________________
૨૧૮
શારદા સિદ્ધિ મારી બહેન, એક વાત સાંભળ. મારા દિયર એકલા આટલું કામ કરે છે. એ હવે થાકી જાય છે. એકલો માણસ કેટલું ખેંચે ! એટલે ચિંતા તે થાય તે સ્વાભાવિક છે. આવા સમયમાં હું મારી જાતને સાચવીને બેસી રહું તેના કરતાં કંઈક કામ કરું તે ઘરમાં થોડો ઉમેરો થાય. ભાભી ! પારકાં કામ કરવાં તેમાં આપણી આબરૂ શું? તે કરતાં ભાભી તમે ઘરકામ સંભાળો. હું ભણેલી છું. નેકરી કરું. ગંગા કહે, અરે! મારા માટે તારે નેકરી કરવાની? ના. હું જ કામ કરીશ. ખૂબ સમજાવ્યા પછી ગંગાએ હા પાડી.
શિક્ષિકાની નેકરી કરતી શાન્તા” –બીજે દિવસે શાંતાએ પિતાના પતિ પાસે વાત કરી, તેથી કિશોરે શિક્ષિકાની નેકરી કરવાની સંમતિ આપી. શાંતાને સ્કૂલમાં શિક્ષિકાની નોકરી મળી ગઈ. શાંતાને સ્વભાવ એ હતો કે એ જે કામ કરે એમાં જ એને જીવ પરોવાયેલો રહે. એના પતિની સાથે વાત કરે તે પણ સ્કૂલની કરતી. બીજી કંઈ વાત જ નહિ. અત્યાર સુધી શાંતાના સ્વભાવની એ ખૂબ પ્રશંસા કરતે પણ નોકરી કર્યા પછી એ કંટાળી જતો. એના મનમાં થતું હતું કે આને નેકરી કરવાની રજા આપી એ જ મેં ખોટું કર્યું છે. બસ, આ લોકેના પાપે મારે સંસાર બગડી ગ. હું થાક પાક આવું ત્યારે મારી સાથે કઈ આનંદ વિનેદની વાત નહિ. એની સ્કૂલની વાત કર્યા કરે. બીજું ઘર સાંકડું છે એટલે છૂટથી રહી શકતા નથી. કામના હિસાબે હરવા ફરવા જવાની શાંતા ના પાડે તેથી કિશોરને ખૂબ દુઃખ થતુ'. તે પળે પળે શાંતા સાથે ઝઘડી પડને. ગંગા સમજતી હતી કે પિતાને લીધે દિયર દેરાણી વચ્ચે કલેશ થાય છે પણ તે મૂંગે મોઢે સહન કરતી. પિતાને પતિ તે નિમિત્ત હત ને પિતે પણ આ કલેશમાં નિમિત્ત ન બને તે માટે ખૂબ સંભાળીને રહેતી. શાંતાના બાળકો માતાને ભૂલી જાય તે રીતે એમને રાખતી. પિતાના બાળકો કરતા દેરાણીને બાળકોને બધી રીતે હૈયા ઉપર રાખતી ને સવાયા સાચવતી. ઘરનું બધું કામકાજ કરતી. દેરાણી કહે, ભાભી ! આમ નહિ કરવાનું, તમારાં બાળકે તે મારાં છે. બંનેને સરખાં રાખે. શાંતાને ભાભી માટે ખૂબ હતું.
શિવલિંગ ફૂટવાથી ગંગાને થયેલી ચિંતા” :- જ્યારથી દિયરે પિતાને પતિને તમાચો માર્યો ત્યારથી ગંગાનું મન ઘરમાંથી ઊઠી ગયું હતું પણ જે એ અત્યાર સુધી ઘરમાં ટકી શકી હોય તે તે શાંતાના સૌજન્યશીલ સ્વભાવથી, પણ દિયરનું વર્તન જેઈને ગંગાના મનમાં એમ થતું કે દિયરને હવે અમે ભારરૂપ લાગીએ છીએ. જે હવે દિયરને આ જવાબદારીથી મુક્ત નહિ કરું તે એનું પરિણામ એક દિવસ કરુણ આવશે. પિતાને લાત ખાઈને પણ ઘર છોડવું પડશે. આ રીતે ફફડાટથી દિવસ વિતાવતી હતી તેમાં એક દિવસ એ કારમો ઊગ્યું કે એના પતિએ એના દિયરને અતિપ્રિય એવી શિવપાર્વતીની મૂતિ ભાંગી નાંખી. ગાંડા માણસને કંઈ ભાન થોડું