________________
૨૦૫
શારદા સિદ્ધિ પંથે પવન વેગે દોડી જતો. એને ધધે લૂંટફાટને હતું એટલે ભાગ્યે જ લૂંટફાટ અને પૂન વિનાને દિવસ જાય. આવાં પાપની પ્રવૃત્તિમાં પણ એની પ્રતિજ્ઞા ઘણાં વખત સુધી અખંડ રહી.
દેવાનુપ્રિયે! જે પ્રતિજ્ઞા કરે એની ક્યારેક પરીક્ષા થાય છે પણ જે કોઈ પ્રતિજ્ઞા લેતા નથી તેની પરીક્ષા કયાંથી થાય? નામદેવની પ્રતિજ્ઞા પંથે એક દિવસ પરીક્ષાને પંથ બની ગયે. ચારે તરફ નામદેવના નામની હાક વાગે છે. એનું નામ સાંભળીને લેકે ધ્રુજી ઊઠતા. આ નામદેવ એક વહેલી સવારે મંદિરમાં જઈને દયાન કરવા બેઠે પણ એનું ચિત્ત ભગવાનમાં એકાકાર થતું નથી. મનમાં એક પછી એક વિચાર આવ્યા જ કરે છે. સળંગ ૧૫ મિનિટ ચિત્ત પ્રભુ ભક્તિમાં એકાગ્ર થયા વિના ઊઠી જાય તે માતાનો વિશ્વાસઘાત કર્યો કહેવાય. એટલે એમ કરવામાં તે રાજી ન હતે. વહેલી સવારને મંદિરે આવ્યો છે. સૂર્યના સોનેરી કિરણે પૃથ્વી ઉપર પ્રસરવાની તૈયારીમાં હતા. નામદેવે ચિત્તના ચાકરને ચાબૂક મારીને એકાગ્રતાના ઓટલે બાંધવા ઘણા પ્રયત્ન કર્યા પણ ચોક અને ચોરામાં ભમતું ચિત્ત એકાગ્ર ન થયું. ત્યાં એણે મંદિરમાં એક બાળકનો રડવાનો અવાજ સાંભળે.
બાળક રડતો રડતે એની માતાને કહેતા હતા, બા! મને આ મીઠાઈ ખાવા, આપને! ત્યારે એની માતા બાળકને સમજાવીને કહેતી હતી કે, બેટા! આ મીઠાઈ ભગવાનને ધરાવવાની છે. તે ધરાવ્યા વિના આપણાથી ન ખવાય. ભગવાનને ધરાવ્યા પછી તને પ્રસાદ આપીશ, પણ મીઠાઈ મેળવવા મથતે બાબો છાનું રહેતું નથી. આ સાંભળીને નામદેવના મનમાં થયું કે આ બાળક રડે છે તેથી મારું ચિત્ત એકાગ્ર થતું નથી. એટલે ઊભા થઈને બાળકની માતાને કહ્યું-“માડી ! મારી અનાડી ચિત્તવૃત્તિઓ આજે પ્રભુભક્તિમાં એકાગ્ર થતી નથી. મને લાગે છે કે આ બાળક રડે છે તેને અવાજથી મારું ચિત્ત એકાગ્ર નહિ થતું હોય, માટે તમે આ બાળકને લઈને થોડી વાર બહાર જાઓ તે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય.” સ્ત્રીએ કહ્યું, “ભાઈ! હું નિરાધાર છું. દુખિયારી છું. જેને કોઈ બેલી નથી એને ભગવાન બેલી છે. બધેથી જાકારે મળશે પણ ભગવાનના દ્વારેથી જાકારો નહિ મળે. શ્રીમંત અને ગરીબ માટે ભગવાનનાં દ્વાર ખુલ્લાં છે, આ બાળક મીઠાઈ ખાવા હઠ કરે છે. હું એને મીઠાઈ કયાંથી લાવી આપું !”
કરુણ કહાની સાંભળતા નામદેવને જીવનપલટોઃ નામદેવે કહ્યું, માડી ! કંઈની દુકાનના દરવાજા કંઈ બંધ નથી થઈ ગયા ત્યાં જઈને બાળકને એક ટુકડે અપાવશે તે એ તરત રડતું બંધ થઈ જશે. માતૃત્વ ધરાવતી નારીને બાળક કેમ છાનું રાખવું એ શીખવાડવાનું હોતું નથી. નામદેવની વાત સાંભળીને આંખમાં આંસુ સારતી વેદનાભરી વાણીથી બાઈએ નામદેવને જવાબ આપ્યો કે, ભાઈ! અરેરે...મારી પાસે મીઠાઈ ખરીદવાના પૈસા હોત તો મારા આ વહાલસેય દીકરાને મીઠાઈના ટુકડા માટે રડાવત