________________
૨૨૮
શારદા સિદ્ધિ દશ દિવસથી આપણે મળ્યા નથી તે શું તમે બહાર નથી નીકળ્યા ? અને તમારા મુખ ઉપર આટલી બધી ઉદાસીનતા અને ફિકાશ કેમ છે? અને ચિંતાની રેખાઓ તરવરે છે તે શું છે? જે હોય તે મને કહો તે મારાથી બનતી મહેનતે તમારી ચિંતા દૂર કરીશ.
દશ દશ દિવસથી શેઠ ચિંતાતુર બનીને ફરતા હતા, પણ કોઈ પૂછનાર ન હતું. આજે મિત્રના આવા દિલાસાભર્યા શબ્દો સાંભળીને કંઈક હિંમત આવી અને રાજાના પ્રશ્નોના જવાબ પંદર દિવસમાં ન આપી શકાય તો બધું છોડીને ચાલ્યા જવાની સજાની વાત કરી. શેઠને મિત્ર ઘણે બુદ્ધિશાળી અને હાજરજવાબી હતો. એણે શેઠને કહ્યું : મિત્ર! આ પ્રશ્નો તો મારે માટે સામાન્ય છે. હું એને જવાબ આપીશ, ત્યારે શેઠે કહ્યું–ભાઈ! તમે જવાબ આપો તે ઉત્તમ છે પણ રાજા એમ કહેશે કે તે કયાં જવાબ આપે છે? એ તો તારા મિત્ર આપ્યું છે, એટલે વળી આવા બીજા પ્રશ્નો પૂછશે. મિત્રને શેઠની વાત વ્યાજબી લાગી, તેથી મિત્રે શેઠને પ્રશ્નોના જવાબ સમજાવ્યા એટલે શેઠને આત્માને શાંતિ થઈ.
બંધુઓ! આજે સંસારમાં મિત્ર તો ઘણાં હોય છે પણ મોટા ભાગના મિત્ર તો સુખમાં સાથે રહેનારા હોય છે પણ દુઃખના વખતે તો કયાંય પલાયન થઈ જાય છે. જે મિત્ર કરો તો કેવા કરે ?
મિત્ર અસા કીજિયે, ઢાલ સરિખા હોય,
દુઃખમેં તો આગે રહે, સુખમેં પાછા હોય. શેઠનો મિત્ર દુઃખમાં સાથ આપનારે હતો. એણે જવાબ આપી દીધા. પંદર દિવસ પૂરા થયા ને સેળભે દિવસે શેઠ રાજસભામાં હાજર થયા. પ્રશ્નોના જવાબ બરાબર મળી ગયા હતા એટલે શેઠના મુખ ઉપર તેજ હતું ને પગમાં જેમ હતું. આ જોઈને રાજાના મનમાં થયું કે, શેઠ મારા પ્રશ્નોના જવાબ લઈને આવ્યા લાગે છે. રાજાએ હસતાં હસતાં કહ્યું અહા શેઠ! તમે આવી ગયા? તમે મારા પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છે ને? શેઠે હાથ જોડીને કહ્યું: જી સાહેબ ! આપ આપના પ્રશ્નો પૂછો. હું જવાબ આપવા તૈયાર છું. એટલે રાજાએ પૂછયું, મારા પહેલા પ્રશ્નનો જવાબ આપે કે, હું કેટલું લાંબું જીવીશ? શેઠે કહ્યું સાહેબ ! જ્યાં સુધી મત નહિ આવે ત્યાં સુધી તમે જીવી શકશે. રાજાના મનમાં થયું કે, શેઠે તે ભારે કરી. એણે મારા પ્રશ્નને ઉત્તર આપી દીધું. ઠીક, હજુ તે બીજા બે પ્રશ્નો બાકી છે. ચિંતા નહિ. રાજાએ કહ્યું, શેઠજી! મારો બીજો પ્રશ્ન એ છે કે હું કેટલા સમયમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકું? ત્યારે શેઠે હસીને કહ્યું સાહેબ ! આપ સૂર્ય ઉપર બેસે તે ૨૪ કલાકમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકે. આ પ્રશ્નને જવાબ પણ બરાબર આવ્યો, પછી રાજાએ કહ્યું, શેઠ ! હવે મારે ત્રીજો પ્રશ્ન છે કે, અત્યારે હું શું વિચારું છું? સાહેબ! તમે અત્યારે એ વિચારે છે કે શેઠને હું કેમ કરીને હરાવું ને એની મિલકત લઈ લઉં. શેઠ મારા નગરમાંથી