીવતો પકડી લેવાના તોરમાં ક્રોધથી ધમધમતો ચકમકતી નાગી તલવાર લઈને ભીમસેનના મહેલમાં આવ્યો, પણ મહેલ તો સૂનકાર દેખાય છે. નથી ભીમસેન, નથી સુશીલા કે નથી એમાંથી એક પણ રાજકુમાર. મહેલના એકએક ખંડમાં હિરસેન ઘૂમી વળ્યે પણ રાજા, રાણી કે કુવાના પત્તો ન લાગ્યા, એટલે રિસેન ક્રોધથી ધમધમતો પગ પછાડતો જોરથી બરાડી ઊઠયા કે, અરે ! અહી કોઈ છે કે નહિ ? એટલે યશેાદા થરથર ધ્રૂજતી ત્યાં આવીને ઊભી રહીને પ્રણામ કરીને ખેલી : જી રાજન ! એને જોઈને હિસ્સેન તાડૂકી ઊઠયેા-ભીમસેન કયાં ગયા ? રાણી અને કુંવરો પણ દેખાતા નથી તો બધાં ગયાં કયાં ? યશેાદાએ કહ્યુ: સાહેબ! હું તો મારા રૂમમાં સૂતી હતી. રાજા રાણી કયાં ગયા એની મને કઈ ખબર નથી, એટલે રિસેને ચોકી કરનાર સુભટના સેનાપતિને ખેલાવ્યો ને પૂછ્યું', કે અહી થી કોઈ બહાર ગયું હતું ? સુભટે કહ્યુ: સાહેબ ! અહીથી તો એક ચકલુ પણ ફરકયુ' નથી. અમે તો ઉઘાડી આંખે ને નાગી તલવારું