________________
૨૦૦
શારદા સિદ્ધિ જરૂર કરી શકીશું. ભીમસેનના કહેવાથી બધા નવકારમંત્રનું સ્મરણ કરતાં આગળ ચાલ્યાં, તો યશોદાના કહેવા મુજબ એક ગુફા આવી તેમાં તેઓ દાખલ થયાં.
“વનવગડામાં કષ્ટ વેઠતો રાજપરિવાર” સુરંગમાંથી નીકળ્યા પછી જંગલને માગ ઘણો વિકટ હતું તે પસાર કરી ગુફામાં પિઠ તો ગુફામાં પણ ઘનઘોર અંધારું હતું અને જીવ ગૂંગળાઈ જાય તેવી ગંદી હવા હતી, પણ તેમાં દાખલ થયા વિના છૂટકે જ ન હતું. સૌ નવકાર મંત્રનું સ્મરણ કરતાં ગુફામાં દાખલ થયા. તેમને પગરવ થતાં ચામાચિડિયાં ઉડાઉડ કરવા લાગ્યાં. ઝેરી સર્પો કુત્કાર કરતા આમથી તેમ દડવા લાગ્યા. જગલ કરતાં તે ગુફા વધુ ભયાનક હતી. ભીમસેન ચકમક ઘસતે ને અજવાળું કરતે બધાની સાથે હિંમતથી આગળ વધી રહ્યો હતે. તે આ ભય અને આપત્તિથી મુક્ત થવા દૌર્યથી શ્રદ્ધાપૂર્વક નવકારમંત્રનું સતત સ્મરણ કરતે ચાલતા હતા. ચાલતાં ચાલતાં ઘણી વારે આ ત્રાસદાયક, ભયજનક સફરને અંત આવ્યો. સૌ ગુફાની બહાર આવી ગયા ત્યાં એક ઝૂંપડી તેમના જેવામાં આવી. બંને એટલા બધા થાકી ગયા હતા કે હવે એક પગલું ભરવાની શક્તિ ન હતી છતાં મન મક્કમ કરીને ધીમે ધીમે ચાલીને ઝૂંપડી આગળ પહોંચી ગયા. બંને બાળકો ભૂખ અને થાકથી પીડાતા જમીન ઉપર સૂઈ ગયા. વાહ રે કર્મરાજા વાહ! તારી કેવી અજબ લીલા છે! કયાં રાજમહેલના . સુવર્ણ પલંગ અને સુકમળ મખમલની શય્યામાં સૂનારા આ રાજકુમારે! ને ક્યાં આજે ભેંય પથારી કરી હાથનું ઓશીકું કરીને સૂતા છે! કયાં એ રાજમહેલના વૈભવ અને ઠાઠ ને કયાં આ જગલની ગરીબાઈનાં કષ્ટો ! કયાં રોજ નવાં મિષ્ટાન્ન જમનારા અને કયાં આજે તેને રેટીના સાંસા ! કયાં એ રાજમહેલની સુખસગવડો અને કયાં આ ધૂળથી ખરડાયેલા શરીરે! બંધુઓ! ખરેખર, કર્મની લીલા અપરંપાર છે. તેને પાર પામવી બહુ મુશ્કેલ છે. કર્મના પ્રભાવે એક વાર જીવ અપૂર્વ સુખ-સાહ્યબીમાં મહાલે છે ને એ જ જીવ ક્યારેક મહાન દુઃખ ભેગવે છે.
બંને બાળકો ભૂખ અને દુઃખના કારણે જમીન પર સૂઈ ગયા. કર્મની વિચિત્ર ઘટના જોઈને રાજા રાણીની આંખમાં આંસુ આવી ગયાં, છતાં ધર્મને સમજેલા હતા એટલે વિચાર કરતાં કે પોતે પૂર્વભવમાં એવાં ગાઢ કર્મો કર્યા હશે તેનું ફળ આ ભવમાં ગવવાનું આવ્યું છે. બંને બાળકે ઊંઘી ગયા એટલે ભીમસેને પિતાની સાથે લાવેલું ઝવેરાત અને સોનામહોરનો ડબ્બ ઝૂંપડીના એક ખૂણામાં ખાડો કરીને દાટી દીધે, કારણ કે ખુલ્લું મૂકે તે કોઈ ઉઠાવી જાય. દાગીનાને ડમ્બે દાટીને ભીમસેન સૂઈ ગયો. સૌથી છેલ્લે સુશીલા રાણી સૂતી. પતિવ્રતા આર્યનારી પતિના સૂતા પછી સૂઈ જાય છે. ચારે જણને એટલો બધે થાક લાગ્યું હતું કે થોડી વારમાં સૌ નિદ્રાધીન થઈ ગયા.
મધરાત થઈ ત્યાં બંને કુમારે એકદમ ચીસ પાડીને જાગી ગયા. એ ચીસ શી. ૨૭