________________
શારદા સિંહ एकेन शुष्क वृक्षेण, दह्यमानेन वह्निना।
दह्यते तद्वनं सर्व, कुपुत्रेण कुलं तथा ॥ જેમ અગ્નિથી બળતું એક જ સૂકુ વૃક્ષ આખા વનને બાળીને ભસ્મ કરી દે છે એવી રીતે ખાનદાન કુળમાં પાકેલો એક જ કુપુત્ર કુળને નષ્ટ કરી દે છે. કુળની ઉજ્જવળ કીતિને કલંકિત કરી દે છે. આટલું બોલતાં માતાના હૃદયમાં ડૂમો ભરાઈ આવ્યું. માતાની ગદ્ગદ્ વાણી સાંભળીને કઠેર હદયના નામદેવનું હૃદય કંઈક પીગળ્યું એટલે એણે માતાને કહ્યું. મા! તું મને શું કહેવા માંગે છે? બેટા ! મારે તને એક પ્રતિજ્ઞા આપવી છે. નામદેવના મનમાં થયું કે મારી માતાને મારી આવી પ્રવૃત્તિ ગમતી નથી. એ ખૂબ રડે છે, એના દિલમાં દુઃખ થાય છે તે એની એક વાત માનીને એ જે કહે તે પ્રતિજ્ઞા લઉ તે એના જીવને શાંતિ થાય. વિચાર કરીને કહ્યું મા ! તારે મને જે પ્રતિજ્ઞા આપવી હોય તે આપજે. એનું મારા જાનના જોખમે પાલન કરીશ પણ તું એટલો ખ્યાલ રાખજે કે હું ડાકુ છું ને ડાકુ રહેવા જ માગું છું, માટે મારી લૂંટફાટની પ્રવૃત્તિ આડે પાળ ન બંધાય એવી પ્રતિજ્ઞા આપજે.
પુત્રની વાત સાંભળીને માતાનું હૃદય હરખાઈ ગયું ને બેલી, બેટા ! તારી પ્રવૃત્તિમાં મારી પ્રતિજ્ઞા બિલકુલ આડખીલીરૂપ નહિ બને. સાંભળ, તારે સવારના પ્રહરમાં કોઈ એકાંત સ્થાનમાં જઈને ફક્ત કલાક એકાગ્ર ચિત્તે પ્રભુનું ધ્યાન ધરવું પછી બીજી પ્રવૃત્તિમાં પડવું પણ એ ધ્યાન એવું હોવું જોઈએ કે દયાનમાં નશ્વરના નખરા ભૂલાઈ જાય. ફક્ત એક ભગવાન જ તારી આંખ અને અંતર સામે વ્યાપેલા જણાય. માતાની વાત સાંભળીને એના મનમાં થયું કે, આમાં મારી પ્રવૃત્તિને ક્યાં આંચ આવવાની છે? એણે ખુશ થઈને કહ્યુંઃ માતાજી ! તમે થાઓ રાજી. પ્રાણની બાજી લગાવીને પણ હું આ ટેકને સાજી રાખીશ. તમે આપેલી પ્રતિજ્ઞાનું હું ગમે તેવા કપરા પ્રસંગોમાં પણ પાલન કરીશ. પુત્રનું વચન સાંભળીને માતાજીને ખૂબ આનંદ થ ને પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે, હે પ્રભુ! મારા દીકરાની આ કાળવૃત્તિની વાદળીને પ્રતિજ્ઞાની આ પ્રકાશભરી કિનાર કયારેક ઉજજવળ બનાવે તે કેવું સારું? માતાએ નામદેવને અંતરથી આશીર્વાદ આપ્યા કે, જા બેટા! તારે પ્રતિજ્ઞા પંથને પ્રવાસ સફળ નીવડે.
બંધુઓ ! નામદેવ કુસંગે ચઢીને ભયાનક ડાકુ બની ગયો હતે છતાં ભારતની પવિત્ર ધરતી પર પેદા થયેલે એ માનવ હતું. બીજા દિવસથી પ્રતિજ્ઞાને અમલ કરવાને આરંભ કર્યો. સવારમાં પથારીમાંથી ઊઠીને ભગવાનના મંદિરમાં જઈને એકાગ્ર ચિ દથાન કરતે. જ્યાં સુધી મન એકાગ્ર ન થાય ત્યાં સુધી એ મંદિરમાંથી બહાર નીકળતા નહિ. મન એકાગ્ર બન્યા પછી ૧૫ મિનિટ ધ્યાન કરતો. મંદિરના પગથિયાં ઊતરી ગયા પછી તે જાણે એ ભગવાનને માનત જ ન હોય એવી પ્રતીતિ કરાવતા પાપના