________________
શારદા સિદ્ધિ
૨૧૫
સમગ્ર જવાબદારી કિશારના માથે આવી પડી. અહાહા ! ચેડા દિવસ પહેલાં કુટુ'બ કેવું કિલ્લેાલ કરતુ ને આજે આ શુ બની ગયુ? મોહનભાઈ સૂનમૂન બેસી રહેતા. કાઈ એમને કઈ પૂછે તે એમ કહેતા મારી ખાધે મને લાવી આપેા. એ કયાં ગયા ? એને કાઈ ખેલાવી લાવા ને ?
કાઈ ખોલાવી લાવા (૨) મારા બાલુડાંને કાઈ લઈ આવેા,
આમ ખેલીને રડી પડતા. એને ખીજું કાંઈ ગમતુ' ન હતુ. આ સમયે ગંગા આંખમાં આંસુ સારતી પેાતાના પતિને સમજાવતી : નાથ! તમે આમ શા માટે કરા છે ? વહેલા કે મેાડા એક દિવસ આપણે મધાએ જવાનુ છે. આ જગપંખીના મેળા, કેમ રહેશે સૌવ ભેળો... કેાઈ કયાંથી (૨) એક વૃક્ષની ડાળે, પખીડાં સૌ આવી બેઠાં કાઈ ડાળે કોઈ માળે (૨) પ્રભાતના પચરંગી ૨ંગે, જાતાં સૌ વિખરાઈ (૨)...આ...
આ સ`સાર પ'ખીના મેળા જેવા છે, સૌ જુદી જુદી દિશામાંથી આવીને અહી ભેગા થયા છીએ. આયુષ્ય પૂર્ણ થતાં આ મેળામાંથી ઊડી જવાનું છે, માટે વિચાર કરો. અમારું બધાનું શું થશે ? તમારા સહારે તે અમારી બધાની જિ ઢગી છે. તમે આવું ઝૂર્યા કરશે તે કેમ ચાલશે? તમે તમારી જાતે પુત્રને અગ્નિદાહ દીધા છે તે શુ હવે આપણા ઘેર આવવાના છે? બધાં ઘણુ' સમજાવે છે પણ મન ઉપરથી અસર” જતી નથી. ગંગા ખૂબ સમજી હતી એટલે મનને વજ્ર જેવું બનાવીને પતિને સમજાવતી હતી.
ખીજી તરફ પેાતાના લાડકવાયા દિયરને માથે ઘરના બધા ભાર આવી પડયા. આ કારમી મેાંઘવારીમાં ત્રણ બાળકો, પતિ-પત્ની, દિયર, દેરાણી અને તેમના બે સંતાનો એમ નવ નવ માણસાનુ.... એક જણુના પગારમાં પેાષણ કરવું એ કંઈ સહેલ વાત નથી. આવા કપરા સમયમાં કિશારના મનમાં થતુ કે જે મારા લગ્ન ન થયા હોત તે પેાતાની પત્ની અને બે બાળકોની જવાબદારી તે મારા માથે ન હેાત ને? મારા ભાઈ એ કેવી કસોટી વેઠીને મને ભણાવ્યા છે. આ વિચાર આવતા તે રડી પડતો અને ખોલતો, એમના ઉપકારનો બદલો વાળવા હું' સમથ નથી. કિશારની પત્નીનુ નામ શાંતા હતુ. શાંતા ખરેખર શાંતિનુ' સરાવર હતી. એ એના પતિને કહેતી કે, તમે કઢી માટાભાઈની સેવા કરવામાં પાછી પાની ન કરશે. મેાટાભાઈને બાબાના આઘાતથી મગજ ઉપર અસર થઈ ગઈ છે તો આપણે કોઈ સારા મગજના સ્પેશ્યાલીસ્ટ ડોકટરને ખતાવીએ ને માટાભાઈને સારુ થાય. કિશોરે કહ્યુ....હા....એમ કરીએ. કોઈ સારા ડેાકટરને બતાવ્યુ. ત્યારે ડોકટરે કહ્યુ` કે, શૈાટ આપવા પડશે ને છ મહિના હોસ્પિટલમાં રાખવા પડશે. હાસ્પિટલમાં દાખલ ા કરીએ પણ ખચ તુ શુ કરવુ...? સજ્જન માણસા કોઈની પાસે હાથ ધરતા નથી. ગ`ગાએ વિચાર કર્યાં કે મારા પતિને જો સારું થશે તે દાગીના ઘણાં મળશે. એમના કરતાં દાગીના કંઈ વિશેષ