________________
૨૫૦
શારદા સિદ્ધિ રીતે રક્ષણ કરે છે. થોડા સમય પછી દેવાયત અને તેની પત્ની મૃત્યુ પામ્યા. નવઘણે એના માતા-પિતાને ઉગાની ખેટ જરા પણ સાલવા દીધી ન હતી, અને બહેન જાહલનું પણું પૂરું ધ્યાન રાખતો હતો, જાહલના લગ્ન વખતે નવઘણ હાથગરણું આપવા ગયે ત્યારે જાહલે કહ્યું હતું કે, “વીરા ! અત્યારે મારે તારી પાસે કંઈ જોઈતું નથી, પણ જ્યારે મારા માથે આભ ફાટે ત્યારે તું થીંગડું દેવા આવજે, ત્યારે હું પસલી લઈશ.”
શીલની રક્ષા માટે બહેનને ભાઈને સદેશો” – એક દિવસ એવે આવ્યો કે જાહલ જે દેશમાં રહે છે ત્યાં ભયંકર દુષ્કાળ પડે એટલે આહિરે પોતાનું પશુધન લઈને સિંધમાં ગયા. એક વખત હમીર સુમર (સિંધને રાજા) ઘેડે બેસીને ફરવા જતો હતો ત્યારે જાહલને તળાવમાં સ્નાન કરતી જોઈ ગયે ને તેના રૂપમાં મુગ્ધ બને. અહો ! આતે કેઈ દેવાંગના લાગે છે! તેના રૂપમાં મેહિત થઈને તેના શિયળ પર તરાપ મારવા તેની ઝૂંપડીએ આવ્યું, એટલે જાહલ ચારિત્રના રક્ષણ માટે બેટું બોલી કે, મેં છ મહિનાનું બ્રહ્મચર્યનું વ્રત લીધું છે. તે વ્રત મને પૂરું કરવા નહીં દો તે હું જીભ કરડીને મરી જઈશ. સિંધ દેશના રાજાએ જાહલને નજર કેદમાં રાખી. જાહલને પતિ ખૂબ રડે છે, ત્યારે જાહલ કહે છે આપ રડશે નહિ. તેણે એક ચિઠ્ઠી લખીને બારણાની તિરાડમાંથી નાંખી અને કહ્યું, તમે જૂનાગઢ પહોંચી જાવ. એ મને વિશ્વાસ છે કે મારે ભાઈ જરૂર મારી વહારે આવશે. ચિઠ્ઠીમાં લખ્યું છે, મારા ધર્મવીરા! મારા પર સંકટ આવી પડ્યું છે. હમીર સુમરાએ મને રોકી રાખી છે. મેં તેને છ માસની મુદત આપી છે. આ તારી બહેન તારા પર મીટ માંડીને બેઠી છે, માટે મારા વીરા ! તું વહેલો આવજે.
હું દેવાયત તણી વિશ, જાહલના માથે દુઃખના દરિયા ફરિયા,
સુણજે નવસેરઠના નૃપતિ, મારી જીભના માનેલ મામરિયા, - તારી બહેનના માથે આજે દુઃખના ડુંગરા ઊતરી પડ્યા છે. મારા લગ્નના માંડવા નીચે વીરા તે કોલ દીધે હતો તે દિવસે તારી પાસે કંઈ માંગ્યું ન હતું, ત્યારે તે કહ્યું હતું કે, બહેન ! તારે જ્યારે જરૂર પડે ત્યારે તું માંગી લેજે, વીરા ! એ કેલના મૂલ અત્યારે થાય છે. તું રાજા થઈને ભૂલી જઈશ નહિ. તારી રક્ષા ખાતર મા જ એકને એક ભાઈ હેમાઈ ગયે. તેને બચાવવા માતાએ મને દૂધપાન કરતી છેડાવીને તને દૂધપાન કરાવ્યા છે. તું સુખમાં પડીને મને ભૂલી ગયે ને માતા પિતાના ઉપકારને ભૂલ્યા. ભલે તું બધાને ભૂલ્યો પણ તારી બહેનને એક સતી સમજીને એના શિયળનું રક્ષણ કરવા બહેનની વહારે વહેલો આવજે. જે તું વહેલો નહિ આવે તે હું જીભ કરડીને મરી જઈશ પણ મારું ચારિત્ર જવા દઈશ નહિ
જો મુદત માસ ની વીતશે, તને સત્ય વચન કહે વીર,
જાહલ મુખ જોઈશ નહિ, ને રેતે રહીશ રણધીર વિરા! યાદ રાખજે. છ માસની મુદત પૂરી થશે પછી એક દિવસ પણ હું