________________
૨૨
શારદા સિદ્ધિ
ત્યાં બે ઘડી માટે મારકૂટ બંધ થઈ જાય છે તે સમયે મહાન દુઃખા ભાગવતા અને ઘેાર અધકારમાં અટવાતા જીવાને કેટલી શાતા વળે ? આ વખતે નારકીના જીવા એકબીજાને પૂછે છે કે આજે એવું શું છે કે આપણને મારકૂટ બંધ થઈ અને પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયા, ત્યારે એમને કોઈ કહે છે કે આજે મૃત્યુલોકમાં ત્રિલોકપતિ, શાસનનાયક તીર્થંકર પ્રભુના જન્મ થયા છે. આ સમયે નારકીએ વિચાર કરે છે કે જે ભગવાનના જન્મ થતાં આપણને આટલી શાતા વળી તો એમના શરણે જઈએ તો કેવા મહાન લાભ થાય ! બ્રહ્મદત્ત કુમારના જન્મ નિમિત્તે જીવનભરની સજાવાળા જેલીઓને કાયમ માટે મુક્ત કરવામાં આવ્યા. ગરીખ લોકોને પુષ્કળ દાન દીધું. પ્રજાજનેાના કરવેરા માફ કરવામાં આવ્યા. તે સિવાય અનેક દુઃખીઓના દુઃખ દૂર કર્યાં. ખ એ ! આ બ્રહ્મરાજાએ તો પુત્ર જન્મની ખુશાલી નિમિત્તે આ બધુ કર્યુ” છે પણ આગળના રાજાઓ એવા ન્યાયી અને દયાળુ હતા કે પોતાની નગરીમાં કોઈને દુઃખી રાખવા ઈચ્છતા ન હતા. જો કોઈ ને પણ દુ:ખી દેખે તો તરત એનું દુઃખ દૂર કરતા, પણ આજની રાજનીતિમાં પ્રજાને ફફડાટનો પાર નથી. કોઈ કોઈની ઉન્નતિ જોઈ શકતુ નથી. તેના ઉપર એક રાજ્યકહાણી છે.
એક નગરમાં એક રાજા હતા. તે કોઈની પ્રશ'સા સાંભળી શકતા નહિ. બીજાની પ્રશ'સાથી તેના દિલમાં દાહજવર જેવી ખળતરા થાય. માનવ જ્યારે ઈર્ષ્યાની આગમાં * ઝડપાય છે ત્યારે તેને સારાસારના વિવેક રહેતો નથી. પોતે કોની અને શા માટે ઈર્ષ્યા
કરે છે તેનું પણ તેને ભાન રહેતુ' નથી. પરિણામે સામી વ્યક્તિને ઉતારી પાડવાની અને પોતાની જાતને મહાન તરીકે પ્રખ્યાત કરવાની વૃત્તિ અંદરથી જોર પકડતી જાય છે. આ રાજાના નગરમાં એક શેઠ રહેતા હતા. શેઠ ઘણા સમજી, સરળ અને વિવેકી હતા. શેઠની પાસે ધન પણ ખૂબ હતુ. જમીન જાગીર પણ ઘણી હતી. પોતાના માણસા પાસે પ્રેમથી કામ લેતા અને એનુ' વળતર પણ પૂરતું ચૂકવતા હતા, એટલે માણસા પણ તન તોડી અને મન દઈને શેઠનું કામ પ્રેમથી કરતા હતા. શેઠ પોતાની સંપત્તિ પ્રમાણે દાન ખૂબ કરતા. કોઈ પણ માનવી રડતો આવે તો હસતો થઈને જતો હતો. શેઠના આવા ગુણાના કારણે આખા ગામમાં એમની પ્રશંસા ખૂબ થતી. શેઠની પ્રશસા ઠેઠ રાજાના કાને આવી એટલે રાજા ઈર્ષ્યાની આગથી મળવા લાગ્યા, અને કોઈ પણ સંજોગેામાં શેઠને કાંટો કાઢવાનો વિચાર કરવા લાગ્યા.
બંધુએ ! આજે દુનિયામાં કોઈ કોઈનુ સુખ જોઈ શકતુ' નથી. રાજા પ્રજાનું સુખ જોઈ શકતા નથી. પ્રધ્વજનો પણ પરસ્પર એકખીતનુ સુખ અને ઉન્નતિ સહન કરી શકતા નથી. એક વખત કોઈ અત્તર બનાવનારા ગુલામના ફુલોને ખરલમાં પીસી રહ્યો હતા ત્યારે કોઈ દાર્શનિકે પૂછ્યું: હું ગુલામ ! તે શુ' અપરાધ કર્યાં કે તારે ખરલમાં પિસાવુ પડે છે ? ત્યારે ગુલાબના ફૂલે જવાબ આપ્યા કે આ દુનિયા તા ઈર્ષ્યાળુ છે. એનાથી મારા સદા હસતા રહેવાના સ્વભાવ સહન થતા નથી પણ હુ· તે જીવતાં ક’ટ્રક