________________
શારદા સિદ્ધિ
૨૫૭ એની પાસે ગયે તે સપડાઈ જઈશ. માયાની જાળમાં ફસાયેલો માનવી ધર્મની કે સંસારની કઈ પણ ક્રિયા કરે છે તે અંતરમાં માયા રાખીને કરે છે. પરિણામે તેને આત્માને લાભ પ્રાપ્ત થતું નથી. બીજુ શલ્ય છે નિયાણું. નિયાણું એટલે તે તમે સાંભળી ગયા ને? કરેલી કરણીને વેચવું તેનું નામ નિયાણું. ધર્મમાર્ગની, સંયમ માર્ગની, આરાધના કરતાં મને આ ભવમાં માન-પાન, સુખ સમૃદ્ધિ મળે, પરભવની અંદર દેવેન્દ્ર કે ચક્રવતિની સિદ્ધિ મળે એવી અભિલાષા સેવવી નહિ. ધર્મ પ્રભાવે સુખની ઈચ્છા કરવા જતાં ભની વૃદ્ધિ થાય છે ને આત્મસમૃદ્ધિ ખતમ થાય છે. સંભૂતિ મુનિએ નિયાણું કર્યું તે બ્રહ્મદત્ત ચક્રવતિ બન્યા. જે વ્યક્તિ ધર્મકરણીના ફળનું નિયાણું કરે છે તેના ફળ સ્વરૂપે ભૌતિક સુખ મળે છે પણ આત્માને અખંડ આનંદ લૂંટાઈ જાય છે. તે જ કામ ભાગમાં અને પરિગ્રહમાં મસ્ત રહેવાથી ગતિમાં જાય છે.
ત્રીજું શલ્ય છે મિથ્યાદશનશલ્ય. આ શલ્ય જીવને જિનવચન ઉપર શ્રદ્ધા થવા દેતું નથી. ક્ષણે ક્ષણે એ જીવને બેટા સંશ ઊભા કરાવે છે. જિનવચનમાં શંકા થાય એટલે સમ્યકત્વ જાય. શંકાશીલ વ્યક્તિ કેઈને પ્રેમ સંપાદન કરી શકતી નથી. - એ ગુણવાન વ્યક્તિને પણ છિદ્ર જોયા કરે છે, પણ એના પ્રેમભાવની કદર કરી શકતો નથી. શંકા એ ડાકણ જેવી છે. દુનિયામાં રોગનું ઔષધ છે પણ વહેમ-શંકાનું કઈ ઔષધ નથી. હું એક દષ્ટાંત આપાને સમજાવું.
એક ગુણિયલ ને પવિત્ર બહેન પરણીને સાસરે આવી ત્યારે મરનાર બહેનને એક બા હતું. તેને તે ખૂબ વહાલથી ને પ્રેમથી રાખતી. સમય જતાં તેને પણ બે બાબા થયા. આ બહેન ખૂબ સમજુ અને વિચારશીલ હતી. તેને વિચાર થયે કે લોક કહે છે કે “ઓરમાયા એશિયાળા” તે આ કહેવતને મારે બેટી પાડવી છે. હું મારા દીકરા કરતા ઓરમાન દીકરાને વધુ સાચવીશ. આ માતા પિતાના દીકરા કરતાં ઓરમાન દીકરાને વધારે સાચવે છે. કપડાં પહેરવામાં, જમવામાં, દૂધ પીવામાં બધામાં પિતાના પુત્ર કરતાં ઓરમાન પુત્રને અધિક રાખે છે. ઓરમાન પુત્રનું નામ છે મહેશ. મહેશને વાયાપ્રકૃતિ વધારે હતી એટલે માતા એને દૂધમાં બે ત્રણ કાળા મરીના દાણું નાંખીને આપતી. માતાના ખૂબ પ્રેમને લીધે મહેશને ક્યારે એમ નથી થયું કે મારે માતા નથી. પત્નીને બાળક પ્રત્યે અતિનેહ જોઈને પતિને ખૂબ સંતોષ હતું. આ કુટુંબ આનંદથી રહેતું હતું, પણ આ સંસાર એ વિચિત્ર છે કે કેઈને આનંદ કે સુખ કઈનાથી સહન થતું નથી.
“ઈર્ષ્યાળુ ડેશીમા’ :-એમની બાજુમાં એક વૃદ્ધ ડોશીમા રહેતા હતા. એનાથી આ લોકોનું સુખ સહન થયું નહિ એટલે કંઈક પથરે મૂકું તે ઠીક થાય એમ વિચાર કરીને ડોશીમા મહેશને કહે છે બેટા! અહીં આવ. મહેશ એની પાસે શા. ૩૦