________________
૨પરં
શારદા સિદ્ધિ મનમાં થયું કે આ બાઈ બહુ દયાળુ છે. એ જરૂર આપણને ખાવાનું આપશે, ને એના એટલે રહેવા દેશે તે આપણે મજૂરી કરીને કામ કરીને ખાઈશું. પટલાણીએ પૂછયું કે તમે કયું છે ? ત્યારે કહે છે, બહેન ! અમે દુઃખના માર્યા આવ્યા છીએ. આ છોકરા ખૂબ ભૂખ્યા થયા છે. તે ખાવા માટે કજિયા કરે છે ને અમારી પાસે કંઈ નથી. એટલું બેલતાં ભીમસેન અને સુશીલાની આંખમાં આંસુ આવી ગયા, પટલાણી ખૂબ દયાળુ હતી. એણે કહ્યું, તમે ચિંતા ન કરો. હું તમને બધાને હમણું ખાવાનું આપું છું. તમે ખૂબ થાકી ગયેલા છે તે ખાઈ પીને આજની રાત મારા એટલે સૂઈ રહેજે. એમ કહીને પટલાણીએ ગરમાગરમ રોટલી-શાક બનાવ્યા ને સાથે છાશ આપીને બધાને જમાડયા. કેટલા દિવસે આજે રોટલો ને શાક મળ્યા, તે જોઈને છોકરાઓ તે હરખાઈ ગયા. પહેલા બંને છોકરાને પેટ ભરીને જમાડ્યા, પછી જે વધ્યું તે બંને જણાએ ખાઈ લીધું, પછી હાશ કરીને પટલાણીના એટલે સૂતા.
ખેતરમાંથી આવેલા પટેલે ભીમસેન અને સુશીલાને આપેલી ધમકી” -સંધ્યાકાળ સમયે પટલાણને પતિ પટેલ ખેતરમાંથી ગાડું ને બળદ લઈને થાળે પાયે ઘેર આવ્યું, ત્યારે આ તે બિચારા થાક્યા પાકયા બટકું રોટલો ખાઈને સૂતા હતા. તેમને જોઈને ખૂબ ક્રોધે ભરાયે ને જોરથી બોલી ઊઠે કે, આ ભિખારા કેણુ એટલે સૂતા છે? ઊભા થાઓ ને ચાલ્યા જાઓ, ત્યારે ભીમસેન અને સુશીલાએ નમ્રતાથી કહ્યું: ભાઈ! અમે અજાણ્યા માણસે છીએ. દુઃખના માર્યા બહેનની રજાથી એટલે સૂતા છીએ. અમે કંઈ માંગીશું નહિ ને સવાર પડતાં સામેના શહેરમાં ચાલ્યા જઈશું. આજની રાત અહીં સૂઈ રહેવા દો. ખૂબ આજીજી કરી પણ પટેલ સમયે નહિ. એ તે લાકડી લઈને મારવા ઊઠશે. તમે જાઓ છે કે નહી ? નહિતર આ લાકડી જોઈ છે? તમારું માથું ફાડી નાંખીશ. પટલાણીએ પટેલને ખૂબ સમજાવ્યું પણ એ ન સમજે, એ લોકોને સૂતેલા ઊઠાડીને કાઢી મૂક્યા, ત્યારે નિઃસાસે નાંખતા ભીમસેન કહે છે. અરેરે ક્રૂર વિધાતા ! તને અમારી જરા પણ દયા નથી આવતી ? એક રાત તે અમને શાંતિથી સૂઈ રહેવા દેવા હતા ને? એમ કહીને ખૂબ રડયા.
બંધુઓ ! કર્મો ભીમસેન રાજા આદિને કેવા કષ્ટ આપે છે? જે સાંભળતાં આપણું હદય કામ કરતું નથી, તે એમણે કેવી રીતે સહન કર્યું હશે! ભીમસેન, સુશીલા અને બંને બાળકે રાત્રે ગામડાની બહાર જંગલમાં આવ્યા, અને એક ઝાડ નીચે સૂઈ ગયા. જેમ તેમ કરીને રાત પસાર કરી. સવાર પડી એટલે રજના નિયમ મુજબ નવકારમંત્રનું સ્મરણ કરીને આગળ ચાલ્યા. પગ ઊપડતા નથી ને ચાલ્યા વિના છૂટકે નથી. છોકરાઓ તે પાછા ભૂખ્યા થઈ ગયા ને ખાવાનું માંગવા લાગ્યા. એક તે ઘણાં દિવસના ભૂખ્યા હતા. તેમાં પટલાણુંએ રોટલો ને શાક આપ્યા. થોડું ખાધું એમાં કંઈ ભૂખ ડી મટી જાય. આ પેટ તે દુકાળિયું છે. ઘણી ભૂખ લાગી હોય ત્યારે