________________
૨૩૩
શારદા સિતિ નિલેપ રહે છે. આ વાતને બરાબર સમજવા માટે એક ગાથામાં ન્યાય આપીને સમજાવ્યું છેઃ
उल्ला सुक्खा य दा छूठा, गोलया मट्टियामया।
તે વિ કાવહિયા ૩, ને હા સેલ્થ કાર્ડ / કર | માટીને ભીનો અને સૂકો એમ બે પ્રકારના ગોળા છે. તે બંને પ્રકારના ગળામાં જે ભીની માટીનો ગળે છે તેને દીવાલ પર ફેંકવામાં આવે તો તે ભીંત ઉપર ચેટી જાય છે, કારણ કે તેમાં ચીકાશ છે, અને સૂકો ગેળે એ જ ભીંત ઉપર ફેંકવામાં આવે તે તે ત્યાંથી નીચે પડી જાય છે, કારણ કે તેમાં ચીકાશ નથી. આ વાત તમને સામાન્ય લાગશે પણ એમાં ગૂઢ ભાવ ભરેલા છે. વીતરાગ પ્રભુની વાણીના ભાવ જીવને વીતરાગતા પ્રાપ્ત કરાવનાર છે. સંસારના સ્વરૂપનું ભાન કરાવી, સંસારની અસારતા સમજાવીને ત્યાગ તરફ વાળે છે. તેમાં જે રાગી જીવે છે તે વીતરાગ વાણીના ભાવને સમજતા નથી. જે રીતે ભીનો ગળે દીવાલ ઉપર ચૅટી જાય છે તે રીતે રાગી છ અંતરમાં પડેલી રાગ-દ્વેષની ચીકાશના કારણે શબ્દ, રૂપ, રસ, ગંધ અને
સ્પર્ધાદિ ઈન્દ્રિયોના વિષયોમાં એવી ચૅટી જાય છે કે પછી તેઓ સામાન્ય પ્રયત્નથી ઊખડી શકતા નથી. વિષયેની તીવ્ર આસક્તિ એ જીવેને એવા ગ્રુધ બનાવી દે છે કે એને રાગમાં જ રમણતા કરવી ગમે છે. રાગના રંગે રંગાઈને આખી જિંદગી કામભોગમાં પસાર કરીને અંતે માનવ જિંદગીને હારી જાય છે. જ્યારે “વત્તા : ન ઢારિત વિરક્ત જીવે વીતરાગ વાણીના ભાવો સમજતા હોવાથી અને એમાં શ્રદ્ધા હોવાથી એમને આત્માનું જ્ઞાન થાય છે જેથી તે જાગૃત આત્માઓ ભેગને ભયંકર સમજી, વિષયોને વિષની વેલ જાણી તેમાં ચૂંટતા નથી, તેમાં આસક્ત બનતા નથી પણ તેનાથી દૂર રહે છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અદયયનની વાત ચાલે છે. બ્રહ્મરાજા અને તેમના મિત્ર બધા વર્ષ વર્ષ વારાફરતી એકબીજાના ઘેર રહેતા. પ્રેમ જાળવી રાખવા બધા સાથે રહેતા, સાથે જમતા. કહેવત છે ને કે અન્ન જુદાં તેના મન જુદાં. એક ઘરમાં બાપદીકરે બંને જણા દરરેજ સાથે બેસીને જમતા હતા પણ એક દિવસ દીકરાએ નક્કી કર્યું કે હવે મારે બાપાની સાથે જમવું નથી, એટલે એણે એના બાપાને કહ્યું કે, હવે મારે તમારી સાથે જમવું નથી. બાપે કહ્યું ભલે બેટા, જેવી તારી ઇચ્છા. એ જમાનામાં આજની જેમ ખુરશી-ટેબલ ન હતા. નીચે બેસીને જમતા. બીજે દિવસે દીકરો એકલો જમવા બેઠે એટલે તેના પિતા એની બાજુમાં થાળી વાડકો લઈને જમવા બેસી ગયા ત્યારે દીકરાએ કહ્યું: બાપા ! મેં તમને કાલે ના કહી છે ને કે મારે તમારી સાથે જમવું નથી છતાં તમે મારી સાથે શા માટે જમવા બેઠા? ત્યારે બાપે પ્રેમથી કહ્યું: બેટા! તે એમ કહ્યું હતું કે હું તમારી સાથે નહિ જમું, પણ મને તારી સાથે કંઈ વાંધે ખરો ? પિતાની વાત સાંભળી દીકરે પગમાં પડી ગયે.
શા. ૩૦