________________
શારદાસિદ્ધિ
૨૨૩ ચોકી કરી રહ્યા છીએ. તો પછી એ બધા મહેલમાંથી ગયા કેવી રીતે? ને કયાં ગયા? તમે બધાએ કેવી ચોકી કરી? સુભટ શું જવાબ આપે ? યશોદા અને સુભટ બંને મૌન ઊભા રહ્યા. આથી હરિસેને પગ પછાડીને સુભટને હુકમ કર્યો કે જાઓ, નગરના ખૂણે ખૂણે ઘૂમી વળે ને ભીમસેનની તપાસ કરીને મારી પાસે હાજર કરે. સુભટોએ આખી નગરી અને નગરીની બહાર ઘણે દૂર સુધી તપાસ કરી પણ કયાંય પત્તો મળે નહિ. આથી હરિસેનને ખૂબ આનંદ થયો. ટાઢા પાણીએ ખસ ગઈ. મારે એને મારવાનું પાપ ન લેવું પડ્યું. જે થાય તે સારા માટે.
પ્રજાજનેમાં થયેલો હાહાકાર” – હરિસેને ઉજજૈની નગરીમાં પોતાના નામની દાંડી પીટાવી અને રાજ્યાભિષેકની તૈયારી કરવાની જાહેરાત કરી. આ સાંભળીને ઉજજૈની નગરીમાં હાહાકાર મચી ગયે. આ શું ? આપણું ભગવાન તુલ્ય ભીમસેન મહારાજા ક્યાં ગયા? એમનું શું થયું ? કે અચાનક હરિસેન યુવરાજમાંથી રાજા બને છે. સત્તા શું નથી કરી શકતી? એમાં પણ આ તો હરિસેન, તેને ક્રોધ ઘણે હતો. એના અવાજ માત્રથી નગરજને ધ્રુજતા હતા. મંત્રીમંડળ પણ એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની હિંમત પણ કરી શકતા નહિ. એક તરફ હરિસેનના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલે છે. બીજી તરફ પ્રજાજને કહે છે કે,
ભીમ ભૂપકા કલ કિયા થા, દિલ્હા તખ્ત ઉતાર,
યા જનપદસે બાહુ૨ નિકાલા, ઘટના કૌન પ્રકાર કાં તો હરિસેન રાજ્યના લોભથી એમની કતલ કરાવી નાંખી હોવી જોઈએ. કાં તો ગુપ્ત રીતે એમને દેશનિકાલ કર્યો હવે જોઈએ. બાકી સાચું છે તે જ્ઞાની જાણે. આખી નગરીમાં હાહાકાર છવાઈ ગયે કારણ કે ભીમસેન રાજા ખૂબ ન્યાયી ને પ્રજાવત્સલ હતા. પ્રજાના હૃદય સિંહાસન ઉપર એમણે સ્થાન જમાવ્યું હતું. એ પ્રજાને પ્રાણથી અધિક પ્રિય હતા તેથી આખી નગરીમાં હરિસેનની નિંદા થવા લાગી. કંઈક સ્ત્રીઓ તો એમના નામના છાજિયા લેવા લાગી. આ વાત એના કાને પહોંચી ગઈ. એક તરફ એને રાજ્યાભિષેક થવાને હેય ને બીજી તરફ એના છાજિયાં લેવાતાં હોય તો એને તો અપશુકન થાય ને? એટલે એણે આખા નગરમાં દાંડી પીટાવી કે જે કોઈ હરિસેનની નિંદા કરશે ને ભીમસેનના ગુણ ગાશે તેને હરિસેન ફાંસીએ ચઢાવી દેશે. આ તો રાજાને હુકમ થયે એટલે કોણ બોલી શકે ?
હરિસેનની બીકથી મુખ ઉપર હાસ્ય અને અંતરમાં દુઃખ રાખીને દુભાતા દિલે પ્રધાને અને પ્રજાજનેએ મળીને રાજ્યાભિષેક કર્યો. શુભ ચોઘડીએ હરિસેનને રાજમુગટ પહેરાવીને રાજમુદ્રા આપી. ભાટ ચારણોએ હરિસેનની સ્તુતિ કરી અને રાજા હરિસેનને “જય હે, વિજય હો” એવા જ્યનાદ ક્યાં અને આખા નગરમાં એની આણ વર્તાવી પણ પ્રજાજનેના મુખ ઉપર ઉમંગ કે આનંદ નથી, પણ સુરસુંદરીના આનંદને પાર