________________
શારદા સિદ્ધિ
૨૩૭
જ્ઞાની છે. મારે આપને એકાંતમાં એક વાત પૂછવી છે. મહારાજ કહે,' પૂછ. મારા પિતાજી હતા ત્યારે લક્ષ્મી અને સરસ્વતી અમારા ઘરમાં સંપીને રહેતા હતા. મારા પિતાજી ગયા ને લક્ષ્મીજી પણ એમની પાછળ રીસાઈને ગઈ છે. અમારે તે ખાવાનાં પણ સાંસા છે, પણ મારા પિતાજીને રોજ હજાર સોનામહોરે દાનમાં મળતી હતી તે એમણે ઘરમાં કયાંક તે દાટી હશે ને? મેં તે ઘરમાં ઘણી જગ્યાએ ખેદયું પણ કંઈ મળતું નથી. તે આપના જ્ઞાનમાં કઈ ગુપ્ત સ્થળ દેખાય તે બતાવશે? તે હું આપને માટે ઉપકાર માનીશ. આટલું બોલતાં સર્વદેવ ગળગળો થઈ ગયો. મહેન્દ્રસૂરિ તે જ્ઞાની હતા પણ જેન સાધુઓ આવા કામમાં માથું મારે નહિ પણ તેનું ભાગ્ય જોઈને કહ્યું સર્વદેવ! તમારી સચેત કે અચેત મિલકતમાંથી મને જે ગમે તે અડધો ભાગ અમને આપવાનું વચન આપે તે બતાવીએ. મહેન્દ્રસૂરિજીએ લાભ એ જે હતું કે એના બંને દીકરામાંથી શોભન શાસનને ચરણે સમર્પિત થઈ જાય તે જિનશાસનની શાન વધે. આ તરફ સર્વદેવે વિચાર કર્યો કે અત્યારે મારી પાસે કંઈ જ નથી. તે જે નીકળશે તેમાંથી અડધું તે મળશે ને? એટલે મહારાજને કહ્યું ભલે, તમને અડધે ભાગ આપીશ.
સંતોને આવતા જોઈને બ્રાહ્મણપુત્રના મનમાં શંકા ” :- મહારાજ , ચેડા શિષ્યોને લઈને બ્રાહ્મણને ઘેર આવ્યા, ત્યારે સર્વદેવના બે પુત્ર ધનપાલ અને શોભન તે સ્તબ્ધ થઈ ગયા કે આ જૈનના સાધુએ એમના જેનેનું ઘર મૂકીને આપણે ઘેર કેમ આવ્યા? સર્વદેવે ઈશારાથી બધી વાત પુત્રને સમજાવી દીધી. મહારાજ આખું ઘર જોયા પછી એક એરડામાં ખૂણામાં થેડી વાર ઊભા રહ્યા ને પછી ચાલ્યા ગયા. આથી તે સમજી ગયે અને સર્વદેવે તે જગ્યાએ સહેજ તે ત્યાં એક મોટો ચરુ નીકળે. ચરૂમાં ચાલીસ હજાર સેનામહોર ભરેલી હતી. તેમાંથી સર્વદેવ વીસ હજાર સોનામહોરો લઈને મહારાજ પાસે આવ્યા ને મહારાજશ્રીના ચરણમાં ઢગલો કરીને કહ્યું કે, આપે બતાવેલી જગ્યામાં ખોદતા ચાલીસ હજાર સેનામહેરે ભરેલો ચરુ મળે. તે આ વીસ હજાર સેનામહોરે આપ લઈ લો. સેનામહેરેના ઢગલા આગળથી પગ ખસેડીને મહારાજે કહ્યું: ભાઈ! આ પરિગ્રહ રૂપ કાળાનાગને પડછાયે અમને ન ખપે. તે આપે વચન માંગ્યું હતું ને? મહારાજે હસીને કહ્યું સર્વદેવ ! મેં એમ નહોતું કહ્યું કે, જમીનમાંથી જે મિલક્ત નીકળે એમાંથી અડધો ભાગ આપજે પણ મેં તે એમ કહ્યું હતું કે, સચેત, અચેત મિલકતમાંથી મને જે ગમે તે અડધે ભાગ આપવાને. બ્રાહ્મણે બહુ બહુ વાનાં કર્યા, પગમાં પડીને કરગર્યો તે પણ મહારાજે સોનામહેર ન લીધી એટલે સર્વદેવના દિલમાં ખૂબ દુઃખ થયું.
એને મનમાં વિચારે ઘૂમવા લાગ્યા કે મહારાજને મિલકતની જરૂર નથી તે એમણે શેમાં અડધો ભાગ મ પે હશે? એમને મારા ઉપર મહાન ઉપકાર છે. તે