________________
શારદા સિતિ
૨૬૩ રાજકુમારે જંગલમાંથી એક કાગડે અને એક હંસલી, અને બીજુ ગોનસ સર્ષ અને પદ્મનાગણી એમ બે જોડી મંગાવી. તેમાં એક સમયમાં કાગડો અને હંસલી, અને બીજી સેયમાં ગેસ સર્પ અને પદ્મનાગણને પરેવીને દીર્ઘરાજા અને ચુલની રાણી બેઠા હતા ત્યાં આવીને તમારા દુશ્ચરિત્રને હું જાણું છું એમ સંકેત કરવા બંને જોડા એમની સામે ધરીને કહે છેઃ હે માતા ! આ કાગડે ને હંસલી અને ગેસ સપ પદ્મનાગણી સાથે કુચાલે ચાલે છે, તેથી મેં એમને સોયથી વીધી નાંખ્યા છે. મારા રાજ્યમાં આ લોકોની માફક જે કુચાલે ચાલશે તેને હું ભાલાની અણુથી વીંધી નાંખીશ. આ સખ્ત દંડ આપીશ એમ કહીને કુમાર બહાર નીકળી ગયે.
આ રીતે બ્રહ્મદત્તકુમારે આડકતરી રીતે સમજાવવા માટે પ્રયત્ન કર્યો. રાજકુમારના આવા પ્રકારના વર્તન જાણીને દીર્ઘરાજાના દિલમાં શંકા થઈ કે રાજકુમારને અમારા દુકૃત્યની જાણ થઈ ગઈ લાગે છે. આ પ્રમાણે તર્કવિતર્ક કરતા દીર્ઘરાજાએ રાણીને કહ્યું: પ્રિયે ! આપણે આ મીઠે સંબંધ તમારા પુત્રની જાણમાં આવી ગયા છે, તેથી તેણે કાગડો અને હંસલી, ગોનસ સર્પ અને પદ્મનાગણી આ બંને યુગલને સેયમાં પરવીને આપણને બતાવ્યા છે. આ ઉપરથી એ આપણને કહી ગયા છે કે જે આવા પ્રકારના અનાચારનું સેવન કરશે તેને હું દંડ આપીશ. તો શું રાજકુમાર અને કાગડા, અને ગનસ સર્પ જે માનીને તેમ જ તને હંસલી અને પદ્મનાગણી રૂપ માનીને આ જાતનું દશ્ય આપણને બતાવે છે ! મને તો આથી ચોક્કસ ખાતરી થાય છે કે આપણું બંને વચ્ચેની પ્રીતિને એ સહન કરી શકતો નથી, તેથી ગુસ્સે થઈને આપણે સંબંધ તોડાવવા માટે એ તત્પર થયો છે. આટલું બોલીને દીર્ઘરાજાએ રાણીની સાથે હસવું–બોલવું, ચાલવું બંધ કરી દીધું.
ચુલની રાણીએ દીર્ઘરાજાને કહ્યું હું મારા પ્રાણેશ ! તમે આવી શંકા ન કરશે. એ મારો પુત્ર હજુ નાનું છે. એને સંસાર વ્યવહારની, દુનિયાદારીની કંઈ ખબર નથી. એ બાળક છે તેથી મનમાં આવે તેમ બેલે છે, માટે આપે એના માટે કઈ શંકા કરવાની જરૂર નથી, ત્યારે દીર્ઘરાજાએ કહ્યું: હે પ્રિયે ! તું ગમે તેમ કહે પણ મને તો લાગે છે કે મારી શંકા સાચી છે. એ આપણા માટે કડક પગલું ભરે તે પહેલાં આપણું માર્ગમાં કંટક રૂપ એવા રાજકુમારને આપણે દૂર કરી દેવું જોઈએ. બંધુઓ ! ભગવાને આઠ પ્રકારના અંધ કહ્યા છે તેમાં જે કામાંધ છે તે બહુ ખરાબ છે. કાગડો રાત્રે આંધળો, ઘુવડ દિવસે આંધળું પણ કામી પુરુષો તો રાત્રે અને દિવસે બંને વખત આંધળા છે. પોતે કોણ છે તે વાત ભૂલી જાય છે. દીર્ઘરાજા તે કામાંધ બો પણ ચુલની રાણી તે ધર્મને સમજનારી પતિવ્રતા સતી હતી તે પણ ભાન ભૂલી ગઈ. જેની કુક્ષીએ ચક્રવતિ જે પુણ્યાત્મા જમ્યો હોય તે આવી કુસંગી બને ખરી? દીકરો હવે મોટો થયે છે ને હું આ શું કરી રહી છું? શું મને આવું વર્તન કરવું શું છે? એ પણ વિચાર ન કર્યો. દીર્ઘરાજાને તે નિશ્ચય થઈ ગયે