________________
૨૩૦
શારદા સિલે ચરિત્ર - ઉજજૈનમાં હરિસેન રાજાની આણ વર્તાવા લાગી. એની બીકથી લોકો બેલી શક્તા નથી પણ દરેકના દિલમાં એક વસવસે છે કે ભીમસેન રાજાનું શું થયું ? આ પાપી હરિસેને એમનું ખૂન તે નહિ કર્યું હોય ને? પણ ભીમસેન ગુપ્ત રીતે નાસી ગયે છે તે વાત યશોદા દાસી સિવાય કોઈ જાણતું નથી. હરિસેન રાજા બન્ય ને સુરસુંદરી રાણી બની. એની ઇચ્છા પૂરી થવાથી એના આનંદનો પાર ન રહ્યો. હરિસેન અને સુરસુંદરી બને સ્વર્ગીય સુખ ભોગવવા લાગ્યા.
આ તરફ સોનામહોરે અને ઝવેરાતથી ભરેલો ડબ્બો ચોરાઈ જવાથી ભીમસેન તથા સુશીલાને ખૂબ આઘાત લાગે, પણ હવે શું થાય ? મન મનાવ્યા વિના કોઈ ઉપાય ન હતું. ઝૂંપડીમાં આરામ કરવાથી તેમને થાક છેડે હળવે થયે હતું તેથી તેઓએ આગળ પ્રયાણ કર્યું. પ્રયાણ કરતાં પહેલાં ભીમસેને સુશીલાને કહ્યું:
તન પર જેવર ખૂબ સજા હે, ઈમ ઘર દિલ સંતેષ,
સબ ઉતાર બાંધી એક પુટ્ટી, ફિર આયા છે કે હે સુશીલા! આપણે સોનામહોરે અને ઝવેરાત ભરેલો ડબ્બો તે ચોરે ચોરી ગયા, તેને અફસેસ કરે હવે નકામો છે, પણ આપણા શરીર ઉપર કીમતી અલંકારે ઘણું પહેરેલાં છે. આ વનવગડાની વાટે કઈ ચોર લોકે આપણને મળશે તે આપણું દાગીના લૂંટી લેશે. તેના કરતાં બધા અંગેથી ઉતારીને એની એક પિટલી બાંધીને તું તારા માથે મૂકીને ચાલ. સુશીલાને આ વાત બરાબર લાગી એટલે પતિની આજ્ઞા પ્રમાણે પિતાના અંગે જે આભૂષણે પહેરેલાં હતાં તે બધાં ઉતારીને એક ફાટલા કપડાથી પોટલી બાંધીને સુશીલા માથે મૂકીને ચાલવા લાગી. જેણે કદી પાશેર વજન પણ ઊંચકર્યું ન હોય તેને માટે આટલી નાની પિટલી પણ વજનદાર લાગે. સુશીલા એક હાથે પિટલી સંભાળતી હતી ને બીજા હાથે કેતુસેનને પકડીને ચાલતી હતી. ભીમસેન દેવસેનનો હાથ પકડીને ચાલતો હતો. થોડું ચાલ્યા ત્યાં દેવસેન અને કેતુસેન કહે છેઃ બા! અમને ખૂબ તરસ લાગી છે તે થોડું પાણી લાવી આપ ને! સુશીલાએ બંને બાલુડાંઓને પંપાળીને કહ્યું: બેટા ! જુઓ, સામે નદી દેખાય છે ત્યાં સુધી ચાલો, પછી તમને પાણી પીવડાવું. એમ સમજાવી ધીરે ધીરે ચાલતા ચારે જણું નદી કિનારાની નજીક આવી ગયા. ત્યાં એક ઘટાદાર વૃક્ષ હતું. તેની શીતળ છાયામાં થાકયા પાકયા ચારે જણા બેસી ગયા.
થયેલો ઘોર પાપને ઉદય” ભીમસેને સુશીલાને કહ્યું: તમે બધાં ડી વાર અહીં આરામ કરે. ત્યાં સુધીમાં હું આ નદીમાં કેટલું પાણી છે તે માપતો આવું ને પાછું લેતો આવું. એમ કહીને ભીમસેન નદીના પાણીનું માપ કાઢવા નદીમાં પડે અને પોતાની સશક્ત ભુજાઓના બળથી નદીના નીરને વીંધતો નદી પાર કરવા લાગે. આ તરફ દેવસેન અને કેતુસેન કહે છે બા ! હવે અમારાથી તરસ સહન થતી