________________
શારદા સિદ્ધ
૨૫૦ આ ઈર્ષાળુ ડોશીમા મહેશને વારંવાર બોલાવીને એની માતાના અવગુણ બોલવા લાગી ત્યારે છોકરે કહે છે, દાદીમા ! તમે એવું ન બોલશે. મારે નથી સાંભળવું. તો પણ ડોશીમા તો લેકચર ચાલુ રાખતા. એક દિવસ કહે છે, દીકરા ! તું મારી વાત સાચી નથી માનતો પણ તું ભૂલે છે. તારી મા તો સ્ત્રી ચરિત્ર ભજવી રહી છે. એને કોઈ પહોંચી શકે નહિ. ભલભલા બ્રહ્માજી પણ સ્ત્રી આગળ પાણી ભરે છે. નારીઓને તે ઘણું નાટકો ભજવતાં આવડે. તું તો હજુ નાનું છે, તને શું ખબર પડે કે સ્ત્રીઓના મેંઢામાં મધ હોય છે ને હૃદયમાં તે ઝેર ભર્યું હોય છે. બેટા! તું મને સાચું કહે કે એ તને શું ખાવાનું આપે છે? છેકરે કહે, દાદીમા ! મારી માતા એના દીકરા કરતાં પણ મને વધારે દૂધ આપે છે. એમાં કાળું કાળું કંઈક નાખે છે જે બેટા! એ કાળું કાળું જે નાંખે છે ને એ ઝેર જ નાંખતી હશે, માટે કાલથી તું દૂધ પીતે નહિ, નહિતર મરી જઈશ, ત્યારે મહેશ કહે છે તે મને રેજ એવું નાંખીને આપે છે. જે ઝેર હોય તે હું મરી પડે? એ ધીમું ધીમું ઝેર નાંખતી ન જાઉં! એટલે ડોશીમા કહેઃ બેટા! તું ના કહેવાય, તને શું ખબર હશે. એક દિવસ એ તારા પ્રાણ લેશે, માટે હવે તું દૂધને અડીશ નહિ.
“ચઢવણથી ચઢેલા બાળકની માતા પ્રત્યે શંકા” કુમળા ફૂલને જેમ, વાળે તેમ વળી જાય. મહેશના મનમાં આ વાત ઠસી ગઈ. બીજે દિવસે માતાએ રોજની જેમ પ્રેમથી દૂધને ગ્લાસ આપે પણ હવે તે એને માતાના પ્રેમભર્યા વર્તન ઉપર શંકા થઈ છે, એટલે કહે છે મારે દૂધ નથી પીવું, ત્યારે પ્રેમાળ માતા કહે છેઃ બેટા ! તને શું થયું છે? તું દૂધ પીવાની કેમ ના પાડે છે? તને ઠીક નથી ? ત્યારે મહેશ ગુસ્સો કરીને કહે છે, મારે નથી પીવું. એમ કહીને રમવા ચાલ્યો ગયો. બપોરે જમવા બેલા તે પણ ન આવ્યો, એટલે માતા કહે છે બેટા! તું શા માટે આમ કરે છે? તારે જે ખાવું હોય તે બનાવી દઉં પણ તું ખાઈ લે. તું ભૂખ્યા રહે તે મને ખાવું કેમ ભાવે ? આ રીતે માતા કાળે કપાંત કરે છે પણ છોકરો ખાતે નથી ને કેમ નથી ખાવું એ કહેતા નથી. બપોરે એના પિતા ઘેર આવ્યા એટલે માતાએ એના બાપને વાત કરી કે જુઓ ને આપણુ મહેશને શું થયું છે તે મેં એને કેટલું સમજાવ્યું છતાં ખાતું નથી. બાપે પણ છોકરાને ખૂબ સમજાવ્યો તે પણ ખાતે નથી એટલે કહે છે ભલે ભૂખ્યો રહે. કયાં સુધી નહિ ખાય ? એ સ્કૂલે જાય ત્યારે વાપરવાના પૈસા આપે એમાંથી ચણા મમરા ખાઈ લેતે. અગર એના મિત્રને ઘેર જાય ને આગ્રહ કરે તે જમી લે પણ ઘરમાં કાંઈ પણ ન ખાય.
માતા તે વલોપાત કરે છે કે મારા દીકરાને શું થઈ ગયું છે કે એ ખાતે નથી. આઠ દિવસ એણે ખાધું નહિ તે એની માતા પણ એની પાછળ અડધી થઈ ગઈ. સમજાવી સમજાવીને થાકી પણ ન ખાવાનું કારણ પણ ન જણાવ્યું ત્યારે માતાને