________________
શારદા સિદ્ધિ એક પુત્ર હતું. એ પણે ભણીગણીને તૈયાર થયો. વિદ્યામાં એના પિતા જે જ હતે. પિતાથી ચઢે પણ ઊતરે તે નહિ. સમય જતાં પિતાજી મરણ પામ્યા. દેવર્ષિ પુરેહિતના ગુજરી ગયા પછી લક્ષ્મી એકદમ ઘટતી ગઈ. ધીમે ધીમે એવી પરિસ્થિતિ આવી ગઈ કે ખાવામાં પણ સાંસા પડયાં, ત્યારે લેક એમ બોલવા લાગ્યા કે સર્વદેવના પિતા દેવર્ષિ પુરોહિત પુણ્યવાન હતા. જેથી એમને ઘેર લક્ષ્મી હતી, પણ એમના મરણ પછી તે સાવ ગરીબ બની ગયો. તે ભણેલે ઘણો હતો પણ કમેં ગરીબ બનાવ્યું.
ધનની મમતાથી સંત પાસે ગયેલે સર્વદેવ -સર્વદેવ પંડિતને બે દીકરા હતા. મટે ધનપાલ અને નાને શેભન. બંને દીકરા રૂપમાં દેવકુમાર જેવા હતા ને વિદ્યાસંપન્ન હતા, પણ કહેવત છે કે “વસુ વિના નર પશુ” જ્ઞાન અને રૂપ ગમે તેટલું હોય પણ ગરીબ માણસોના કેણુ ભાવ પૂછે? આ શંકાશ્ય ગામમાં એક વખત મહેન્દ્રસૂરિજી નામે પ્રખર સંત પધાર્યા. આખા અવંતી દેશના ખૂણે ખૂણે એમની કીર્તિ ફેલાયેલી હતી. ખૂણે ખૂણે લેકે એક જ વાત કરતા કે સંયમ, સરસ્વતી અને સૌંદર્યને ત્રિવેણી સંગમ તે આચાર્યશ્રીમાં જ છે. શું એમનું જ્ઞાન છે ને શું એમની વાણું છે! એક વાર જે સાંભળે તે બેડો પાર થઈ જાય. આ રીતે ખૂબ પ્રશંસા થવા લાગી. મહેન્દ્રસૂરિજીની પ્રશંસાની પરિમલ સર્વદેવના નાકને સ્પર્શી અને એમની કીતિની કથા એના કાને અથડાઈ, એટલે સર્વદેવને વિચાર થયે કે મારા પિતાજી તે રાજ્યના માનનીય પુરોહિત હતા. રેજની હજાર સેનામહેરે એમને દાનમાં મળતી હતી. એ બધું ધન ક્યાં ગયું હશે! ઘરમાં કયાંક તે દાટેલું હશે જ. મેં ઘણી તપાસ કરી પણ મળતું નથી. આ મહારાજ તે બહુ જ્ઞાની છે. એમને બતાવશે તે હું એમની પાસે જાઉં. આ વિચાર કરીને સર્વદેવ ઉપાશ્રયે આવ્યા. મહારાજશ્રીને વંદન કરી ચરણરજ મસ્તકે ચઢાવીને ઊભો રહ્યો. મહારાજ પાસે ઘણાં શ્રાવકે બેઠેલા હતા. જ્ઞાનચર્ચા ચાલતી હતી. કઈ કઈ પંડિતે એમની પાસે વેદ-પુરાણ સબંધી ચર્ચા કરવા આવતા હતા પણ આચાર્યશ્રી પાસે નિરુત્તર બનીને પાછા ચાલ્યા જતા સર્વદેવ પણ વિદ્વાન હતું. એને જ્ઞાન ચર્ચાને ખૂબ આનંદ આવ્યો. એમના દિલમાં જૈન ધર્મ પ્રત્યે અહંભાવ જાગ્યા કે કેવું સુંદર આ જીવન ! આ સંસારની કઈ જંજાળ નહિ. એ ભલા ને એમના ધર્મના ગ્રંથે ભલા. થોડી વારે મહેન્દ્રસૂરિજીની દષ્ટિ સર્વદેવ ઉપર પડી. એમના મનમાં થયું કે આ બ્રાહ્મણ વળી અહીં કયાંથી આવ્યો? જૈન ધર્મ સાથે તે બારમે ચંદ્રમા ! એ શા માટે આવ્યા હશે? એમણે પ્રેમથી પૂછયુંઃ સર્વદેવ ! આપને કેમ આવવાનું બન્યું? આમ તે બ્રાહ્મણભાઈ મહારાજને ભાવ પૂછે એમ ન હતો પણ આ તે ગરજે ગધેડાને બાપ કહેવું પડે. એવી સ્થિતિ હતી એટલે મહારાજને ફરીથી લળી લળીને વંદન કર્યા. પગેથી ચરણરજ ઘસી ઘસીને માથે ચઢાવીને કહ્યું.
સંતને પ્રશ્ન પૂછતે સર્વદેવ બ્રાહ્મણ” - મહારાજ ! આપ તે ખૂબ