________________
૨૦
શારદા સિદ્ધિ સાંભળીને રાજા રાણી બને સફાળા જાગી ગયા ને પૂછયું બેટા! શું થયું? કેમ રડે છે? એટલે બાળકે કહે છે, બા-બાપુજી! અમને પગમાં કંઈક થાય છે ને બળે છે. અંધારામાં કંઈ જીવજંતુ કરડયું હશે પણ ત્યાં દેખાય કેવી રીતે ? હાથ ફેરવીને જોયું તે લેહી નીકળતું હતું. નકકી કંઈક કરડી ગયું છે. સુશીલાએ પિતાની સાડી ફાડીને બંનેના પગે પાટો બાંધ્યો અને સમજાવીને પાછા સૂવાડી દીધા. તેઓ પણ થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. બંધુઓ ! એમના પાપકર્મને ઉદય છે એટલે આવી ચિંતાગ્રસ્ત સ્થિતિમાં ને આવા વિષમ સ્થાનમાં પણ ઊંઘ આવે છે. ચારે બાજુથી ચિંતાએ ઘેરી લીધા હોય, પેટમાં ભૂખ લાગી હોય ત્યારે માણસને ગમે તેટલે થાક લાગે હોય ને ઉઘવા માટે પ્રયત્ન કરે તે પણ ઊંઘ ઊડી જાય. જ્યારે અહીં ભીમસેન અને સુશીલાને ઊંઘ આવી ગઈ.
મૂછગત થયેલી સુશીલા -તેઓ ઘસઘસાટ ઊંઘતા હતા તે સમયે ચાર લેક ગામમાંથી ચોરી કરીને આવ્યા ને એ પર્ણકુટિરની પાછળ લાવેલા માલને ભાગ પાડવા બેઠા. ત્યારે આ ચોરને લાગ્યું કે આ ઝૂંપડીમાં કઈ સૂતું લાગે છે. એમ માનીને એક ચેર ઊઠીને અંદર જોવા ગયે તે ભીમસેન આદિને સૂતેલા જોયા. જેવા ગમે ત્યારે ભીમસેને જે ખૂણામાં ડો દાટ હતું તે જગ્યાએ પગ આવતા જમીન પચી લાગવાથી તેને વહેમ પડે કે અહીં સૂતેલા માણસેએ અહીં માલમત્તા દાટી લાગે છે. બધાને ઘસઘસાટ ઊંઘતા જોઈને ચોરે ખાડે ખોદીને પેલો ડબ્બે લઈ લીધે ને ત્યાંથી રવાના થઈ ગયા તે પણ ભીમસેન કે સુશીલા કઈ જગ્યા નહિ. પઢિયું થયું ને કૂકડો બોલ્યો તે પણ જાગ્યા નહિ. છેવટે સૂર્યનાં કિરણે ઝૂંપડીમાં પ્રવેશ્યા ત્યારે તેઓ જાગૃત થયા. જાગૃત થતાં જ સુશીલા અને બંને કુમારોએ ભીમસેનને પ્રણામ કર્યા. પછી સૌએ નવકારમંત્રનું સ્મરણ કર્યું, પછી ભીમસેને જ્યાં પિટલી સંતાડી હતી તે જગ્યાએ ખેદીને જોયું તે ત્યાં ડબ્બાને બદલે ધૂળનાં ઢેફાં સિવાય કંઈ ન હતું. સોનામહોરે અને ઝવેરાતને ભરેલો ડબ્બે કઈ લઈ ગયું હતું. આ જાણી ભીમસેનના દિલમાં ચડે પડે ને સુશીલાને આ વાતની ખબર પડી એટલે એ તે મૂછિત થઈને જમીર ઉપર ઢળી પડી. અરેરે.. અમારાં કર્મો કેવાં કઠણ છે કે જે કંઈ થોડું લાવ્યા હતા તે પણ ચાલ્યું ગયું. આ નાનાં બાલુડાં ભૂખ્યાં થયાં છે. હવે તેને શું ખવડાવીશું? સેનામાહેર હેત તે કઈ ગામમાં જઈ વેચીને ખાવાનું લાવીને ખવડાવત. હવે શું કરીશું? એ ચિંતામાં બેભાન બની ગઈ. ભીમસેને એટલામાંથી શીતળ જળ લાવીને એના મુખ ઉપર છાંટયું તે થોડી વારે સુશીલા ભાનમાં આવી, એટલે એને આશ્વાસન આપીને શાંત કરતાં કહ્યું: પ્રિયે! જે બનવાનું હતું તે બની ગયું. આપણાં એવાં કમેને ઉદય છે કે આપણે ગમે તેટલું સાચવીશું તે પણ રહેવાનું નથી. એક શ્રીમંતને ઘેર સેનાની ઘણી થાળીઓ હતી. એના પાપકર્મને ઉદય થયે એટલે બધી લક્ષમી તે