________________
૨૪૮
શારદા સિતિ શેભાવનાર આ નવઘણકુમારને જાનના જોખમે મૃત્યુ સાથે જંગ ખેલીને તારે ત્યાં લાવી છું. તેનું તું રત્નની જેમ જતન કરજે. આ રાજ્યનું બીજ છે. જે તે જીવતે હશે તે માટે થતાં રાજ્યને મુસલમાનના પંજામાંથી છોડાવશે. દાસી આ ફૂલ જેવા બાળકને સોંપીને ભલામણ કરી ચાલી ગઈ. આ દેવાયત આહિરને ઉગા નામને પુત્ર અને જાહલ નામની છ મહિનાની દીકરી છે. જાહલ અને નવઘણ સરખી ઉંમરના છે. આહિર વિચારે છે કે આ રાજ્યનું બીજ છે. એના ઉપર આશાના મિનારા છે. એ જીવતે હશે તે હિંદુઓનું રક્ષણ કરશે. એટલે જાહલની માતા પિતાની દીકરીને દૂધપાન કરાવતી છોડાવીને નવઘણને દૂધપાન કરાવતી, અને જાહલને બીજું દૂધ પીવડાવતી. બાળપણથી નવઘણના કપાળમાં રાજ્યનું તેજ ઝળહળતું હતું. ગામડાના ભરવાડી વેશમાં પણ દેખાઈ આવતું કે આ રાજકુમાર છે. સમય જતાં નવઘણ ૧૦ વર્ષને થયે.
એક વખતના પ્રસંગમાં દેવાયતને તેના ભાઈ સાથે તકરાર થઈ એટલે મનમાં ૌરની ગાંઠ બાંધી લીધી અને જૂનાગઢના રાજાને ચઢાવ્યો ને કહ્યું, તમે શાંતિથી બેઠા છે પણ બેડીદાર ગામમાં દેવાયત આહિરને ત્યાં તમારે શત્રુ નવઘણ તૈયાર થઈ રહ્યો છે. આ સમાચાર સાંભળીને જૂનાગઢના રાજા દેવાયતને ત્યાં આવ્યો. આવીને કહે છે તું જે માંગે તે આપું પણ મને રા'નવઘણને સેંપી દે. દેવાયત કહે છે, મારે ઘેર રા'નવઘણ છે જ નહિ તે કયાંથી આપું? આખરે દેવાયત ન માને તેથી તેના પર રાજ્યદ્રોહનો આરોપ મૂકી જૂનાગઢ લઈ જઈ કેદમાં પૂરી દીધો અને એવી કડક શિક્ષા કરવા લાગે કે એના પગની ઘૂંટીમાં સારડી મૂકીને લાકડાની જેમ વધતા પગ અને હાથસારડી મૂકીને કાણું કરી નાંખ્યાં ને આખું શરીર વીંધી નાંખ્યું. કેવી ભયંકર વેદના થઈ હશે ? પણ એટલું ઝનૂન છે કે મારા પ્રાણ જશે તે કુરબાન પણ શરણે આવેલાનું રક્ષણ તે કરવું જ જોઈએ. મારા મરણ પછી રા'નવઘણનું શું થશે એમ વિચાર કરી બેઃ મને આવું કષ્ટ ન આપશે. રા'નવઘણ મારે ઘેર છે. તે વખતે હું અસત્ય બોલ્યા હતા. હું તમને મંગાવી આવું છું.
દેવાયતે ચિઠ્ઠી લખી સૂબાના માણસને તેની પત્ની પાસે મોકલ્યો. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારાથી કો સહન થતા નથી, માટે તું રાખીને વાત કરજે ને નવઘણને અહી મોકલી દેજે, આહિર રાણી ચિઠ્ઠી વાંચીને સમજી ગઈ ને પિતાના પુત્ર ઉગાને બેલાવીને કહે છે, ઉગા! આજે મારી ને તારી કસોટી છે. બેટા ! મોટું ધર્મસંકટ આવ્યું છે. બધી વાત કરી. શું કરવું તે સમજ પડતી નથી છતાં મનમાં હિંમત રાખીને પુત્રને કહે છે બેટા ! તું મને હૈયાના હાર જેવો વહાલો છે. તારા જેવા ગુણિયલ પુત્રને મૃત્યુના મુખમાં ધકેલવાનો સમય આવ્યો છે. આપણું સર્વસ્વ જતું કરીને રાજાનું રક્ષણ કરવું તે આપણી ફરજ છે. તારા બાપે તે રાજાનું રક્ષણ કરવા