________________
શારદા સિદ્ધિ હું એમના ઉપકારનો બદલો પણ વાળી ન શ? એ વિચારે સર્વદેવ રાત દિવસ ગમગીન રહેવા લાગ્યું. ત્યારે નાના પુત્ર શુભને પૂછયું: પિતાજી! હવે તે આપણે આટલા સુખી થઈ ગયા, છતાં આપ શા માટે ઉદાસ રહે છે ? ત્યારે પિતાજીએ એને દિલની વાત કરી. શેભનના દિલમાં થયું કે, એ મહારાજ જ્ઞાની છે, પરોપકારી અને દયાળુ છે. હું તેમના દર્શન કરવા જાઉં. એમ વિચારી શોભન મહારાજના દર્શને આવ્યું. મહારાજ તેને ઓળખી ગયા. શોભન દર્શન કરીને મહારાજ પાસે બેઠે ત્યારે મહારાજે એને જેન ધર્મને મર્મ સમજાવીને સંસાર કે દુઃખમય છે તેનું આબેહૂબ વર્ણન કર્યું. જૈન મુનિને ઉપદેશ સાંભળી પવિત્ર આત્મા શોભનને વૈરાગ્ય આવ્યો. ઘેર આવીને કહે છેઃ પિતાજી! મને આ સંસાર અસાર લાગે છે. આ દુઃખના દાવાનળ જેવા સંસારમાં હું એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. મને દીક્ષાની રજા આપો ત્યારે સર્વદેવે કહ્યું: બેટા! તને આ શું થઈ ગયું તું તે મને ખૂબ વહાલો છે. બીજું આપણે તે બ્રાહ્મણ છીએ. હું તને જૈન ધર્મની દીક્ષા નહિ આપું, પણ જેને વૈરાગ્ય આવ્યું તેને કોણ રોકી શકે? છેવટે સર્વદેવ ભનને લઈને મહેન્દ્રસૂરિ પાસે આ ને એની ઇચ્છા પ્રદર્શિત કરી.
મહારાજે કહ્યુંઃ સર્વદેવ! મેં અડધા ભાગની માંગણીમાં તારા પુત્રનું ભાગ્ય જોયું હતું કે, તારા ઘરે હળુકમી જીવ છે. બસ, આજે મને અડધો ભાગ મળી ગયું. ત્યાં શેભને દીક્ષા લીધી પણ એના મોટા ભાઈ ધનપાલને આ વાત ગમી નહિ, એના મનમાં એમ જ થયું કે જૈન સાધુએ મારા ભાઈને ભરમાવ્યું. આ વાતનું દુઃખ એના મનમાં રહેવા લાગ્યું. હવે તે એ સુખી થઈ ગયા હતા. એમની વિદ્વતાથી એ રાજદરબારમાં માનનીય પુરોહિતની પદવી પામ્યા. એક દિવસ જ્ઞાનચર્ચા કરતાં એમની સમજાવવાની શૈલી જોઈ રાજા ખુશ થયા ને કહ્યું પુરોહિતજી ! આપની જે ઈચ્છા હોય તે ખુશીથી માંગી લો. હું આપ જે કહેશે તે આપવા તૈયાર છું. સમય જોઈને ધનપાલે સોગઠી મારી. મહારાજા! આપણે વૈદિક ધર્મ છે ત્યારે આપણે અવંતી દેશમાં હમણું જૈન સાધુઓનું જેર ખૂબ વધ્યું છે. એ જૈન સાધુઓ આપણું ધર્મને વિરોધ કરીને એમના જનધર્મને ખૂબ જોરશોરથી પ્રચાર કરે છે. આ મારાથી સહન થતું નથી. આપણે વૈદિક ધર્મ ટકાવી રાખવો હોય તે અવંતીમથી જૈન સાધુઓને કાઢી મૂકે. રાજાને આ વાત ગમી એટલે અવંતી દેશમાં ઢંઢેરો પીટાવ્યો કે જે સાધુઓ અવંતીમાં હોય તે અવંતી દેશ છેડીને ચાલ્યા જાય ને નવા સાધુઓ અવંતીમાં પ્રવેશ કરે નહિ.
“અવંતીમાંથી સાધુઓની વિદાય”:-રાજસત્તા આળ કોઈનું ચાલે નહિ. જૈન સાધુઓ અવંતીમાંથી વિહાર કરવા લાગ્યા. સાધુઓને તે ઘણું ગામ હોય છે એટલે વધે નથી આવતે પણ શ્રાવકોને તે દુઃખ થાય ને? સાધુઓને વિહાર કરતા જોઈને શ્રાવક શ્રાવિકાઓ રડવા લાગ્યા. અરેરે.... આપણે કેવા કમભાગી છીએ કે