________________
ચારા સિદ્ધિ
૨૪૯ જાત ખુવાર કરી નાંખી. પોતે ચાલ્યા જાય તે નવઘણનું શું થાય એ વિચારથી પત્ર લખે છે ત્યારે ઉગ કહે છે, માતા ! તું શા માટે ગભરાય છે? જેજે, નાના બાળકના જવાબમાં પણ કેટલી ખુમારી ભરી છે.
રાને રાખણહાર, જગમાં જશ બહુ વધશે,
ધીરજ મનમાં ધાર, ઉગો તું જ કુખે ઉપન્યો. પુત્ર કે ડાહ્યો છે. પોતે હસતે મુખડે મૃત્યુને ભેટવા તૈયાર થયે, માતા ! આ તે હું એક જ છું પણ રાજાનું રક્ષણ કરવા માટે મારા જેવા હજારે ઉગાનો ભંગ આપવું પડે તે આપવો જોઈએ. રા'નવઘણને સંતાડી તેનો વેશ ઉગાને પહેરાવી દીધે, રાજાએ સૂબાને કહ્યું હતું કે રાનવઘણ આપે ત્યારે તું તેનો ચહેરો જોજે. રા'નવઘણ નહિ હોય ને એનો પુત્ર હશે તે એનો ચહેરે કરમાઈ જશે અને એનો નહિ હોય તે ચહેરે નહિ બદલાય. આહિર રાણીએ હસતા મુખે પુત્રને સેં, એટલે આવનાર સમજી ગયો કે આ તેનો પુત્ર નથી પણ રા'નવઘણ છે. જીવતા દીકરાને મૃત્યના મુખમાં મોકલી દેવો એ જેવું તેવું કામ નથી.
નવઘણને બચાવવા પુત્રને આપેલો ભોગ” -ઉગાને લઈને સૂબાના માણસ આવી પહોંચ્યા. નવઘણના વેશમાં ઉગાને આવેલો જોઈને દેવાયતને આનંદ થયો. ચડાઉ માણસ હજુ રાજાને કહે છે કદાચ તેને પુત્ર પણ હાય માટે તેની પરીક્ષા કરવા દેવાયતના હાથમાં તલવાર આપી તેની પાસે મરાવે ને તેની આંખના ડોળા કાઢીને તેની પત્ની પાસે ચગદાવી નાંખો. આમ કરે તે માનજે કે આ રા'નવઘણ છે. સૂબાના કહેવા પ્રમાણે હૈયામાં હિંમત ભેગી કરીને તલવારના એક ઝાટકે ઉગાના બે કટકા કરી નંખાવ્યા અને તેની સ્ત્રીને બોલાવીને ડોળા પગ નીચે કચરાવી નાંખ્યા છતાં આંખમાં આંસુનું એક ટીપું પણ ન આવવા દીધું. જે આંસુ પડે તો સમજી જાય કે આ રા'નવઘણુ નથી પણ તેને પુત્ર છે. એક રાજકુમારને બચાવવા પિતાના પુત્રનું બલિદાન આપ્યું. અહાહા...શરણે આવેલાનું કેટલું રક્ષણ. રા'નવઘણ અને જાહલ સગા ભાઈ બહેનની જેમ રહે છે. જ્યારે રક્ષાબંધનને દિવસ આવે ત્યારે જાહલ નવઘણને રાખડી બાંધતી, નવઘણ એને કંઈક આપવાની ઈચ્છા કરતો પણ ત્યારે એની પાસે શું હોય? ત્યારે જાહલ કહેતી વીરા! મારે અત્યારે તારી પાસેથી વીરપસલી નથી જોઈતી પણ જ્યારે તું જુનાગઢને મહારાજા બનીશ તે વખતે જરૂર પડશે ત્યારે હું તારી પાસેથી વીરપસલી માંગી લઈશ.
સમય જતાં જાહલ મોટી થઈ. એના લગ્ન લીધા. લગ્નમાં દેશદેશમાં જેટલા આહિર લોકો રહેતા હતા તે બધાને આમંત્રણ આપીને બોલાવ્યા. જાહલના લગ્ન થઈ ગયા. આ વખતે રા'નવઘણ અઢાર વર્ષને થયે છે. જાહલના લગ્ન પછી બધા આહિરેને સાથે લઈને જૂનાગઢ ઉપર ચઢાઈ કરી અને જુનાગઢ જીતી લીધું. ને રાનવઘણને જૂનાગઢને રાજા બનાવ્યા. રા'નવઘણ રાજા બન્યા પણ માતા પિતાનું સારી