________________
રે૧૪
શારદા સિદ્ધિ કુટુંબ સુખપૂર્વક પિતાનું જીવન વીતાવી રહ્યું હતું. બે દીકરામાં મોટાનું નામ મોહન અને નાનાનું નામ કિશોર હતું. માતા-પિતા શ્રીમંત ન હતા પણ સંસ્કારી ઘણુ હતા. બંને પુત્રોના જીવનમાં માતા પિતાએ સારા સંસ્કારોનું સિંચન કર્યું હતું. જીવનમાં સંસ્કાર એ સાચું ધન છે. જે જીવનમાં સારા સંરકાર હશે તે માણસ દુઃખમાં ટકી શકશે. ગાઢ કર્મના ઉદય વખતે પણ સમભાવ રાખી શકશે. મોહન પંદર વર્ષને હવે ને કિશોર દશ વર્ષને હતે. માતાપિતાએ મોટા દીકરાને ભણાવ્યો, ગણ ને સારી નોકરીએ લગાડે. નાને કિશોર હજુ ભણતો હતો ત્યાં માતા પિતા બંનેને અચાનક બિમારી આવતા પરલોકના પંથે ચાલ્યા ગયા. બંને ભાઈઓને ખૂબ આઘાત લાગ્યો. ઘરની આર્થિક સ્થિતિ તે નબળી હતી. પૈસાની પૂંજી ન હતી એટલે મોહનભાઈની કમાણું ઉપર જીવનને આધાર હતે. મેહનભાઈને ત્રણ બાબા અને એક બેબી એમ ચાર સંતાન હતા. કિશેર ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ ભણતો હતો એટલે માત્ર મોટાભાઈની કમાણી ઉપર ઘરને આધાર હતો. સ્થિતિ નબળી હતી પણ ખાનદાની ખૂબ હતી. કિશોર બી. કેમ. પાસ થયે, તેના માટે સારા ઘરની કન્યાઓનાં કહેણ આવવાં લાગ્યાં. કિશોરની હમણું લગ્ન કરવાની ઈચ્છા ન હતી પણ ભાઈ ભાભીના આગ્રહથી લગ્ન કર્યા. ( કિશોર ભણવામાં ખૂબ તેજસ્વી હતું એટલે એના શિક્ષકે આગળ ભણવા માટે ખૂબ આગ્રહ કરવા લાગ્યા પણ કિશોરે કહ્યું કે, મારા મોટાભાઈની કમાણી ઉપર અમારે નિર્વાહ ચાલે છે માટે હું આગળ ભણી શકું તેમ નથી. એણે મોટાભાઈને કહી દીધું કે, ભાઈ! હવે મારે ભણવું નથી. મોટાભાઈએ કહ્યું : હું તકલીફ વેઠીશ, પેટે પાટા બાંધીને પણ મારે તને ભણાવે છે. ભાઈના આગ્રહને વશ થઈને એ ભયે ને ડબલ ગ્રેજયુએટ પાસ થયો. તેને પણ બે સંતાન હતાં. કિશોર ભણી રહ્યા પછી તરત મોટાભાઈની લાગવગ અને મહેનતથી વિમા કંપનીમાં સારા હોદ્દાની નોકરી મળી ગઈ મોટેભાઈ નાના ભાઈને કહે છે, ભાઈ! તું હવે નોકરીએ લાગી ગયો એટલે મને શાંતિ થઈ. આપણા બંનેના પગારમાંથી આપણા જીવન નિર્વાહ સુખેથી કરી શકાશે, પછી આપણે બંને મળીને કંઈક ધંધો શરૂ કરીશું ને સુખી થઈશું. આવા મનના મનોરથ સાથે દિવસ વીતાવતા હતા, પણ કર્મની લીલા ન્યારી છે. એને કઈ પહોંચી વળતું નથી. માણસની મનની મુરાદે મનમાં રહી જાય છે.
પુત્રની પાછળ મગજ ગુમાવતા પિતા:- બંને ભાઈઓ પ્રેમથી રહેતા હતા. એમાં એક દિવસ મોટાભાઈને દશ વર્ષને દીકરો સ્કૂલેથી ભણીને આવતે હતે. રસ્તામાં મોટર એકિસડન્ટ થવાથી ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામે. ખબર પડતાં આખું કુટુંબ દેડીને ત્યાં ગયું. આ કરુણ દશ્ય જોઈને મોટાભાઈને ખૂબ જ આઘાત લાગવાથી તેના મગજ ઉપર અસર થઈ. તે ગાંડા જેવા થઈ ગયા, એટલે કુટુંબની