________________
શારદા સહિ.
૨૫૧
જીવવાની નથી, પછી તું ગમે તેટલા માથા પછાડીશ તે આ બહેન તને મળવાની નથી. આ મારો દઢ નિશ્ચય છે. જે મોડે પડીશ તે હે જૂનાગઢના રાજા! તારી બહેનનું મુખ તું નહિ જોવે. કલેવર જોઈશ પછી મનની મનમાં રહી જશે અને મારી વીરપસલી તથા કપડાનું દેણું તારા માથે રહી જશે, માટે હે વીરા ! તું વહેલો આવજે. મને વિશ્વાસ છે કે મારે વીરા આવ્યા વિના નહિ રહે.”
બંધુઓ! કંઈક બહેનેના આંસુ લૂછવા ધર્મના ભાઈ બનજે. કદાચ કઈ પાપના ઉદયથી ભાઈ-બહેન સાથે અણબનાવ થયે હોય તે આજે તેડી નાંખજે ને બહેનની આંતરડી ઠારજે. રા' નવઘણુ સદેશે વાંચે છે. તેના લગ્નના ચાર દિવસ બાકી છે. પહેલા ચિઠ્ઠી વાંચતા ખ્યાલ ન આવ્યો કે તેને સંદેશ છે? પછી બનેવીને જોઈને ઓળખી ગયે. અહે, હું કયાં ભૂ? જેમ ચિઠ્ઠી વાંચતે ગમે તેમ બાલપણની સ્મૃતિ તાજી થઈ. આંખમાંથી દડદડ આંસુ પડયાજ્યારે જાહલ રાખડી બાંધતી ત્યારે કહેતી. વીરા! મારે અત્યારે કંઈ નથી જોઈતું. મને સમય આવ્યે બદલો આપજે. અત્યારે સાચી વીરપસલી આપવાનો સમય આવ્યે છે. લગ્નના ચાર દિવસ બાકી છે. હવે કયાં જવું એ વિચાર ન કર્યો. તરત સૈન્ય લઈને સિંધ દેશમાં પહોંચી ગયે, અને હમીર સુમરાને હરાવીને બતાવી દીધું કે, મારી બહેન નિરાધાર એકલી નથી પણ , હજાર હાથવાળો ભાઈ તેની રક્ષામાં તૈયાર બેઠો છે. રા' નવઘણે બહેનને હમીરના પંજામાંથી મુક્ત કરાવી એના શીલનું રક્ષણ કર્યું. આનું નામ સાચે વીર. ભાઈ બને તે આવા બનજે. (આ કહાની પૂ. મહાસતીજીએ ખૂબ વિસ્તારપૂર્વક રજૂ કરી હતી. અહીં તેની ટૂંકી નેંધ લખી છે.)
ચરિત્ર -ચરિત્રમાં પણ કાળજુ કંપાવતી કરુણ કહાની આવી છે. જંગલમાં ભીમસેન અને સુશીલાને સંતના દર્શન થયા. સંત ચાલ્યા ગયા પછી આ લેકે આગળ ચાલ્યા, પણ કેમેય કયું શહેર આવતું નથી. દૂરથી દેખાય છે પણું થાકેલા પગે ને ભૂખ્યા પેટે જાણે દૂર દૂર જતું હોય તેમ લાગ્યું. હવે તે આટલું ચાલવું પણ ભારે થઈ પડયું છે. છેકરાઓ તે ખાવાનું માંગે છે ત્યારે શું આપવું તે ચિંતામાં સુશીલા અને ભીમસેનના હોશકોશ ઊડી જાય છે કે શું કરવું ? બંને જણાં ખૂબ રડે. છે. છેકરાઓનું દુઃખ જોયું જતું નથી. મા–બાપને રડતા જોઈને છોકરાઓ કહે છે, બા-બાપુજી ! અમે ખાવાનું માંગીએ ત્યારે તમે રડો છે. બેભાન થઈ જાઓ છે. તે હવે અમે ખાવાનું નહિ માંગીએ, પણ તમે છાના રહે. એમ કહીને મા બાપને સમજાવે છે. આમ કરતાં ચાલતાં ચાલતાં આગળ જાય છે ત્યાં વચમાં એક નાનકડું ગામડું આવ્યું એટલે તેઓ ગામડામાં ગયા. આ ગામડામાં પટેલના ઘર હતા. એક પટલાણીને આ લેકની ખૂબ દયા આવી. પટેલ તે સવારના ઊઠીને ખેતરમાં ગયે હતે. પટલાણીએ એમને પ્રેમથી બોલાવીને પિતાના ઓટલે બેસાડયા ને પાણી પાયું, એટલે એમના