________________
૨૨e
શારદા સિદ્ધિ બીવડાવે છે. આંખમાંથી આંસુ લૂછતી ગંગા બોલી કે, હું તમને બીવડાવતી નથી તેમ તમને બેટા પણ કહેતી નથી. તમે જે સહન કર્યું છે તે બીજા ન કરી શકે એ પણ હું સમજું છું પણ મારા કર્મો કઠણ છે એમાં તમારે શું દેષ? પોતે જાણે પૂરી તૈયારી કરી હોય તેમ દયામણું મોઢે આંખમાં આંસુ સારતી એના પતિને કહે છે, ચાલો, આપણાં કર્મ આપણે ભોગવીશું. તે વિના કર્મીની કઠણાઈ કેવી છે તેની શું ખબર પડે? ખરેખર, આ સંસારનું સ્વરૂપ જ એવું છે. હે જીવ! . :
સ્વજન માન્યાં સૌ તે તારાં, પણ મધલાળે શું માખી
પાયમાલ થયે ને પ્રીત તૂટી એ સંસારી સુખની ઝાંખી–અરે ઓ રે.... તે જેને આજ સુધી તારા માન્યા તે કઈ તારા નથી. ઋણાનુબંધ સંબંધે બધાં ભેગાં થયાં છીએ. આજે આપણે સંબંધ પૂરે થયે એટલે હવે આ દશા થઈ છે. ખરેખર આ સંસાર દુઃખને ભંડાર છે. એમાં કઈ જીવ સુખી નથી, માટે નાથ ! ચાલો, આપણું ભાગ્યે જ્યાં લઈ જશે ત્યાં જઈશું. એમ કહી ગાંડા પતિને હાથ પકડીને ચાલી. એનાં સંતાને પણ આંખમાં આંસુ સારતાં માબાપની પાછળ ચાલ્યાં.
કિશોરના મનમાં થયું કે ભાભી આટલા બધા માણસો વચ્ચે મને બેટો દેખાડે છે, વગોવે છે તેથી એને ક્રોધ ભભૂકી ઊઠે. ભાઈ ભાભીને જતાં અટકાવવાને બદલે કહે છે, મેં તમારે લીધે આટલું બધું દુઃખ વેઠયું છતાં જશને બદલે જુત્તા આપવા હોય તે મારી તમને રજા છે. ખુશીથી જાઓ. કિશોરના બોલ સાંભળીને ભેગા થયેલા લેકે પણ ધ્રુજી ઊઠયા ને ગંગાને જતી રોકવાની કેઈની હિંમત ચાલી નહિ. ગંગા, એને ગાંડ પતિ મોહન અને એને ત્રણ બાળકે આંખમાં આંસુ સારતા શેરીમાંથી બહાર નીકળ્યા. એ કરુણ દશ્ય જોઈને ભેગા થયેલા લોકે પણ રડી પડ્યા. આ બધું બન્યું ત્યારે શાનતા તે સ્કૂલે હતી. તે બરાબર સમયે આવી ગઈ. એને આવતી જોઈને સૌને મનમાં થયું કે હવે શાંતિ થઈ જશે. હમણુ શાન્તા એના જેઠ-જેઠાણીને પાછા વાળશે. પિતાના ઘર આગળ લેકેનું જામેલું ટોળું અને જેઠ-જેઠાણીને પોતાના બાળકો સાથે જતાં જોઈને એના હૈયામાં ફાળ પડી કે જરૂર કંઈક નવાજની થઈ હોવી જોઈએ. શું બીને બની છે તે પૂછવા જાય તે પહેલાં તે કિશોર શાન્તાને હાથ પકડીને તેને ઢસેડીને ઘરમાં લઈ ગયે ને ઓરડામાં પૂરી દીધી. શાન્તાએ પૂછયું પણ છે શું એ તો મને કહે ? ત્યારે કોધથી આંખ લાલ કરીને કહ્યું કે, એમણે આપણે ભવાડે કર્યો છે તે હવે પૂરે ભજવી લેવા દે. ભાભી એને શિવજીને માથે લઈને ભલે ફરે. મારે એમને મનાવવા જવું નથી, ત્યારે શાન્તાએ કહ્યું: નાથ! શું બન્યું એ તે કહો, ત્યારે કિશોરે પોતાની શિવ-પાર્વતીની મૂતિ ભાંગી નાંખ્યાની વાત કરી. શાન્તાએ કહ્યું, એવી મૂર્તિ તે ઘણી મળશે પણ તમે મોટાભાઈને બૂટથી માર્યા ને બાંધી દીધા એ સારું નથી કર્યું. આજે જે તમે આટલા આગળ આવ્યા હોય તે