________________
શારદા સિદ્ધિ
૨૨૭ વચ્ચે સદા હસતું રહીને બીજાને સુગંધ આપું છું ને મરીને અત્તર બનીને પણ લોકોને સુગંધ આપતું રહીશ. એક ગુલાબનું ફૂલ પણ કેવું વિશાળ હૃદયનું છે ! જ્યારે માણસનું માનસ એટલું બધું સંકુચિત છે કે તે કોઈની પ્રશંસા સહન કરી શકતું નથી.
શેઠનું કાસળ કાઢવા રાજાએ શોધેલો રસ્તો”:- અહીં રાજા પેલા શેઠને વિનાશ કરવાને ઉપાય શોધવા લાગ્યા. વિચાર કરતા તેમને રસ્તે મળે એટલે શેઠને લાવ્યા. શેઠ તે હર્ષભેર રાજા પાસે આવ્યા. રાજાએ શેઠનો આદર સત્કાર કર્યો. થોડી વાર શાંતિથી તેમની સાથે વાતચીત કરી, પછી પિતાની મૂંઝવણ વ્યક્ત કરતા હોય તેવા મુખ ઉપર ભાવ બતાવીને રાજાએ શેઠને કહ્યું કે, શેઠજી ! ઘણું સમયથી ત્રણ પ્રશ્નો મારા મનમાં ઘોળાયા કરે છે તેને ઉકેલ જડતું નથી. એ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મદદ કરશે? ભલા ને ભેળા શેઠ તે રાજાની માયાવી વાળમાં ફસાઈ ગયા. શેઠે નમ્રતાપૂર્વક કહ્યું-જ, સાહેબ ! આપના પ્રશ્નો શું છે તે ફરમાવે. મારાથી શકય હશે તે હું એ પ્રશ્નોનો ઉકેલ લાવવા અવશ્ય પ્રયત્ન કરીશ. રાજાએ પિતાની વાજાળમાં શેઠને ફસાવવાનો કિમિ રચીને કહ્યું, શેઠ! તમારી વાત તે બરાબર છે પણ જો તમે મારા પ્રશ્નોના જવાબ ન આપી શકો તે શું? રાજાની માયાજાળ શેઠ સમજી શકયા નહિ એટલે કહ્યું કે આપને જેમ ઠીક લાગે તેમ કરજો. રાજાએ કહ્યું: શેઠજી! સાંભળે. જો તમે મારા પ્રશ્નોના જવાબ ન આપી શકો તે તમારી તમામ માલ મિલકત મૂકીને રાજ્યનો ત્યાગ કે કરીને ચાલ્યા જવાનું. રાજાનો ચૂકાદો સાંભળીને શેઠને જરા આંચકો તે લાગે છતાં હિંમતથી કહ્યું, સાહેબ! આપના પ્રશ્નો શું છે? એટલે રાજાએ કહ્યું: જુએ શેઠજી ! મારે પહેલો પ્રશ્ન છે કે હું કેટલું જીવીશ? બીજો પ્રશ્ન છે, હું કેટલા સમયમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકું? અને ત્રીજો પ્રશ્ન છે કે હું અત્યારે શું વિચારી રહ્યો છું? આ મારા ત્રણ પ્રશ્નોના જવાબ તમારે પંદર દિવસમાં શેધી લાવવા પડશે, જે પંદર દિવસમાં નહિ શેધી લાવે તે તમારી બધી મિલકત લૂંટી લઈને તમને મારા રાજ્યની હદપાર કરી દેવામાં આવશે.
શેઠને ચિંતામાં મૂકતા રાજાના પ્રશ્નો –રાજાના આવા વિચિત્ર પ્રશ્નો સાંભળીને શેઠ તે સ્તબ્ધ બની ગયા. એમની ચિંતાને પાર ન રહ્યો. ચિંતાતુર વદને શેઠ ઘેર આવ્યા પણ ઘરમાં કયાંય ચેન પડતું નથી, કારણ કે મનમાં ચિંતા છે ને? ચિંતા બહુ બૂરી ચીજ છે. જે પંદર દિવસમાં રાજાના પ્રશ્નોના પ્રત્યુત્તર નહિ આપી શકાય તે માટે આ બધી મિલક્ત, ઘરબાર, બધું મૂકીને અહીંથી રવાના થઈ જવું પડશે. ચિંતામાં દશ દિવસ તે પસાર થઈ ગયા, પણ પ્રશ્નોના જવાબ જડતા નથી. શેઠને ખાવું પીવું ભાવતું નથી. ઊંઘ તે ઊડી ગઈ છે. હરવું-ફરવું કે કેઈની સાથે વાતચીત કરવી પણ એમને ગમતી નથી એટલે કયાંય બહાર જતા નથી. શેઠને એક જિગરજાન મિત્ર હતો. તેને શેઠ રેજ મળતા પણ આ વખતે દશ દિવસથી મિત્રનું મુખ જોયું નથી એટલે મિત્ર હાલીચાલીને શેઠને ઘેર મળવા આવ્યો ને પૂછયું, ભાઈ!