________________
૨૬ર
શારદા સિદ્ધિ છે એને અંદર પેસવા દેશે તો તમારું જીવન ઝેર જેવું બની જશે. એને વિદાય આપશે તે અમૃતને આસ્વાદ લઈ શકશે, માટે ધર્મના કાર્યમાં ને સંસારના કાર્યમાં બધેથી શંકા ટાળી દે. આપણે શંકા વિષે વાત ચાલતી હતી. જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી જીવને સાચી વાત સમજાય નહિ. તેના કારણે જિનવચનમાં શંકા કરે છે પણ જ્યારે જિનવચન ઉપર શ્રદ્ધા થાય છે ને સંતો દ્વારા સાચી વાત સમજાય છે ત્યારે એને ભ્રમ ટળી જાય છે.
ચાલુ અધિકારમાં ચુલની રાણી અને દીર્ઘરાજા બંને હાંધ બન્યા છે. બંને જણાં સ્વછંદપણે એકબીજામાં આસક્ત બનીને રહેવા લાગ્યા. એમનું બેલવું, ચાલવું, હસવું વગેરે વર્તન પતિપત્ની જેવું બની ગયું. ધીમે ધીમે આ વાત રાજાના ધનુ નામના પ્રધાનના જાણવામાં આવી. માણસ માને કે મારા દુષ્કર્તવ્યને કોઈ જાણતું નથી પણ પાપ કંઈ છાનું રહેતું નથી. પાપને ઘડો ભરાય એટલે ફૂટે છે. ધનુમંત્રી ખૂબ વિચક્ષણ ને ડાહ્યો હતે. એના મનમાં થયું કે અરેરે...ખુદ મહારાણી આવા અનાચારનું સેવન કરે છે. તેને એટલો પણ વિચાર નથી આવતું કે હું કેવા પરાક્રમી પુત્રની માતા છું! કામી મનુષ્ય હિતાહિતને વિચાર નથી કરતે, માટે ભવિષ્યમાં નક્કી રાણી રાજકુમારના હિતને નુકસાન પહોંચાડશે, માટે મારે આ બાબતથી બ્રહ્મદત્ત કુમારને વાકેફ કરે જોઈએ.
''' હવે પ્રધાનને પુત્ર વરધનું બ્રહ્મદત્તને ખાસ મિત્ર હતો. તે બ્રહ્મદત્તની સાથે જ રહેતો, એટલે ધનુપ્રધાને એ વાત વરધનુને કહીને કહ્યું બેટા! તું આ વાત રાજકુમારને ખાનગીમાં કરજે. મેહની વિચિત્રતા કેવી છે કે જે રાજરાણુ ધર્મના સમજનાર ને સતી જેવા હતા તે પણ ઈન્દ્રિયની દુનિગ્રહને કારણે આજે કામાંધ બની વ્યભિચારમાં રક્ત બની ગયા છે. ધિક્કાર છે આ વિષયવૃત્તિને ! અફસોસની વાત છે કે કામાંધ બનેલ છે પિતાના સુવિચારો અને વિવેકને ક્ષણમાત્રમાં ભૂલી જાય છે. આ પ્રમાણે સમજાવીને પ્રધાને પોતાના પુત્ર વરધનુને રાજમાતાના અનાચારની વાત સ્પષ્ટપણે સમજાવી દીધી. સમય મળતાં વરધનુએ એકાંતમાં રાજકુમારને બધી વાત કહી સંભળાવી.
માતાના દુશ્ચારિત્રની વાત સાંભળીને રાજકુમારને ખૂબ ક્રોધ આવ્યો પણ કુમારે નક્કી કર્યું કે હું ખાનગી રીતે તપાસ કરી લઉં, પછી જે કરવું હશે તે કરીશ. બ્રહ્મદત્તકુમારે ખાનગી રીતે દીર્ઘરાજા અને ચુલની રાણીને વર્તાવ જોયો એટલે તેને ખૂબ દુઃખ થયું. એના મનમાં થયું કે હું આ મારી તીક્ષણ તલવારથી પાપી દીર્ઘરાજાના રાઈ રાઈ જેટલા ટુકડા કરી નાંખ્યું. ઘડીકમાં એમ થતું કે હું મારી માતાને જ એવી કઈ શિક્ષા કરું કે જેથી સુધરી જાય, તો ઘડીકમાં એના મનમાં થતું કે આવા પાપભર્યા સંસારનો ત્યાગ કરીને વનમાં ચાલ્યા જાઉં. ઘણું વિચારને અંતે દીર્ઘરાજા અને ચુલની રાણીને પિતાની ભૂલનું ભાન કરાવવા માટે એને એક વિચાર સૂઝે.