________________
શારદા સિદ્ધિ
૨૭૫ નિરંતર નિરીક્ષણ કરવું એ તેમનું જનું કાર્ય હતું. પ્રજાજનેનું અને રાજ્ય-ભંડારનું યથાવિધિ પાલન અને દેખરેખનું કામ તેમણે પોતાના હાથમાં રાખ્યું હતું. રાજકુમારની દેખરેખ રાખવાની સુગ્ય વ્યવસ્થા કરવામાં આવી. રાજકુમાર શું કરે છે? એના મિત્રો કેવા છે ? એને કેવી પ્રવૃત્તિમાં વધુ રસ છે એ બધું જાણવા માટે એણે ખાસ ગુપ્તચર રાખ્યા હતા. થોડા દિવસોમાં દીર્ઘરાજાએ સમગ્ર રાજ્ય વ્યવસ્થા ઉપર પિતાને કાબૂ મેળવી લીધું. એમના બધા પ્રયત્ન સફળ બનવા લાગ્યા, તેથી એમને ચારે તરફથી સારા રાજયક્ત તરીકેની ખ્યાતિ મળવા લાગી. રાજમાતા ચુલની પણ એમના રાજ્ય ચલાવવાની બુદ્ધિ ઉપર આશ્ચર્ય પામી થયા. દીર્ઘરાજા અવારનવાર રાજમાતા ચુલની પાસે આવતા અને રાજ્યની સુવ્યવસ્થા અંગે વિગેરેની આપ લે કરતા. રાજમાતા ચુલની ધીમે ધીમે દીર્ઘરાજાના વાક્ચાતુર્યમાં અંજાઈ ગયા. દીર્ઘરાજા યુવાન હતા ને ચુલની રાણી પણ યુવાન હતી. પિતાના પતિ બ્રહ્મરાજાના અકાળ અવસાનને કારણે એ અતૃપ્ત જ હતી.
રાજમાતા ચુલની સાથે દીર્ઘરાજાના રોજના સહવાસના કારણે તેના દિલમાં કુવાસના જાગી. દીર્ઘરાજાનું હૃદય કામગથી આંધળું બની ગયું. ચુલની ઉપર તે આસક્ત બને દેવાનુપ્રિયે! એકાંત બહુ ભૂરી ચીજ છે. એકાંત મળે, સત્તાના સર્વોચ્ચ .. સિંહાસને, યૌવનનું આકર્ષણ અને અનુકૂળ વ્યક્તિ મળે પછી શું બાકી રહે? આટલા માટે શાસ્ત્રકાર ભગવંતે કહે છે. બ્રહ્મચારી આત્માઓએ વૃદ્ધમાં વૃદ્ધ સ્ત્રી સાથે પણ એકાંતમાં રહેવું નહિ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે
हत्थ पाय पडिच्छिन्नं, कन्न नास विगप्पियं ।
કવિ વાસણાં નrf, વંથારિવિઝા અ. ૮, ગાથા પ૬ જે સ્ત્રી વૃદ્ધ ઉંમરની હોય, જેના હાથ, પગ, કાન, નાક કપાયેલા હોય એવી સ્ત્રીને પણ એકાંત સંગ ન કરવો. દીર્ઘરાજા અને ચુલની રાણું બંને યુવાન હતા. તેમાં એકાંત વાસ મળ્યો એટલે બંનેના દિલમાં એકબીજા પ્રત્યે કુદષ્ટિ થઈ, બંને વિષયાસક્ત બની ગયા. હવે કેણ કોને સુધારી શકે? જે બેમાંથી એક વ્યક્તિ સારી હેય તે બીજાનું જીવન ઉન્નતિના શિખરે ચઢાવી શકે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે
અવંતી દેશના સંકશ્ય ગામમાં દેવર્ષિ પરહિત હતે. તે ચાર વેદ, પુરાણ, ન્યાય અને વ્યાકરણમાં નિપુણ હતા. એ રાજાના માનનીય પુરોહિત હતા એટલે રાજા તરફથી એમને ઘણું ધન મળતું હતું પણ કહેવાય છે કે સંપત્તિ અને સરસ્વતિને યુગોના યુગથી જૂના બૈર છે. વિદ્યા અને વૈભવ બંને એક ઠેકાણે ભાગ્યે જ કોઈ પુણ્યવાનને ઘેર જોવા મળે છે. આ દેવષિ પંડિત પુહિતના મહાન પુણ્યને ઉદય હતે એટલે એમની પાસે વિદ્વતા હતી ને વૈભવ પણ ઘણે હતે. એને સર્વદેવ નામે