________________
૨૧૧
શારદા સિદ્ધિ ચાલી ગઈ. સાથે સોનાની થાળીઓ પગ કરીને જાય તેમ જવા લાગી, ત્યારે પેલા શેઠે જતી થાળીઓને પકડવા માંડી પણ રહી નહિ. છેલ્લી થાળીને હાથમાં પકડી તે એને કાંઠે હાથમાં રહી ગયું ને થાળી ચાલી ગઈ, માટે સુશીલા! ભાગ્ય રૂઠે ત્યારે પહેરેલું કપડું પણ સગું થતું નથી, માટે તું શાંતિ રાખ.
વિવેકી આત્માએ ગયેલી ચીજને શેક કરતા નથી. તું વિવેકી છે માટે શોક છોડીને સ્વસ્થ બને. વળી આવા દુઃખના વખતમાં આપણને અહીં કોઈ દુષ્ટ માણસ ઓળખી જશે તે ઉપાધિમાં મૂકાઈ જઈશું, માટે ચિંતા છોડીને નવકારમંત્રનું સ્મરણ કરી આગળ ચાલવા માંડીએ. સુશીલા સમજી ગઈ કે સ્વામીનાથ કહે છે કે તે વાત સાચી છે. જે વસ્તુ ચોરાઈ ગઈ છે તે પાછી મળવાની નથી. એને શેક કરવો વૃથા છે. હજુ તે ઘણું સહન કરવાનું છે. જે હું હિંમત હારીને રડવા બેસી જઈશ તે આ કુમારે તેના આધારે હિંમત રાખશે? એમ સમજીને ચાલવા તૈયાર થયા. હવે એ લોકે અહીંથી આગળ ચાલશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૨૨ શ્રાવણ સુદ ૧૩ ને રવિવાર
તા. ૫-૮-૭૯ અનંત કરુણાનિધિ, જગત ઉદ્ધારક, પરમપિતા વીર પ્રભુએ ભવ્ય જીવોના કલ્યાણ માટે વાણીને ધધ વહાવ્યો છે. એ ધંધની ધારા જબુસ્વામીની જેમ જિજ્ઞાસુ બનીને અંતરમાં ઝીલવામાં આવે તે અનુપમ બેધની પ્રાપ્તિ થઈ શકે છે.
વીતરાગ પ્રભુની અંતિમ વાણુ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયનની વાત ચાલે છે. તેમાં ચિત્તમુનિ અને સંભૂતિમુનિ બને ભાઈઓ કાળધર્મ પામીને પહેલાં દેવલોકમાં ગયા. ત્યાંનું આયુષ્ય પૂરું કરીને તે બંને ક્યાં કયાં ઊત્પન્ન થયા તે વાત શાસ્ત્રકાર ભગવંત તેરમા અધ્યયનની પ્રથમ ગાથામાં બતાવે છે?
जाई पराजिओ खलु, कासि नियाणं तु हथिणपुरम्मि । * પુત્રી મત્તા, લવને ઘમગુમાવ્યો છે ? ચાંડાલ જાતિથી પૂર્વ ભવમાં એટલે સંભૂતિના ભવમાં પરાજિત બનેલા એ સંભૂતિમુનિએ હસ્તિનાપુરમાં સનતકુમાર ચક્રવતિની સુનંદારાણી મુનિને વંદન કરવા માટે આવી ત્યારે સંભૂતિમુનિએ વિચાર્યું કે મારા તપનું ફળ હોય તે “હું આવતા ભવમાં ચક્રવતિ થાઉં.” આવા પ્રકારનું નિયાણું બાંધીને કાળધર્મ પામ્યા. ત્યાંથી કાળ કરીને તેઓ સૌધર્મ દેવલોકના પદ્મગુલ્મ નામના વિમાનમાં દેવની પર્યાયમાં ઉત્પન્ન થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં એ પદ્મગુલ્મ વિમાનથી ચવીને બ્રહારાજાની પત્ની ચુલની રાણીની કૂખે “ િલગ્નમાં કાંપિલ્ય નામના નગરમાં ઉત્પન્ન થયા.