________________
શારદા સિલિ
૨૪૧ કોને સુધારી શકે? ચુલની રાણીએ વિચાર ન કર્યો કે, મેં ચકવતિને જન્મ આપ્યો છે. ચક્રવતિ જેવા ઉત્તમ પુરુષની માતા બનીને હું આ શું કરી રહી છું? આગળ શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – કર્મની વિચિત્રતાનો વિચાર કરતે ભીમસેન પોતાની પત્ની અને બાળકોને લઈને નદી કિનારેથી આગળ ચાલ્યા. થોડું આગળ ચાલ્યા ત્યાં તે એવા થાકી ગયા કે સુશીલા અને બંને બાળકો તે મૂછ ખાઈને જમીન ઉપર ઢળી પડ્યા. બધાની આ દશા જોઈને ભીમસેનને ખૂબ આઘાત લાગ્યો એટલે એ પણ બેભાન થઈને ઢળી પડશે. ચાર ચાર માણસે વનવગડામાં બેહાલ દશામાં પડયા છે પણ અહીં એમની ખબર લેનાર કે પાણી છાંટનાર કોણ છે? થેડી વારે શીતળ પવન આવ્યો એટલે ભીમસેન ભાનમાં આવ્યો ને જોયું તે પત્ની અને બાળકો તે બેભાન દશામાં જ પડયા છે. એટલે ભીમસેન ઊભું થઈને એટલામાં કયાંકથી પાણી શોધી લાવ્યા ને એમના ઉપર પાણી છાંટી પવન નાંખીને જાગૃત કર્યો ને કહ્યું તમે બધા હિંમત રાખે. આમ ગભરાઈ જવાથી શું વળવાનું છે? એમ કહીને બધાંને ઊભા કર્યા એટલે ધીમે ધીમે ચાલવા લાગ્યા. ચાલતાં પગ પણ ધ્રુજતા હતા કારણ કે થાક અને ભૂખ બધું ભેગું થયું છે. ચાલવાની શક્તિ નથી પણ મન મક્કમ કરીને પરાણે પગ ઢસડીને ચાલી રહ્યા છે, કારણ કે કોઈ નગરમાં પહોંચી જવાય તે જ ખાવાની ને રહેવાની સગવડ મળે. કેતુસેન કહે છે, બા! મારાથી ભૂખ્યા નથી ચલાતું. એમ કહીને રડવા લાગે પણ બિચારે ભીમસેન કયાંથી ખાવાનું લાવી આપે? ઘરેણું અને ધન બધું ચોરાઈ ગયું હતું. ગામ હજુ દૂર હતું. જંગલનો માર્ગ વિકટ હતા. પિતાના પુત્રને દુઃખથી પીડાતા જોઈને મા-બાપનું હૃદય વલોવાઈ ગયું. બંનેની આંખમાં આંસુ આવી ગયાં. અહાહા ! શું કર્મની ગતિ છે! અઢળક સુખ અને વૈભવમાં રહેનાર ભીમસેનને આજે વનવન રખડતે કંગાળ બનાવી ગયે.
ભૂખ તરસનું દુઃખ વેઠતું રાજકુટુંબ”:- દેવસેન અને કેતુસેન કહે છે, પિતાજી! જે તમે અમને ખાવાનું લાવી આપો તેમ નથી તે તમારી કેડેથી કટાર કાઢીને અમને મારી નાંખો તે બધાં દુઃખનો અંત આવી જાય. હવે અમારે જીવવું નથી. દીકરાના આવા કરુણાજનક શબ્દોથી મા તે પછાડ ખાઈને તરત બેભાન બની ગઈ ભીમસેનને તો દુઃખનો પાર નથી. તે પણ ભૂખ્યો તરસ્યો ને થાકેલો છે, છોકરાઓને ને સુશીલાને ક્ષેમકુશળ કેમ સાચવવા ને શું કરવું ? તેની ચિંતા કરતાં સુશીલાને પાણી છાંટયું તે ભાનમાં આવી. મા દીકરા કરુણ સ્વરે રડે છે. ભીમસેન કહે છે, બેટા ! જુઓ, સામે મોટું શહેર દેખાય છે. સવાર થતાં આપણે ત્યાં પહોંચી જઈશું, એટલે હું શહેરમાં જઈને તમારા માટે બરફી પેંડા બધું લાવી આપીશ ને ખવડાવીશ, મારા વહાલા દીકરાઓ! તમે થાકી ગયા છે, રાત પડી છે માટે સૂઈ જાવ. આમ શા. ૩૧