________________
૨૫૮
શારદા સિલિ ગયો એટલે મેળામાં બેસાડીને પૂછે છે કે તારી મા તને બરાબર સાચવે છે ને ? કેવી રીતે સાચવે છે? મહેશ કહે, દાદીમા ! મારી મા તે મને ખૂબ સાચવે છે. મારી મા તે મા જ છે. દુનિયામાં એવી મા કેઈને નહિ હોય, ત્યારે ડેશીમા કહે છે, એ તને ગમે તેવું સાચવતા હોય પણ તારી સગી મા નથી. એ તે તું જાણે છે ને? મહેશ કહે–દાદી! તમે આમ કેમ કહો છે? મારી મા તે મને એટલો બધે સાચવે છે કે સગી કે ઓરમાન માતાને ભેદ રાખતી નથી. મને તે એટલો બધે સાચવે છે કે મારી સગી માની યાદ આવવા દેતી નથી, માટે તમે મને એવું ન કહેશે. એમ કહીને છેક ચાલ્યો ગયો.
બંધુઓ ઈર્ષાની આગ કેવી ભયંકર છે! ઉન્નતિના શિખરે પહોંચનાર પવિત્ર મનુષ્યને પણ અધોગતિની ખાઈમાં પટકી દેનાર ઈર્ષ્યા છે. ઈર્ષ્યાળુ માણસ બીજાની ઉન્નતિ જોઈને બળી જાય છે અને બીજાને કેમ હલકો પાડે એવી એની દૃષ્ટિ હોય છે. ઈષ્યાળુ માણસ ઈર્ષાની આતશબાજીમાં રાજી થઈ પોતાની જાતને કાજી ભલે માનતા હોય પણ પાછમાં એને પ્રથમ નંબર છે. ઈષ્યાળુ કઈ પણ કામ શાંત ચિત્તો કરી શકતો નથી. તે બીજાની શાંતિમાં આગ ચાંપવાની પ્રવૃત્તિ કરે છે. ખરેખર, તે પિતાની દષ્ટિ પ્રમાણે જગતને માપે છે. પિતાના સિવાય એને કઈ સારું દેખાતું નથી. કોઈની પ્રશંસા સાંભળીને એના કાનમાં જાણે કડકડતું તેલ રેડાતું ન હોય એવી વેદના થાય છે. એ બીજાના દેષ ન હોય તે પણ એનામાં દેવોનું આપણું કરી નિર્દોષને દેષિત ઠરાવે છે ને પિતાને સારે બતાવે છે. આ દુનિયામાં બધું ત્યાગવું સહેલું છે પણ ઈષ્યને ત્યાગ કરવો ઘણે મુશ્કેલ છે. ઈષ્ય એ એક ડાકણ છે. એ જેને વળગે એ બીજાની સામે ઘુરકિયાં કરી હેરાન પરેશાન કરે છે. ઈર્ષ્યાળુ માણસ પિતાની આરાધના ગુમાવે છે ને બીજાને હેરાન કરે છે. હાથમાં માળા ફેરવત હાય પણ મનમાં તે બીજાને સપડાવવાની ઘટમાળા રચતો હોય છે. જયારે માનવીના મનમાં ઈષ્યને આવેગ ઉછાળા મારે છે ત્યારે માનવ માનવ નથી રહેતે પણ દાનવ બની જાય છે. બીજાનું અહિત કરતાં એને સહેજ પણ આંચકે નથી આવતું. ઈષ્યાળ વૃત્તિ એટલે શ્વાનવૃત્તિ. એક કૂતરે ગોળ ખાતો હોય ને બીજે કૂતરો રેલાનું બટકું ખાતો હોય તે પેલો કૂતરે ગોળનું બટકું છોડીને પેલા કૂતરાના મોંમાંથી રોટલાનું બટકું પડાવી લેવા ભસવા લાગે છે. પરિણામે ગેળ અને રોટલો બંને ગુમાવી દે છે. પિત ખાતે નથી ને બીજાને ખાવા દેતો નથી. આ રીતે ઈષ્યાળુ માણસ પણ અભ્રષ્ટ, તતભ્રષ્ટ જે બની જાય છે. ઈષ્યનું કુટુંબ ઘણું વિશાળ છે. સાંભળો. ઈર્ષાના પિતા ક્રોધ, નિંદા એની માતા, માન મેટેભાઈ અને મમતા એની બહેન છે. આ વિશાળ કુટુંબમાં વસેલી ઈર્ષ્યાના પાશમાં સપડાયા પછી છટકવું બહુ મુશ્કેલ છે. ઈર્ષાળુ ઈર્ષાના જેરથી પિતાનું બધું જલાવી દઈને પણ બીજાને બરબાદ કરવા મથે છે. ભલે મારું સુખ ચાલ્યું જાય પણ બીજે સુખની શય્યામાં આળોટે ન જોઈએ.