________________
શારદા સિદ્ધિ
૨૨૯ આપણા દેશમાંથી આપણા ધર્મગુરુઓને બહિષ્કાર થયે? આપણે હવે દર્શન કરવા કયાં જઈશું? આપણે દાન કોને આપીશું? વિના સ્વાર્થે અમીરસ વાણી કોણ સંભળાવશે? આવા નિસ્પૃહી ગુરુદેવેએ રાજાનું શું બગાડ્યું છે કે એમને દેશનિકાલ કર્યા? જેને ખૂબ રડવા લાગ્યા ત્યારે સંતો એમને સાંત્વન આપતા કહે છે કે અમને ભગવાનની એવી આજ્ઞા છે કે જ્યાં રહેવાથી કોઈને દ્વેષ થતે હેય, અપ્રીતિ થતી હેય તે એ સ્થાન કે દેશને છોડી દેજે, એટલે હવે અમારાથી રહેવાય નહિ. જ્યારે ક્ષેત્ર સ્પર્શના હશે ત્યારે પાછા આવીશું. તમે બને તેટલી ધર્મારાધના કરજે. છેડા દિવસમાં તે આખે અવંતી દેશ જૈન સાધુ વિનાને બની ગયે, એટલે ધનપાલને શાંતિ થઈ કે મેં કેવું વેર વાળ્યું!
જૈન સંઘને ગુરુની ખોટ ખૂબ સાલવા લાગી. એક વખત અવંતીના મુખ્ય શ્રાવકો ખાનગીમાં ભેગા થયા. બધાએ ભેગા થઈને કરેલા નિર્ણય પ્રમાણે એક પત્ર લખીને મહેન્દ્રસૂરિને આપવા એક ખેપિયે રવાના કર્યો. ખેપિયે ઘોડા પર બેસીને રવાના થયા. મહેન્દ્રસૂરિ તો અવંતીથી ઘણે દૂર વિચરતા હતા. શેભનમુનિ તે હવે મહાપંડિત બની ગયા હતા. ધનપાલને પણ ટક્કર ખવડાવી દે એવું અજોડ તત્ત્વજ્ઞાન * પ્રાપ્ત કર્યું હતું, પણ અવંતીમાંથી સાધુઓને બહિષ્કાર કરવામાં આવ્યું તેની એમને ખબર નથી. ઘણા મહિને પેલો ખેપિયે શેષતે શોધતે મહેન્દ્રસૂરિ પાસે પહોંચ્યો ને પત્ર આપે. પત્ર વાંચીને એમણે શેભનમુનિને કહ્યું: શેભન ! તારા ભાઈ ધનપાલે તો અવંતીના જૈને ઉપર કાળો કેર વર્તાવ્યો છે ને સાધુઓને તે દેશનિકાલની સજા થઈ છે. લે, આ પત્ર વાંચ. પત્ર વાંચીને શેભન મુનિએ કહ્યું: ગુરૂદેવ ! આ કાળા કેરનું નિમિત્ત જ હું છું. જે આપની આજ્ઞા હેય તે ધનપાલની સાન ઠેકાણે લાવીને એને ધર્મને મર્મ સમજાવવા જાઉં, ગુરુને પોતાના તેજસ્વી શિષ્ય રત્ન શોભનમુનિ ઉપર વિશ્વાસ હતું એટલે પીઠ થાબડીને કહ્યું: જા, શેભન ! તારા ભાઈને સાચો માગ. ચી ધજે ને જૈન શાસનને જયજયકાર બોલાવીને પાછો ફરજે.
અવંતીના આંગણે શેભન મુનિનું આગમન”:- શોભનમુનિ એકલા વિહાર કરીને અવંતી તરફ પધાર્યા. અવંતીના ગામડામાં લોકો કહેવા લાગ્યા કે, ગુરુદેવ! રાજાનું ફરમાન છે ને આપ શા માટે જાઓ છો? ત્યારે મુનિ એમ જ કહેતા કે હું તે ધનપાલ ભાઈ છું. શું મને પણ ધનપાલ જાકારો આપશે ? લોકોને આ પ્રમાણે કહેતા કહેતા શબનમુનિ એક દિવસ અવંતીના રાજા રહેતા હતા તે નગરમાં પહોંચી ગયા. નગરમાં જે પ્રવેશ કર્યો તે જ ધનપાલ તેમને સામે મો. શોભનમુનિ ધનપાલને ઓળખી ગયા, પણ ધનપાલે તેમને ઓળખ્યા નહિ. આમ તે જૈન ધર્મનો કટ્ટર દ્વેષી હતે. જૈન મુનિને જોઈને એને ક્રોધ કોધ આવી જતે પણ આ તેજસ્વી યુવાન મુનિને જોઈને ધનપાલને ફોધ ન આવે ને સામેથી