________________
શારદા સિદ્ધિ
૨૫૩ થોડું ખાવાનું મળે ત્યારે ઊલટી ડબલ ભૂખ લાગે છે. ભીમસેન અને સુશીલાએ તે બટકું બટકું રોટલો ખાધે હતા. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે, અરેરે...આપણાં કેવા કર્મોને ઉદય છે કે કે આપણને એટલે પણ સૂવા દેતું નથી. એમ કર્મોને દોષ આપતા પુત્રોને સમજાવતાં ધીમે ધીમે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના પાદરમાં આવી પહોંચ્યા.
એક સરોવર દેખ મનહર, શીતલ છાયા અંબ,
તીનાં કે રખકર ભૂપ શહરમેં, ચલા ન કરી વિલંબ, નગરના પાદરમાં એક સુંદર મનોહર સરોવર જોયું. તેની બાજુમાં એક મોટું આંબાનું વૃક્ષ હતું. ભીમસેન પણ ખૂબ થાકી ગયો હતો એટલે બધા આ સરોવરની પાળે આંબાના ઝાડ નીચે બેસી ગયા. થેડી વાર વિસામે ખાઈને ભીમસેને સુશીલાને કહ્યું-તું અને આ બંને કુમારે ઝાડ નીચે બેસીને આરામ કરો. હું નગરમાં જઈને તમારા બધા માટે ખાવાનું લઈને તરત પાછા આવું છું. એમ કહીને ભીમસેન નગરમાં ગયે ને સુશીલા અને બંને બાળકે આંબાના ઝાડ નીચે બેસીને નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ભીમસેનનું પ્રથમ વાર આગમન” :ભીમસેન ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના મુખ્ય દરવાજે થઈને ચાલતા ચાલતે મધ્ય બજારમાં આવ્યો. મુખ્ય બજારમાં ઘણી મોટી મોટી દુકાન હતી. વેપાર ધમધોકાર ચાલતા હતા. લેકે અનેક જાતની ખરીદી કરતા હતા એટલે બજારમાં ખૂબ ભીડ હતી. એ ભીડમાંથી પસાર થઈને ભીમસેન એક વેપારીની દુકાન આગળ આવ્યો. બધી દુકાનોમાં એ એક જ એવી દુકાન હતી કે જ્યાં કઈ ઘરાક ન હતું. બાકી દરેક દુકાને ઘરાકની ભીડ હતી, એટલે આ વેપારી આતુર નયને ગ્રાહકે સામે જેતે હતે. ભીમસેનને બીજી દુકાનના ઓટલે જગ્યા મળે તેમ ન હતું, તેથી આ ઘરાક વિનાની દુકાનના ઓટલાની એક બાજુએ જ્યાં કેઈને આવવા જવાની અગવડ ન પડે તે રીતે બેઠે ને વિચાર કરવા લાગ્યું કે હવે મારે શું કરવું? ભોજનની વ્યવસ્થા ક્યાંથી કરવી?
ભીમસેનના પગલે ઘરાકની ભરતી” – ભીમસેન દુકાનના ઓટલે આવીને બેઠો ને થોડી વારમાં જ અચાનક આ ઘરાક વિનાની સૂની દુકાને કીડીયારાની માફક ઘરાકે ઊભરાયા. એટલી બધી ભીડ જામી ગઈ કે જોતજોતામાં વેપારીને બધે માલ ખપી ગયો ને વેપારમાં સારો નફે થે. વેપારી વિચાર કરવા લાગે છે, અહો! આજે આ શું? મારે ત્યાં ઘરાક આવતા જ નથી ને આટલી બધી ભીડ ! અને આજના જેટલો નફે મેં જિંદગીમાં પ્રથમ વાર જે. મારો બધો માલ ખપી ગયે, માટે મારી દુકાને આજે કઈ પુણ્યવાન પુરુષના પગલા થયા હોવા જોઈએ. એમ વિચાર કરીને શેઠે બહાર નજર કરી તે પિતાની દુકાનના ઓટલા પર ભીમસેનને બેઠેલો જોયો. એને