________________
૨૪૨
શારદા સિદ્ધિ સમજાવી સૂવાડયા. નવકારમંત્રનું સ્મરણ કરી પોતે સૂઈ ગયે પણ ઊંઘ ન આવી. સવાર પડી એટલે બાળકોને લઈને ચાલવા માંડ્યું. બાળકોને ઊંચકીને ચાલવાનું, થાક, ભૂખ અને ઉજાગરા બધું ભેગું થતાં ભીમસેનને ચાલતા ચક્કર આવવા લાગ્યા. કયાં મીઠાં મધુરાં ભેજન જમનાર ને કયાં આજે પાંદડાં ચાવીને પેટ ભરનાર ! કયાં હેમહિંડોળે ઝૂલનાર ને ક્યાં વનવગડે ઘૂમનાર ? શું કર્મરાજાની કરામત છે? બધાએ પાણી પીધું ને પછી ચાલવા માંડ્યું.
જગલમાં મંગલ –ત્યાં એક મુનિરાજને જોયા તેથી ભીમસેન અને સુશીલાના હર્ષને પાર ન રહ્યો. અહો ! આજે આપણે પાવન બની ગયા. આજે જંગલમાં મંગલ થયું, એમ કહીને હર્ષભેર મુનિરાજને વંદન કર્યું. જાણે પિતાના સ્વજન મળ્યા ન હોય ! એ આનંદ થયે, આંખમાં આંસુ આવી ગયાં. તે પૂછયું: ભાઈ! તમે કોણ છે? આટલું પૂછ્યું ત્યાં ભીમસેને પિતાની બધી કહાની સંતને કહીને કહ્યું: ગુરુદેવ! અમારું દુ:ખ કયારે મટશે ? સંત જ્ઞાની હતા. એમના જ્ઞાન બળથી જાણ્યું કે આ જાનો જમ્બર પાપકર્મને ઉદય છે. ઘણું ભેગવવાનું બાકી છે છતાં આશ્વાસન આપવા કહ્ય: મહાનુભાવ! તમે દુઃખમાં ધર્મને ભૂલશે નહિ. પુણ્યથી પાપ ઠેલાય છે ત્યારે રાજા કહે છે, મહારાજ ! છોકરાઓ ભૂખે ટળવળે છે. હું કયાં જાઉં? શું કરું? સંતે કહ્યું, નજીકમાં એક મોટું શહેર છે. ત્યાં જાવ. સૌ સારાં વાનાં થશે. આમ આશ્વાસન આપીને સંત ચાલ્યા ગયા. આગળ શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૨૫ શ્રાવણ વદ ૧ ને બુધવાર રક્ષાબંધન
તા. ૮-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતજ્ઞાની, શાસનપતિ તીર્થકર ભગવતેએ જગતના જીવનું કલ્યાણ કેમ થાય એવી પારમાર્થિક દૃષ્ટિથી ઉપદેશ આપતાં ફરમાન કર્યું કે, હે ભવ્ય જીવો ! મહાન પુણ્યોદયે મળેલો ઘેરે ભવ ભોગના ગુલામ બનવા માટે નહિ પણ યુગના સાધક બનવા માટે છે. યોગના સાધક બનવા માટે આપણે ભોગને ગુલામ બનાવવા પડશે. મોટા રાજા હોય પણ રાજ્ય કયારે સારું ચલાવી , શકે ? એ રાણીઓના ગુલામ ન બને તે. આજ સુધીમાં રાણીઓના ગુલામ બનેલા કંઈક રાજાઓ નાલેશી લઈને ગયા અને જે ગુલામ ન બન્યા તે શાબાશી લઈને ગયા. એવી રીતે આત્મામાં યોગનું સામ્રાજ્ય સ્થાપવું હોય તે સર્વપ્રથમ ભોગની ગુલામી ફગાવી દેવી પડશે.
ભેગ અને ભેગના સાધનોની ગુલામી એ એક પ્રકારનું બંધન છે. એમાં બંધાયેલા પામર છે અને બેહાલ દશામાં મરે છે. અમેરિકામાં રોકફેલર નામને અબજોપતિ